Aapnu Gujarat
રમતગમત

ભારતને હરાવીને લય હાંસલ કરીશ : સરફરાજ અહેમદ

આશરે એક વર્ષ બાદ ફરી એકવખત ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ મેદાન પર ટકરાશે. ૧૯ સપ્ટેમ્બરે એશિયા કપમાં બંને ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ બાદ એકબીજા સામે રમશે. હાઇ વોલ્ટેજ મુકાબલા પહેલા પાકિસ્તાનના કેપ્ટન સરફરાજ અહમદે કહ્યું છે કે ભારત સામે મેચ જીત્યા બાદ જ ટીમ આગળની મેચ અંગે વિચારશે. પાકિસ્તાન એશિયા કપમાં તેની પ્રથમ મેચ ૧૬ સપ્ટેમ્બરે હોંગકોંગ સામે રમ્યા બાદ ૧૯ સપ્ટેમ્બરે ભારત સામે ટકરાશે. સરફરાજે કહ્યું કે, અમારી તૈયારીઓ ખૂબ સારી છે. અમે યુએઈમાં ચાર દિવસ રોકાઈશું અને તેનો ભરપૂર ઉપયોગ કરવાની કોશિશ કરીશું. ભારત સામે દરેક મેચ મહત્વપૂર્ણ હોય છે.
ભારત સામે મેચ ટુર્નામેન્ટમાં અમારી પહેલી મોટી મેચ હશે અને અમે લય હાંસલ કરવાની કોશિશ કરીશું. મોટી ટુર્નામેન્ટમાં લય ખૂબ મહત્વપૂર્ણ હોય છે. હાલ ટીમનું મનોબળ ઊંચુ છે. તેથી અમે પહેલી મેચમાં મેળવેલી લય છેલ્લી મેચ સુધી જાળવી રાખવા ઈચ્છીશું. તેણે એમ પણ કહ્યું કે, મોટાભાગની સીરિઝ યુએઈમાં રમવાના કારણે અહીંની પરિસ્થિતિથી વધારે માહિતગારી છીએ. અહીની પીચ પર ધ્યાન આપવામાં આવે તો તે ઘણી ધીમી હોય છે. તેથી સ્પિનરોની ભૂમિકા મહત્વપૂર્ણ હશે.

Related posts

ઓકલેન્ડમાં આવતીકાલે પાકિસ્તાન-ન્યુઝીલેન્ડ વચ્ચે ટ્‌વેન્ટી જંગનો તખ્તો ગોઠવાયો

aapnugujarat

આઈપીએલનો થશે મેગા ઓક્શન

editor

भारत की शतरंज ओलम्पियाड जीत पर बोले रहाणे, देश के लिए गर्व का पल

editor

Leave a Comment

UA-96247877-1