Aapnu Gujarat
રમતગમત

WTC ફાઈનલ ડ્રો કે ટાઈ થઈ તો બંને ટીમ વિજેતા જાહેર થશે : ICC

ઈંગ્લેન્ડમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમાવાની છે. આ પહેલા ક્રિકેટ ચાહકોનો સવાલ હતો કે, આ ટેસ્ટ મેચ ડ્રો કે ટાઈ થશે તો કોણ વિજેતા જાહેર થશે?જેનો જવાબ હવે આઈસીસીએ આપ્યો છે.આઈસીસીએ કહ્યુ છે કે, જો આ મેચ ડ્રો કે ટાઈ થશે તો ભારત અને ન્યૂઝીલેન્ડને સંયુક્ત રીતે વિજેતા જાહેર કરવામાં આવશે. એક ક્રિકેટ મીડિયા સાઈટના અહેવાલ પ્રમાણે જો આ મેચ દરમિયાન વરસાદ કે બીજુ કોઈ વિઘ્ન આવશે તો ૨૩ જુનના રોજ પણ મેચનુ આયોજન થશે. આઈસીસીએ ૨૩ જુનને રિઝર્વ ડે તરીકે રાખ્યો છે. જેથી અગાઉના પાંચ દિવસ દરમિયાન જો પુરેપુરી રમત ના રમાઈ હોય તો રિઝર્વ ડેના દિવસે મેચ રમાશે. કેટલો સમય વેડફાયો તેની અપડેટ મેચ રેફરી રાખશે.ટેસ્ટ મેચમાં સમયનુ મહત્વ વધારે છે.જોકે આઈસીસીનુ કહેવુ છે કે, બંને ટીમોમાંથી કોઈ ટીમ સમય વેડફે છે કે કેમ તેના પર પણ નજર રાખવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, ૧૮ થી ૨૨ જૂન દરમિયાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમાવાની છે. આ માટે ૨૩ જૂન રિઝર્વ ડે રહેશે. પહેલી વખત ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ યોજાવા જઈ રહી છે. જેમાં ભાગ લેવા માટે ભારતીય ટીમ ૨ જૂનના રોજ ઈંગ્લેન્ડ જવા માટે રવાના થશે. હાલમાં ભારતીય ટીમના ખેલાડીઓ મુંબઈમાં ક્વોરેન્ટાઈન છે. જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ ઈંગ્લેન્ડ પહોંચી ચુકી છે. ફાઈનલ પહેલા તે ઈંગ્લેન્ડ સામે બે ટેસ્ટ મેચ રમશે.

Related posts

ભારતને હરાવીને લય હાંસલ કરીશ : સરફરાજ અહેમદ

aapnugujarat

કોલંબિયા પર પેનલ્ટી શુટ આઉટમાં ઇંગ્લેન્ડની જીત

aapnugujarat

बायर्न म्यूनिख ने पीएसजी को हरा छठा चैम्पियंस लीग जीता

editor

Leave a Comment

UA-96247877-1