Aapnu Gujarat
રમતગમત

ન્યૂઝિલેન્ડ ભારતથી સારું રમ્યું, તે ચેમ્પિયન બનવા માટે લાયક હતા : હરભજન

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં ન્યૂઝિલેન્ડ સારી ટીમ હતી અને ભારતને હરાવવા હકદાર હતી. કેન વિલિયમસનની ટીમે બુધવારે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલ આઠ વિકેટે જીતી લીધી. હરભજન સિંહે કહ્યું, ન્યૂઝિલેન્ડની ટીમ ભારતીય ટીમથી ક્યાંય સારી રમી અને તે ચેમ્પિયન બનવા માટે લાયક હતી. તેમણે સુંદર બોલિંગ કરી, જીતવા માટે ટૉસ મહત્વપૂર્ણ હોય અને તેમણે ટૉસ જીત્યો હતો. ત્યારથી જ તેઓ ડ્રાઈવરની સીટ પર હતા. તેમણે ભારતના ૨૧૭ રને ઓલઆઉટ કરી દીધું અને બીજી ઈનિંગમાં બહુ સસ્તામાં લપેટ્યા.
હરભજને કહ્યું, ફાઈનલ માટે ન્યૂઝિલેન્ડ શ્રેષ્ઠ રીતે તૈયાર ટીમ હતી. કીવી ટીમ ભારતથી એક મહિના પહેલા ઈંગ્લેન્ડ પહોંચી અને ઈંગ્લેન્ડ પર સીરીઝ જીત સાથે ઐતિહાસિક એકમાત્ર ટેસ્ટની તૈયારી કરી. બીજી તરફ ભારતે તૈયારીના નામે માત્ર એક ઈન્ટ્રા સ્ક્વૉડ મેચ રમી. ૪૦ વર્ષીય અનુભવી સ્પિનરે કહ્યું કે, ઈંગ્લેન્ડમાં હોવાના કારણે એ બે ટેસ્ટ રમવાથી તેમને ફાયદો થયો. તેમણે એવી પરિસ્થિતિઓને ભારતથી સારી રીતે સમજી. તેઓ યોગ્ય ઉમેદવાર હતા.
હરભજન સિંહે મહેસૂસ કર્યું, ભારતને અંતિમ દિવસના પહેલા સત્રમાં વિકેટને સારી રીતે બચાવવાની જરૂરત હતી. કેપ્ટન કોહલી, ચેતેશ્વર પુજારા અને ઉપકેપ્ટન તમામ પહેલા સત્રમાં આઉટ થઈ ગયા.
હરભજન સિંહે કહ્યું, તમામ ગેમ પર દબાવ હોય છે. મોટા ખેલ નિશ્ચિત રૂપે વધુ દબાવ લાવે છે. હું પહેલાં કહી રહ્યો હતો કે લોકો બેટિંગ કરવા માટે એક મહાન દિવસ કહી રહ્યા છે પરંતુ છતાં પણ તમારે ત્યાં જવું પડશે અને મહાન બેટિંગ પણ કરવી પડશે. જાે ભારત વિકેટ સંભાળી શક્યું હોત તો પહેલા દિવસે આપણે ડ્રો તરફ ચાલ્યા ગયા હોત. પરંતુ આપણે પહેલા સત્રમાં જ ઘણી વિકેટો ગુમાવી દીધી અને છોકરાઓ પર દબાણ વધતું ગયું.

Related posts

બ્રાવો-ગેલ સિવાય કોઈનેય ટેસ્ટ ક્રિકેટમાં રસ નથી : જેસન હોલ્ડર

aapnugujarat

અશ્વિન મુરલીધરનના ૮૦૦ વિકેટનો રેકોર્ડ તોડી શકે છે

editor

कोहली और उनकी टीम हमसे बेहतर खेली : डु प्लेसिस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1