Aapnu Gujarat
મનોરંજન

પોર્ન સ્ટાર મિયા માલકોવાની ગોડ, સેક્સ એન્ડ ટ્રુથ ૨૬મીએ રજુ કરાશે

સની લિયોન બાદ બીજી પોર્ન સ્ટાર બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. નિર્દેશક રામગોપાલ વર્માની ફિલ્મ ગોડ, સેક્સ એન્ડ ટ્રુથ ૨૬મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં સેક્સી સ્ટાર મિયા માલકોવા રજૂ થનાર છે. રામગોપાલ વર્માએ દાવો કર્યો છે કે જે શ્રેષ્ઠ હશે તે વિજેતા થશે. તેમનુ કહેવુ છે કે તેમની ફિલ્મ અને સુપ્રીમ કોર્ટની મંજુરી મળ્યા બાદ સંજય લીલાની ફિલ્મ પદ્માવત રજૂ થવા જઇ રહી છે. બન્ને ફિલ્મ વચ્ચે જોરદાર સ્પર્ધા રહી શકે છે. રામગોપાલની ફિલ્મને લઇને પણ વિવાદ છે. આને લઇને ટ્‌વીટ કરીને વર્માએ કહ્યુ છે કે તેમની ફિલ્મની પણ પહેલાથી જ ચર્ચા થઇ રહી છે. આ ફિલ્મ ૨૬મી જાન્યુઆરીના દિવસે સવારે નવ વાગે રજૂ કરાશે. મિયા માલકોવા અને દિપિકા વચ્ચે સ્પર્ધા થનાર છે. બીજા ટ્‌વીટમાં વર્માએકહ્યુ છે કે આ ફિલ્મને લઇને ઐતિહાસિક વિવાદ છે તો બીજી ફિલ્મને લઇને સામાજિક વિવાદ છે. વર્માએ ગુગલ એનલિટિક્સનો ફોટો જારી કરીને કહ્યુ છે કે ફિલ્મની પાછળ કેટલીક વાસ્તવિકતા રહેલી છે. વર્માએ દાવો કર્યો છે કે મિયા માલકોવા અમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી કરતા વધારે લોકપ્રિય છે. અત્રે નોંધનીય છે કે ગોડ, સેક્સ અને ટ્રુથ કોઇ પિલ્મ નહી બલ્કે વિડિયો છે. આ વિડિયો છે જેમાં માલકોવા માત્ર સેક્સ અંગે વાત કરે છે. સાથે સાથે તે કહે છે કે તેના માટે તેનુ શુ મહત્વ છે. રામગોપાલ વર્માએ કહ્યુ છે કે સની લિયોની બાદ મિયા બીજી એવી અડલ્ટ સ્ટાર છે જેની સાથે કોઇ ફિલ્મ નિર્માતા દ્વારા કામ કરવામાં આવી રહ્યુ છે. આગામી દિવસોમાં માલકોવાને લઇને પણ દેશમાં ભારે ચર્ચા જાગે તેવી શક્યતા છે. રામગોપાલ વર્મા બોલિવુડની ફિલ્મોને લઇને હમેંશા ચર્ચામાં રહ્યા છે. રામગોપાલ વર્મા વિતેલા વર્ષોમાં પણ કેટલીક ચર્ચાસ્પદ ફિલ્મ બનાવી ચુક્‌યા છે.

Related posts

फिनटेक फर्म के ब्रांड एंबेसडर बने अक्षय

editor

પહેલા મોડલિંગ શૂટ માટે ઐશ્વર્યાને મળ્યા હતા ૧૫૦૦

aapnugujarat

फोर्ब्स एशिया 100 डिजिटल स्टार्स की सूची में बिग बी, अक्षय, आलिया

editor

Leave a Comment

UA-96247877-1