Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વિરાટના ફિટનેસ ચેલેન્જ બાદ રાહુલે મોદીને ફ્યુઅલ ચેલેન્જ ફેંક્યો

ફિટનેસ ચેલેન્જર કેમ્પેઇનને લઇને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પ્રહાર કર્યા છે. ટિ્‌વટ કરીને રાહુલ ગાંધીએ કહ્યું છે કે, ડીયર પીએમ એ બાબત જોઇને ખુશી થઇ છે કે, વિરાટ કોહલીના ફિટનેસ ચેલેન્જને તમે સ્વીકારી લીધું છે. હવે તેઓ પણ આપને એક ચેલેન્જ આપવા માંગે છે. રાહુલ ગાંધીએ આગળ લખ્યું છે કે, દેશમાં વધતા જતાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો કરો અથવા તો કોંગ્રેસ પાર્ટી રાષ્ટ્રવ્યાપી આંદોલન કરીને આપને આવું કરવા માટે ફરજ પાડશે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, આપની પ્રતિક્રિયાનો ઇંતઝાર રહેશે. કેન્દ્રીયમંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે શરૂ કરેલા હમ ફિટ તો ઇન્ડિયા ફિટ ચેલેન્જની સોશિયલ મિડિયા ઉપર ખુબ ચર્ચા થઇ રહી છે. બીજી બાજુ મોદીએ ક્રિકેટર વિરાટ કોહલીના ફિટનેસ ચેલેન્જને સ્વીકાર કરીને કહ્યં છે કે, તેઓ ટૂંક સમયમાં જ વિડિયો શેયર કરશે. બીજી બાજુ ફ્યુઅલ પ્રાઇઝના મુદ્દા પર કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષ એકમત છે. ગુરુવારના દિવસે કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ ટિ્‌વટ કરીને કહ્યું હતું કે, મોદીના શાસનકાળમાં ફ્યુઅલની કિંમતો સતત ૧૧માં દિવસે વધી ગઈ છે. તેમના કેબિનેટના મંત્રી ચેતવણી આપે છે કે, જો ફ્યુઅલની કિંમત ઘટશે તો જનકલ્યાણ સાથે જોડાયેલી તમામ યોજનાઓ ઉપર ખર્ચ ઘટી જશે. ફ્યુઅલની કિંમતો ઓછી કરવા માટે વડાપ્રધાન ચાર્જને ઘટાડવાની દિશામાં આગળ વધી રહ્યા નથી. છેલ્લા ચાર વર્ષમાં લૂંટી લેવામાં આવેલા ૧૦ લાખ કરોડ રૂપિયાના ઉપયોગ કરવાના પડકારને મોદી સ્વીકાર કરશે કે કેમ. આ પહેલા લાલૂ પ્રસાસદ યાદવના પુત્ર અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું છે કે, વિરાટ કોહલી દ્વારા આપવામાં આવેલા ફિટનેસ ચેલેન્જને સ્વીકાર કરવાને લઇને અમે વિરુદ્ધ નથી. પરંતુ અમે નિવેદન કરીએ છીેએ કે યુવાનોને રોજગારી, ખેડૂતોને દેવા માફી અને દલિતો અને લઘુમતિઓની સામે હિંસા રોકવાના વચનને પાળીને તેમના પડકારનો સ્વીકાર કરો. તેજસ્વીએ આ રીતે મોદી પર પ્રહારો કર્યા છે.

Related posts

દેશમાં તમામ મદ્રેસાઓ બંધ કરો નહી તો આઇએસનો પ્રભાવ વધશે : રીઝવી

aapnugujarat

મોટી સંખ્યામાં લશ્કરે તોયબાના આતંકવાદી ઘુસણખોરીની ફિરાકમાં : ગુપ્તચર અહેવાલ

aapnugujarat

દેશમાં કોરોનાના ૩.૬૬ લાખ નવા કેસ

editor

Leave a Comment

UA-96247877-1