Aapnu Gujarat
Uncategorized

બોટાદ ના બરવાળા ગામનું ગૌરવ એવા આર્મી મેન નું વતન માં ભવ્ય સ્વાગત

બરવાળાથી અમારા સંવાદદાતા ઉમેશ ગોરાહવા જણાવે છે કે, બરવાળા ગામ નો યુવાન આર્મી ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ પોતાના વતન બરવાળામાં આવતા આ આર્મી મેન બલરામભાઈ રાવળ નું બરવાળા યુવા ટીમ દ્વારા ધમાકેદાર સ્વાગત કરવામાં આવ્યુ.જેમાં સમગ્ર બરવાળા ના નગરજનો પણ જોડાયા હતા.જેમાં બલરામભાઈ ના સ્વાગત માટે ધોડી અને ડીજે ના તાલે બરવાળા યુવા ટીમ તેમજ બરવાળા ના બલારામભાઈ ના મિત્રો તેમજ તેમનો પરિવાર તેમજ નગરજનો ખુશી થી ડીજે ના તાલ પર દેશભકિત ના ગીતો પર ઝૂમી ઉઠ્યા હતા.જેમાં દેશના આ બરવાળા ના જવાન ના પરિવારો ની આંખો માં ખુશી ના આંસુ આવી ગયા હતા મિત્રો પણ લાગણી માં ગળગળા થઈ ગયા હતા.સર્વે બરવાળા નગરજનો એ જવાન ને બિરદાવ્યો હતો.અને ભારત માતા કી જય જય જવાન વગેરે સૂત્રોચ્ચારો કરી બસ સ્ટેન્ડ ડેપો થી વાજતે ગાજતે ધર સુધી શોભાયાત્રા નીકાળી હતી.જેમાં યુવા ટીમ બરવાળા નો આશય એક જ હતો કે બલરામ ભાઈ નું ભવ્ય સ્વાગત દેશ પ્રેમ જોઈને અન્ય યુવાનો તેમાંથી પ્રેરણા લે અને દેશ ની સેવા મા વધુ મા વધુ બરવાળા ના યુવાનો જોડાવવા માટે આકરી મહેનત બલરામ ભાઈ રાવળ જેમ કરે.આમ સર્વે બરવાળા ના રહીશો એ બલરામ ભાઈ રાવળ ને ફૂલહાર અને તિલક આરતી ઉતારી.

Related posts

મિશન મંગલમ યોજના હેઠળ ગીર સોમનાથ જિલ્લાની મહિલાઓને રૂા.૩૮.૮૪ લાખના ચેકનુ વિતરણ

aapnugujarat

કાંકરેજ તાલુકાના બલોચપુર ખાતે આવેલ પૌરાણિક વિસત માતાજીના મંદિરે જોખણું કરવામાં આવ્યુ

editor

અમદાવાદની સોલા હોસ્પિટલમાં એક મહિનામાં ૩૦૦નાં મોત

editor

Leave a Comment

UA-96247877-1