Aapnu Gujarat
રમતગમત

એન્ડરસન સૌથી વધુ વિકેટ ઝડપનાર ફાસ્ટ બોલરોની યાદીમાં નં.૧

ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ફાસ્ટ બોલર ગ્લેન મૈક્ગ્રાના રેકોર્ડને તોડ્યો છે. ઓવલ ટેસ્ટના પાંચમાં દિવસે એન્ડરસને શમીને બોલ્ડ કરીને પોતાના ટેસ્ટ કેરિયરની ૫૬૪મી વિકેટ પૂરી કરી હતી. હવે તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર ફાસ્ટ બોલરોની યાદીમાં મેકગ્રાનો રેકોર્ડ તોડીને પ્રથમ સ્થાને પહોંચી ગયો છે.
ઓવલના મેદાન પર ભારત વિરુદ્ધ પાંચમાં ટેસ્ટની બીજી ઈનિંગ પહેલા એન્ડરસનના નામે ૫૬૧ વિકેટ હતી. પરંતુ તેણે એક ઓવરમાં શિખર ધવન અને ચેતેશ્વર પૂજારાનને આઉટ કરીને મેક્ગ્રાના રેકોર્ડની બરોબરી કરી લીધી છે. ત્યારબાદ અંતિમ દિવસે શમીને આઉટ કરીને મેકગ્રાનો રેકોર્ડ તોડ્યો હતો. આ સાથે એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલરોની યાદીમાં ચોથા સ્થાન પર પહોંચી ગયો છે.
એન્ડરસને ભારતની પ્રથમ ઈનિંગમાં બે વિકેટ ઝડપી હતી. મેચના બીજા દિવસે તેણે પૂજારા અને રહાણેને આઉટ કરીને ભારતને બે મહત્વપૂર્ણ ઝટકા આપ્યા હતા. શનિવારે બે વિકેટ ઝડપતા એન્ડરસની ભારત વિરુદ્ધ ૧૦૭ ટેસ્ટ વિકેટ થઈ ગઈ હતી. તે મુરલીધરને ભારત વિરુદ્ધ ટેસ્ટમાં ૧૦૫ વિકેટ ઝડપી હતી જ્યાં સુધી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલરોની વાત આવે તો પ્રથમ ત્રણ સ્થાનો પર સ્પીનરો છે. મુરલીધરનના નામે ૮૦૦, ઓસ્ટ્રેલિયાના શેન વોર્ન (૭૦૮) અને ભારતના અનિત કુંબલેના નામે ૬૧૯ વિકેટ છે.
૩૬ વર્ષીય એન્ડરસને પોતાની પ્રથમ ટેસ્ટ મેચ ૨૦૦૩માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ રમી હતી. અત્યારે તે ઈંગ્લેન્ડ માટે ૧૪૩મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૪૨ રન આપીને સાત વિકેટ છે. જ્યાં સુધી વનડે ક્રિકેટની વાત છે તો તેણે ૧૯૪ વનડે મેચોમાં ૨૬૯ વિકેટ ઝડપી છે. તો ૧૯ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં તેના નામે ૧૮ વિકેટ છે.

Related posts

वार्नर डे-नाइट टेस्ट से बाहर

editor

पूर्व भारतीय क्रिकेटर कपिल देव को पड़ा दिल का दौरा

editor

ટેસ્ટ ક્રિકેટ આકર્ષક બનાવવી જોઈએ, વન-ડે નિરસ થઈ રહી છે : સચિન તેંડુલકર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1