Aapnu Gujarat
Uncategorized

૨૦ કિલો ચાંદી,૩ તોલા સોનુ ભરેલી બેગ લઈ લૂંટારુ ફરાર

રાજકોટના કરણપરા વિસ્તારમાં આવેલા કબૂતરચોક પાસે ગત રાતે જામનગરના વેપારી પાસેથી ર૦ કિલો ચાંદી અને બેથી ત્રણ તોલા સોનું ભરેલ બેગની બાઈક પર આવેલા ત્રણ શખ્સ લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. લૂંટારુઓએ માત્ર છ સેકન્ડમાં લૂંટની ઘટનાને અંજામ આપી દીધો હતો. વેપારીએ લૂંટારુઓનો પીછો કરવાની કોશિશ કરી હતી, પરંતુ તેઓ સફળ થયા નહોતા. ઘટનાની જાણ થતાં ક્રાઇમ બ્રાંચ, એસઓજી અને એ-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી આરોપીઓની સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ જામનગરના ખંભાળિયાનાકા પાસે રહેતા અને રિદ્ધિસિદ્ધિ જ્વેલર્સના નામે સોના-ચાંદીનાં ઘરેણાં અને કાચામાલનો વેપાર કરતા મહેશભાઇ ગોવિંદભાઇ વજાણિયા (ઉં.વ.પ૦) ગઈ કાલે બપોરે દ્વારકા-ભાવનગર રૂટની એસટી બસમાં રાજકોટ આવ્યા હતા તેમના સાથીમિત્ર અને વેપારી ખંભાળિયાના રમેશભાઇ પણ ખાનગી ટ્રાવેલ્સની બસ મારફતે રાજકોટ આવી ગયા હતા. બંને વેપારીઓ રાજકોટમાં ભેગા થયા હતા અને સોનીબજારમાં સોના-ચાંદીનાં ઘરેણાં સહિતનો માલસામાન અલગ-અલગ વેપારીઓ પાસેથી ભેગો કર્યો હતો. આ બંને વેપારીઓ રાજકોટ અને જામનગરના સોની વેપારીઓને માલ પહોંચાડવાનું કામ કરે છે. ગઈ કાલે અંદાજે દશેક લાખ રૂપિયાનો મુદ્દામાલ મહેશભાઇએ વેપારીઓ પાસેથી જામનગરના ધંધાર્થીઓને આપવા માટે લીધો હતો.

Related posts

બોટાદ ના બરવાળા ગામનું ગૌરવ એવા આર્મી મેન નું વતન માં ભવ્ય સ્વાગત

editor

उमेज में झोपडपट्टी में तेंदुए ने महिला पर हमला किया

aapnugujarat

પાકિસ્તાને મુક્ત કરેલાં માછીમારો નવેમ્બરનાં પ્રથમ સપ્તાહમાં માદરે વતન સોમનાથ પહોંચશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1