Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સત્તા પર આવશે તો રામ પથનું નિર્માણ કરશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જેમ કોંગ્રેસે મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ માટે પણ સોફ્ટ હિન્દુત્વનો રસ્તો પકડ્યો હોય તેમ લાગે છે. પહેલા ગૌશાળા બનાવવાનો વાયદો કર્યા બાદ હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યુ છે કે સત્તા પર આવ્યા બાદ કોંગ્રેસ મધ્યપ્રદેશની સરહદ સુધી એક રામ પથનુ નિર્માણ કરાવશે.મેં નર્મદા પરિક્રમા કરી ત્યારે મને લાગ્યુ હતુ કે રામ પથ જરૂરી છે. ભાજપની સરકારે રામ પથ બનાવવાનો વાયદો પુરો કર્યો નથી પણ કોંગ્રેસ સત્તા પર આવશે તો આ પ્રોજેક્ટને ચોક્કસ હાથ પર લેશે.હિન્દુત્વ માટે કોંગ્રેસ હંમેશા ભાજપને ઘેરતુ રહ્યુ છે ત્યારે હવે ચૂંટણીઓ સામે છે ત્યારે કોંગ્રેસે પણ હિન્દુઓને ખુશ કરતા નિવેદન આપવા માંડ્યા છે. ગુજરાતની ચૂંટણી પહેલા પણ રાહુલ ગાંધીએ આવો જ રસ્તો અપનાવીને ગુજરાતના લગભગ તમામ મોટા મંદિરોમાં દર્શન કર્યા હતા.

Related posts

આ વર્ષના અંત સુધી સૌને વેક્સિન લાગી જવાની સુપ્રીમમાં કેન્દ્રની હૈયાધારણ

editor

ભાજપના સાંસદ સની દેઓલને મળી વાય કેટેગરીની સુરક્ષા

editor

PM addresses district collectors from across the country, via video conference, on the theme of “New India – Manthan”

aapnugujarat

Leave a Comment

UA-96247877-1