Aapnu Gujarat
મનોરંજન

હિન્દી મિડિયમ-૨ ફિલ્મનું શુટિંગ ટુંક સમયમાં શરૂ

હિન્દી મિડિયમ ફિલ્મને ચારેબાજુ ભારે પ્રશંસા મળ્યા બાદ અને ફિલ્મમાં શાનદાર અભિનય કરવા બદલ અભિનેતા ઇરફાન ખાનને બેસ્ટ અભિનેતા માટેનો એવોર્ડ મળ્યા બાદ ફિલ્મના બીજા ભાગને બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફિલ્મ હિન્દી મિડિયમ-૨ની તૈયારી શરૂ કરવામાં આવી ચુકી છે તેમ જણાવી નિર્માતા ભુષણ કુમારે કહ્યુ છે કે તેના પર કામ જારી છે. ફિલ્મને શાનદાર સફળતા મળ્યા બાદ ુષણ કુમાર અને દિનેશ વીજને કહ્યુ છે કે પટકથા અને સ્ક્રિપ્ટ તૈયાર કરી લેવામાં આવી છે. ટુંક સમયમાં જ ફિલ્મ પર નિર્માણ કામ શરૂ કરવામાં આવનાર છે. દિનેશ વીજને કહ્યુ છે કે ફિલ્મનુ નિર્માણ કામ શરૂ કરવામાં આવ્યા બાદ તેને વહેલી તકે પૂર્ણ કરવામાં આવનાર છે. દિનેશ વીજને પણ કહ્યુ છે કે હિન્દી મિડિયમ-૨ પર સ્ક્રિપ્ટનુ કામ પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. ઇરફાન ખાન જ ભાગ બેમાં કામ કરનાર છે. જેથી શુટિંગ પહેલાના તમામ કામને ઝડપથી પૂર્ણ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. હિન્દી મિડિયમને બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ એક્ટરના એવોર્ડ મળ્યા બાદ ફિલ્મના નિર્માતા ભુષણ કુમારે કહ્યુ છે કે જ્યારે કોઇ એવોર્ડ કાર્યક્રમ યોજાય છે ત્યારે એવુ લાગે છે કે તેમાં મોટા કલાકારો પરફોર્મ કરશે અને એવોર્ડ પણ એ જ લોકો લઇ જશે.
હિન્દી મિડિયમને એવોર્ડ મળ્યા બાદ અમે ખુબ ખુશ છીએ. ભુષણે કહ્યુ છે કે આ વર્ષે અમારી ફિલ્મને ચાર ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે. સહ નિર્માતા દિનેશ વીઝને કહ્યુ છે કે આ ફિલ્મ અમારા માટે ખાસ ફિલ્મ છે. હવે અમે વધારે કન્ટેન્ટવાળી ફિલ્મ બનાવવા જઇ રહ્યા છીએ. ફિલ્મફેર જેવા એવોર્ડ મળ્યા બાદ અમારી અંદર વધારે સાહસની સ્થિતી પૈદા થઇ ગઇ છે. હાલમાં ચર્ચામાં રહેલી હિન્દી મિડિયમ ફિલ્મના વિષયથી તમામ વર્ગના લોકો ભારે પ્રભાવિત થયા છે.

Related posts

કરણી સેનાની અક્ષયને ચેતવણી : ‘પૃથ્વીરાજ’નું ટાઇટલ બદલે

editor

नेहा धूपिया रोडीज के तीसरे सीजन में जज के तौर पर नजर आएंगी

aapnugujarat

સુશાંતના પિતાએ આ એક્ટ્રેસ પર લગાવ્યા ચોંકાવનારા આરોપ, કહ્યું ૧૭ કરોડ મારા દિકરાના…

editor

Leave a Comment

UA-96247877-1