Aapnu Gujarat
રમતગમત

અશ્વિન મુરલીધરનના ૮૦૦ વિકેટનો રેકોર્ડ તોડી શકે છે

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સ્પિનર?બ્રેડ હોગનું કહેવું છે કે ટીમ ઈન્ડિયાનો ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન શ્રીલંકાના ભૂતપૂર્વ સ્પિનર?મુથૈયા મુરલીધરનના ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડને તોડી શકે છે. અશ્વિને ૭૮ ટેસ્ટમાં ૪૦૯ વિકેટ ઝડપી છે અને તે હજુ પણ મુરલીધરનની ૮૦૦ ટેસ્ટ વિકેટથી ૩૯૧ વિકેટ પાછળ છે.
બ્રેડ હોગે કહ્યું, અશ્વિન ૩૪ વર્ષનો છે અને મને લાગે છે કે તે ૪૨ વર્ષની વય સુધી ટેસ્ટ રમી શકે છે. તેની બેટિંગમાં નબળાઈ આવી શકે છે, પરંતુ બોલિંગમાં તે દિવસેને દિવસે ઉભરી રહ્યો છે. તે ઓછામાં ઓછી ૬૦૦થી વધુ વિકેટ લેશે. બની શકે કે તે મુરલીધરનના ૮૦૦ વિકેટના રેકોર્ડને પણ તોડી દે.
બ્રેડ હોગે કહ્યું, તેની પાછળનું કારણ એ છે કે તે સારો છે અને તેની પાસે આ ક્ષમતા છે અને અશ્વિનની વિકેટ લેવાની ભૂખ વધી રહી છે. તે ઇંગ્લેંડના વાતાવરણને અનુરૂપ બનાવવા માટે કાઉન્ટી ક્રિકેટમાં પણ રમ્યો છે, જેના કારણે હાલના સમયમાં અશ્વિન એક સફળ ક્રિકેટર બન્યો છે.
બ્રેડ હોગે અશ્વિનને મેદાન પર શતરંજના ખેલાડીની જેમ ગણાવ્યો છે અને તેણે છેલ્લે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જે હિંમત બતાવી હતી તેની પ્રશંસા કરી હતી. હોગે કહ્યું, તમે ક્યારેય અશ્વિન સામે રન બનાવવાનો વિચાર કરી શકતા નથી. તે એવો બોલર છે કે જેની સામે તમે રમવાનું પસંદ કરશો કારણ કે તમે જાણી શકશો કે અશ્વિન સામે રમવાથી તમારી ટેસ્ટ સારી રહેશે.
હોગે કહ્યું, મને લાગે છે કે તે ગ્રાઉન્ડની અંદર ચેસ પ્લેયર જેવો છે. ભારતના છેલ્લા ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં અશ્વિને બતાવેલી બહાદુરી પછી મને અશ્વિન પ્રત્યે ખૂબ માન છે. તેની સામે રમવું એ મારૂ સૌભાગ્ય હતુ. તે એક મહાન બોલર છે. હોગ ઓસ્ટ્રેલિયા તરફથી સાત ટેસ્ટ, ૧૨૦ વનડે અને ૧૫ ટી૨૦ રમ્યો છે. હોગે કહ્યું, અશ્વિન હાલમાં વિશ્વનો શ્રેષ્ઠ ઓફ સ્પિનર ??છે તેમ છતાં, વાતાવરણ અને નિયમોમાં પરિવર્તનના કારણે અમે તેને ઓલ ટાઈમ ગ્રેટેસ્ટ બોલર નહીં કરી શકીએ.

Related posts

विश्व क्रिकेट में सबसे ज्यादा मुकम्मल गेंदबाज है बुमराह : विराट

aapnugujarat

कोहली को एक शब्द में बयां करना मुश्किल

aapnugujarat

राहुल द्रविड़ बने नेशनल क्रिकेट अकादमी के हेड : बीसीसीआई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1