Aapnu Gujarat
રમતગમત

ઓકલેન્ડમાં આવતીકાલે પાકિસ્તાન-ન્યુઝીલેન્ડ વચ્ચે ટ્‌વેન્ટી જંગનો તખ્તો ગોઠવાયો

ઓકલેન્ડમાં આવતીકાલે ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે બીજી ટ્‌વેન્ટી-૨૦ મેચ રમાનાર છે. જેને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. પ્રથમ ટ્‌વેન્ટી મેચમાં ૨૨મી જાન્યુઆરીના દિવસે વેલિગ્ટનમાં સાત વિકેટે જીત મેળવી લીધા બાદ જીતના સિલસિલાને જાળવી રાખવા માટે યજમાન ટીમ સજ્જ છે. ન્યુઝીલેન્ડ ટીમમાં કોઇ ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા ઓછી છે. હાલમાં મુનરો અને ગુપ્ટિલ જોરદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. પાકિસ્તાન ઇલેવનમાં ફેરફાર કરવામાં આવી શકે છે. તે પહેલા પાંચ વનડે મેચોની શ્રેણીની પાંચમી અને અંતિમ વનડે મેચમાં પણ યજમાન ન્યુઝીલેન્ડે પાકિસ્તાન પર ૧૫ રને જીત મેળવી હતી. આની સાથે જ ન્યુઝીલેન્ડે વન ડે શ્રેણી ૫-૦થી જીતી લીધી હતી. સમગ્ર વનડે શ્રેણીમાં શાનદાર દેખાવ કરનાર ગુપ્ટિલની મેન ઓફ ધ મેચ અને સિરીઝ તરીકે પસંદગી કરવામાં આવી હતી. અગાઉ ૧૬મી જાન્યુઆરીના દિવસે રમાયેલી ચોથી વનડે મેચમાં પણ ન્યુઝીલેન્ડે પાકિસ્તાન ઉપર ડેનાઇટ મેચમાં પાંચ વિકેટે જીત મેળવી હતી. ૨૫ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે ન્યુઝીલેન્ડે જીત મેળવી લીધી હતી.તે પહેલવા ડ્યુનેડિન ખાતે રમાયેલી ત્રીજી વનડે મેચમાં ન્યુઝીલેન્ડે પાકિસ્તાન પર ૧૮૩ રને જીત મેળવી હતી. નેલ્સન ખાતે નવમી જાન્યુઆરીના દિવસે રમાયેલી પાંચ વનડે મેચોની શ્રેણીની બીજી વનડે મેચમાં યજમાન ન્યુઝીલેન્ડે પાકિસ્તાન પર ડકવર્થ લુઇસ પદ્ધિતીના આધાર પર આઠ વિકેટે જીત મેળવી હતી. વરસાદ અને ખરાબ હવામાન વચ્ચે ટાર્ગેટને ઘટાડી દેવાની ફરજ પડી હતી. ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે સતત બીજી મેચમાં નિર્ણય લેવાની ફરજ પડી હતી. છઠ્ઠી જાન્યુઆરીના દિવસે વેલિંગ્ટન ખાતે રમાયેલી પાંચ વનડે મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં યજમાન ન્યુઝીલેન્ડે ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે પાકિસ્તાન પર ૬૧ રને જીત મેળવી હતી. ટીમમાં ધરખમ ફેરફારો કરવાની જરૂરીયાત દેખાઇ રહી છે.

Related posts

આઈસીસીએ અંબાતી રાયડૂની બોલિંગ પર રોક લગાવી

aapnugujarat

વિન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની ઘોષણા કરાઈ

aapnugujarat

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન પદથી સ્મિથને હટાવાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1