Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેન્સેક્સમાં ૩૧૮ પોઈન્ટનો ઉછાળો

શેરબજારમાં આજે ફરી એકવાર રિકવરી જોવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૩૧૮ પોઇન્ટ ઉછળીને ૩૪૬૬૩ની સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૮૪ પોઇન્ટ ઉછલીને ૧૦૫૧૪ની ઉંચી સપાટીએ રહ્યો હતો. આ વર્ષમાં હજુ સુધી રૂપિયો સાત ટકાથી પણ વધુ ઘટી ગયો છે. ડિસેમ્બર ૨૦૧૬ બાદથી રૂપિયો સૌથી નીચી સપાટીએ પહોંચ્યો છે. બુધવારના દિવસે ડોલર સામે રૂપિયો ૬૮.૪૬ સુધી પહોંચ્યો હતો. વિશ્વના ત્રીજા સૌથી મોટા તેલ આયાતકાર ભારતમાં ક્રૂડની કિંમતમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. વધતા જતા ખર્ચના કારણે મોંઘવારી વધશે અને ટ્રેડ ડેફિસિટનો આંકડો પણ વધશે. આજે ચાર સપ્તાહમાં પ્રથમ વખત ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં બે ટકાનો ઉછાળો નોંધાયો હતો. આ વર્ષે તેમાં ૧૮ ટકાનો ઉછાળો નોંધાયો છે. ઇન્ફોસીસ અને ટીસીએસમાં ક્રમશઃ ૨.૯ ટકા અને ૩ ટકાનો ઉછાળો નોંધાયો હતો. બીએસ યેદીયુરપ્પાએ ગયા ગુરુવારના દિવસે નાટ્યાત્મક ઘટનાક્રમ વચ્ચે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા પરંતુ શનિવારે રાજીનામુ આપી દીધું હતું. સરકારની રચના કરવા માટે જરૂરી ૧૧૨ના આંકડા સુધી પહોંચવામાં તેઓ નિષ્ફળ નિવડ્યા હતા. જાણકાર લોકોનું કહેવું છે કે, માર્કેટ માટે અન્ય કોઇપણ પરિબળો નકારાત્મકરીતે રહેનાર નથી. ૯મી મેથી ૧૧મી મે દરમિયાન એનબીએફસીનો આઈપીઓ લાવવામાં આવ્યો હતો. ક્રૂડની કિંમત સતત છઠ્ઠા સપ્તાહમાં વધી ગઈ છે. આ સપ્તાહમાં તેની કિંમત બેરલદીઠ ૮૦ ડોલરથી ઉપર પહોંચી ગઈ છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ત્રિશંકુ વિધાનસભા રચાયા બાદ અને ભાજપને સરકાર બનાવવામાં સફળતા ન મળતા તેની પણ અસર દેખાઈ રહી છે. આના પરિણામ સ્વરુપે આર્થિક સુધારાઓની ગતિમાં અસર થઇ શકે છે. ભારતીય જનતા પાર્ટી હજુ કર્ણાટકમાં કયા પગલા લે છે તેના ઉપર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. શેરબજારમાં ગઇકાલે બુધવારના દિવસે જોરદાર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૩૦૬ પોઇન્ટ ઘટીને ૩૪૩૪૫ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૦૬ પોઇન્ટ ઘટીને ૧૦૪૩૦ની સપાટીએ રહ્યો હતો. બેંક ઓફ બરોડા, કેડિલા હેલ્થ કેર, એન્જિનિયર્સ ઇન્ડિયા, હિન્દુસ્તાન કુપર્સ, સન ફાર્મા, ટેક મહિન્દ્ર દ્વારા શુક્રવારના દિવસે તેમના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. કર્ણાટક ઘટનાક્રમની સ્થિતીની અસર પણ બજારમાં જોવા મળી રહી છે. છેલ્લા ૧૦ સપ્તાહમાં સાપ્તાહિક આધાર પર ઇક્વિટીમાં સૌથી વધુ ઘટાડો હાલમાં નોંધાયો હતો. શેરબજારમાં હાલમાં પ્રવાહી સ્થિતિનો દોર જારી રહ્યો છે. આ સ્થિત હાલ યથાવત રહે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. કારણ કે, એકબાજુ ક્રૂડની કિંમત સતત વધી રહી છે જેના પરિણામ સ્વરુપે ક્રૂડ આયાત બિલમાં વધારો થઇ રહ્યો છે. બીજી બાજુ અમેરિકાએ ઇરાન સાથેના પોતાના સંબંધો પરમાણુ સમજૂતિને લઇને તોડી દીધા છે. આવી સ્થિતિમાં ક્રૂડને લઇને અનિશ્ચિતતાનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. વૈશ્વિક બજારમાં એશિયન શેરબજારમાં આજે ઘટાડો રહ્યો હતો. અમેરિકી સરકારે કાર આયાતના મામલામાં નેશનલ સિક્યુરિટી તપાસ શરૂ કરી દીધી છે જેના પરિણામ સ્વરુપે નવા ટેરિફ લાગૂ થાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે. બીજી બાજુ યુએસ ક્રુડની કિંમતમાં ૦.૩ ટકાનો ઘટાડો તથા તેની સપાટી ૭૧.૬૩ રહી છે. જ્યારે બ્રેન્ટની કિંમત ૭૯.૫૦ ડોલર પ્રતિબેરલ રહી છે. ગયા સપ્તાહમાં નવેમ્બર ૨૦૧૪ બાદ પ્રથમ વખત ૮૦ ડોલરની સપાટીએ કિંમત પહોંચી હતી.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

3 J&K political leaders released from Detention on conditions to maintain ‘Good Behaviour’

aapnugujarat

राहुल गांधी -कांग्रेस को टेक्नॉलोजी का जीरो ज्ञान : बीजेपी का पलटवार

aapnugujarat

भारत ने रद्द की दिल्ली-अटारी समझौता लिंक एक्सप्रेस ट्रेन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1