Aapnu Gujarat
મનોરંજન

એમી જેક્સન વધુ ફિલ્મો કરવા તૈયાર

હોટ અને સેક્સી સ્ટાર તરીકે ચર્ચામાં રહેલી અભિનેત્રી જેમી જેક્સનની નવી ફિલ્મ ધ વિલન ૧૪મી ફેબ્રુઆરીના દિવસે રજૂ થવા જઇ રહી છે. જેમાં તે શિવ રાજકુમાર અને સુદીપ સાથે દેખાશે. આ ફિલ્મમાં મિથુનની પણ ભૂમિકા છે. બીજી બાજુ તે હોલિવુડમાં પણ રોલ કરવા જઇ રહી છે. સુપરહિરો ડ્રામા સિરિઝ સુપરગર્લમાં તે કામ કરનાર છે. તે ત્રીજી સિરિઝમાં નજરે પડનાર છે. તે હવે સ્પર્ધામાં ટકી રહેવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. જેક્સન બોલિવુડમાં વધુને વધુ ફિલ્મો કરવા માટે ઇચ્છુક છે પરંતુ તેને ભાષાની તકલીફ હજુ નડી રહી છે. આ તકલીફને દુર કરવા માટે તે તમામ પ્રયાસો પણ કરી રહી છે પરંતુ તે હિન્દી ભાષાને લઇને રહેલી તકલીફ સંપૂર્ણપણે દુર કરી શકી નથી.તેની પાસે સારી ફિલ્મોની ઓફર આવી રહી છે. સાથે સાથે કેરિયર પર પણ ધ્યાન આપી રહી છે જેતી તેના બોલિવુડમાં રહેલા શુભચિંતકો હવે તેને હિન્દી ભાષા પર પ્રભુત્વ મેળવી લેવાની સલાહ આપી રહ્યા છે. તેની પાસે અન્ય ફિલ્મો પણ હાથમાં છે. તેની કેરિયરમાં હાલમાં તે સૌથી મોટા સુપરસ્ટાર સાથે હાલમા કામ કરી રહી છે . એમી જેક્સનને બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે ગણવામાં આવે છે. તેની પાસે આવી જ ફિલ્મોની ઓફર પણ આવી રહી છે. સુપર સ્ટાર બોલિવુડ એમી જેક્સન પાસે તેની કેરિયરની સૌથી મોટી ફિલ્મ આવી ગઇ છે. જેમાં રજનિકાંતની ફિલ્મ ટુ ફિલ્મનો સમાવેશ થાય છે. ફિલ્મમાં દક્ષિણ ભારતના સુપરસ્ટાર અભિનેતા રજનિકાંતની સાથે સાથે અક્ષય કુમાર પણ કામ કરી રહ્યો છે. આ ફિલ્મના કારણે તેની કેરિયરમા નવા પ્રાણ ફુંકાઇ શકે છે. અક્ષય કુમાર ફિલ્મમાં એક ખતરનાક વિલન તરીકે કામ કરી રહ્યો છે. જે મોટા સમાચાર છે. આ ફિલ્મની રજૂઆતની તારીખ વારંવાર ટાળવામાં આવી ચુકી છે જો કે હવે રજૂ થનાર છે.

Related posts

हॉलीवुड में किसी ने मेरे लिए रास्ते नहीं बनाए हैं : प्रियंका

editor

એક ફિલ્મની નિષ્ફળતા પણ ભારે પડે છે : તાપ્સુ

aapnugujarat

अदिति ने पूरी की ‘हे सिनामिका’ की शूटिंग

editor

Leave a Comment

UA-96247877-1