Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

વડાપ્રધાન મોદી દ્વારા વિરાટ કોહલીનો ફિટનેસ ચેલેન્જ હવે સ્વીકાર

કેન્દ્રિય પ્રધાન અને ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર રાજ્યવર્ધન સિંહ રાઠોડે ટિ્‌વટર પર એક ફિટનેસ ચેલેન્જ શરૂ કર્યા બાદ આને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. રાઠોડે આમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને પણ ચેલેન્જ કર્યો હતો. કોહલીએ આ ચેલેન્જ સ્વીકાર કરીને આને પૂર્ણ કરીને ત્રણ અન્ય લોકોને તેમાં ટેગ કર્યા હતા. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ છે. મોદીએ હવે વિરાટ કોહલીના ચેલેન્જને સ્વીકાર કરીને તેમાં આગળ વધવાનો સંકેત આપ્યો છે. મોદીએ ગુરૂવારના દિવસે ટિ્‌વટ કરીને કહ્યુ છે કે વિરાટ કોહલીના ચેલેન્જને તેઓ સ્વીકાર કરે છે. મોદીએ પોતાના ફિટનેસ ચેલેન્જ વિડિયો ટુંક સમયમાં જ શેયર કરવાની વાત કરી છે. જો કે અનુષ્કા શર્મા અને મહેન્દ્ર સિંહ ધોની તરફથી આ સંબંધમાં હજુ સુધી જવાબ આવ્યો નથી. રાજ્યવર્ધનસિંહ રાઠોડે મંગળવારના દિવસે પુશઅપ્સ કરીને પોતાના એક વિડિયો ટ્‌વીટ કર્યો હતો. રાજ્યવર્ધને આ વિડિયોમાં લોકોને પોતાના ફિટનેસ મંત્રના એક વિડિયો શુટ કરીને શયર કરવા માટે કહ્યુ હતુ. આમાં સ્ટાર ભારતીય બેટ્‌સમેન ઉપરાંત માહિતી અને પ્રસારણ પ્રધાને બોલિવુડ સ્ટાર રિતિક રોશન અને બેડમિન્ટન સ્ટાર સાઇના નહેવાલને ટેગ કર્યો હતો. વિરાટ કોહલી જે હાલના સમયમાં દુનિયાના સારા ખેલાડીઓમાં સ્થાન ધરાવે છે.
વિરાટ કોહલીએ વિડિયોની શરૂઆતમાં કહ્યુ છે કે મિસ્ટર રાઠોડના ચેલેન્જને તેઓ સ્વીકાર કરે છે. સાથે સાથે પોતાની ફેવરીટ કસરત કરે છે. કોહલીએ આ ગાળા દરમિયાન ૨૦ સ્પાઇડર પ્લૈન્ક કર્યા હતા. ત્યારબાદ કોહલીએ કહ્યુ છે કે તે પોતાની પત્નિ અનુષ્કા શર્મા, અમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ધોનીને આના માટે ચેલેન્જ કરે છે.

Related posts

કોલકાતા ટેસ્ટ : જીતની નજીક પહોંચીને ભારત વંચિત જ રહ્યું

aapnugujarat

જમ્મુ કાશ્મીર : ઘુસણખોરીના પ્રયાસમાં ૬ ત્રાસવાદીઓ ઠાર

aapnugujarat

સંઘના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પ્રણવ મુખરજી સંમત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1