Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જમ્મુ કાશ્મીર : ઘુસણખોરીના પ્રયાસમાં ૬ ત્રાસવાદીઓ ઠાર

સેના દિવસ મનાવી રહેલા ભારતીય જવાનોએ આજે જમ્મુ કાશ્મીરમાં મોટી સફળતા હાસલ કરી હતી. ૬ ત્રાસવાદીઓને મોટુ ઓપરેશન હાથ ધરીને ઠાર મારી દેવામાં આવ્યા હતા. ઠાર થયેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારુગોળાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઓપરેશનમાં અન્ય એક ત્રાસવાદી પણ ઠાર થયો હતો. જો કે, તેના અંગે માહિતી મળી શકી નથી. જમ્મુ કાશ્મીર પોલીસના મહાનિર્દેશક સેસ પૌલ વૈદ્યએ કહ્યું છે કે, જૈશે મોહમ્મદના આ ત્રાસવાદીઓ દુલાન્જા ઉરી સેક્ટરમાં ઘુસણખોરી કરવાના પ્રયાસ કરી રહ્યા હતા. જમ્મુ કાશ્મીર પોલીસ, સેના અને સીઆરપીએફની કાર્યવાહીમાં આ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ પહેલા જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોએ શનિવારના દિવસે પણ મોટી આતંકવાદી યોજનાને નિષ્ફળ બનાવી દીધી હતી. આઈઇડીના સુરક્ષા દળોના કાફલા પર મુકીને બ્લાસ્ટ કરવાની યોજના તૈયાર કરવામાં આવી હતી. શ્રીનગરમાં સીઆરપીએફના કમાન્ડિંગ ઓફિસર રાજેશકુમારે કહ્યું છે કે, સુરક્ષા સંસ્થાઓને સવારે ત્રણ વાગે શ્રીનગર બારામુલ્લા હાઇવે પર આઈઈડી હોવાની માહિતી મળી હતી. માહિતી મળ્યા બાદ સ્થાનિક પોલીસ, સેનાના બે રાષ્ટ્રીય રાયફલ, સીઆરપીએફની સંયુક્ત ટીમો દ્વારા ઓપરેશન હાથ ધરાયું હતું. હાલના દિવસોમાં જૈશે મોહમ્મદ અને લશ્કરે તોઇબાના અનેક ઘાતક ત્રાસવાદીઓ અને તેમના લીડરો ફૂંકાઈ ચુક્યા છે. વર્ષ ૨૦૧૭માં સેનાના ઓલઆઉટ ઓપરેશનમાં ૨૦૦થી પણ વધુ ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો. વહેલી પરોઢે બાતમી મળ્યા બાદ જોરદાર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેને સફળતા મળી હતી.

Related posts

નૂહ હિંસાના મામલે કોંગ્રેસના ધારાસભ્ય મમ્મન ખાનની ધરપકડ

aapnugujarat

સરદાર સરોવર બંધ દેશને સમર્પિત : લાખો ખેડુતોને ફાયદો

aapnugujarat

લગ્નમાં ગેસ્ટની સંખ્યા નક્કી કરશે દિલ્હી સરકાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1