Aapnu Gujarat
બ્લોગ

મનઃ બિમારીનું પ્રવેશદ્વાર

હેન્રી અર્વિંગ નામનો કલાકાર જ્યારે ‘બેલ્સ’ નામના નાટકમાં મરણ પામવાની ભૂમિકા ભજવતો હતો, ત્યારે તેના હૃદય પર ભારે બોજ આવી પડ્યો હોવાથી તેના વૈદ્યે તેને આવી ભૂમિકા ભજવવાની ના પાડી હતી. અને ચેતવણી પણ આપી હતી કે જો હવે પછી આવી કોઇ ભૂમિકા ભજવશે તો તેનું પરિણામ ગંભીર આવી શકે છે.
અર્વિંગે પોતાના જીવન ચરિત્રમાં જણાવ્યું હતું કે, જ્યારે જ્યારે તે મરણના ઘંટોનો અવાજ, સાંભળતો ત્યારે ત્યારે તેના અંતઃકરણ પર થતી અસરથી તે હંમેશા સફેદ પૂણી જેવો થઇ જતો. એમાં કોઇ યુક્તિ ન હતી. પણ શરીર પર માત્ર વિચારો અને કલ્પનાની જ અસર હતી.
આ પરિસ્થિતિમાં વૈદ્યે આપેલી ચેતવણીનો પ્રથમવાર અનાદર કરી હેન્રીએ બ્રેડફર્ડમાં બેલ્સના નાટકમાં પોતાનો ભાગ ભજવ્યો તેથી તેનું હૃદય બોજો સહન કરી શક્યુ નહિઃ ત્યાર પછી ચોવીસ કલાકમાં તે મરણ પામ્યો.
આવો જ એક અન્ય પ્રસંગ પણ યાદ આવે કદાચ એ કાલ્પનિક છે પણ મનની શક્તિ સમજવા માટે ઉપયોગી થશે . મનોવૈજ્ઞાનિકોએ શરીર પર મન અને વિચારોની અસર જાણવા માટે કેદી ઉપર પ્રયોગ કર્યા. જેમાં એક કેદીને આંખે પાટા બાંધવામાં આવ્યા અને જણાવવામાં આવ્યુ કે તમે સાપનો દંશ દેવામાં આવી રહ્યો છે. મૃત્યુદંડની સજા ભોગવતાએ કેદીને સાપના બદલે સોય ભોંકવવામાં આવી પરંતુ તે કેદી મૃત્યુ પામ્યો અને તેના મૃત્યુનું કારણ શરીરમાં ઝેર વ્યાપી જવાથી થયાનું નિદાન આવ્યું.
જ્યારે મૃત્યુદંડની સજા પામેલા અન્ય કેદીને આંખે પાટા બાંધી સાપનો દંશ આપવામાં આવ્યો અને જણાવાયું હે કે સામાન્ય સોય ભોંકાવવામાં આવી છે. નવાઇ અને આશ્યર્યજનક પરિણામ એ આવ્યું કે કેદીને ઝેરી સાપનો દંશ આપવા છતા તેનું મૃત્યુ ન થયું.
આ વાતોનો સાર એટલો જ કે બિમારી શરીરમાં પ્રવેશે એ પહેલા મનમાં પ્રવેશે છે. આપણું શરીર એ આપણા વિચારોનું પરિણામ છે. આપણી સામે હજારો બિમારીઓ અને દવાઓ છે. બધી જ બીમારીઓનું મૂળ તાણ છે. કોઇ પણ પ્રકારની તાણ નકારાત્મક વિચારોથી શરૂ થાય છે. તાણ તો અસર છે પણ કારણ તો નકારાત્મક વિચારો છે.
કોઇ પણ પ્રકારની તાણ નકારાત્મક વિચારોથી શરૂ થાય છે. નકારાત્મક વિચારો તાણની જનની છે. કોઇ પણ વ્યક્તિના શરીરમાં બીમારી સર્જાય તો તેને સાચી વિચારસરણીથી દૂર કરી શકાય છે.
જો ધ્યાનથી વિચારવામાં આવે તો આ વાત એકદમ સાચી લાગે કારણ કે આપણને જ્યારે પણ ઘા થયો હોય તો આપોઆપ રૂઝાઇ જાય છે અને જો થયો હોય તો આપોઆપ રુઝાઇ જાય છે. આપણને બેકટેરિયાનો ચેપ લાગ્યો હોય તો રોગપ્રતિકારક શક્તિ કામે લાગી તે બેક્ટેરિયાને ખતમ કરી દે છે. રોગપ્રતિકારક શક્તિ સાજા થવા માટે જ છે.
સ્વસ્થ માનસિકતા ધરાવતા વ્યક્તિના શરીરમાં રોગ લાંબો વખત રહેતો નથી. આપણું શરીર દરેક સેકન્ડમાં લાખો કોષોનો નાશ કરે છે એ સાથે જ લાખો નવા કોષો સર્જે પણ છે.
હકીકતમાં દરરોજ આપણા શરીરના અમુક ભાગમાં ફેરબદલ થયા કરે છે બાકીના હિસ્સાઓને કેટલાક મહિના લાગે છે તો બીજા ભાગોને એક બે વર્ષો લાગે છે. એનો સીધો અર્થ એ થાય છે કે આપણે થોડાક વર્ષોમાં બિલકુલ નવા શરીરના માલિક બનીએ છીએ.
જો આપણું શરીર કેટલાક વર્ષોમાં ફરબદલ પામતું હોય એ વાત વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલી છે તો પછી કોઇ રોગ વર્ષો સુધી શરીરમાં એ કેવી રીતે બને ? આવું ફક્ત વિચારોના લીધે બને છે. કારણ કે દર્દી સતત બિમારીને જોયા કરે છે. તેમાં સતત ધ્યાન કેન્દ્રિત કર્યા કરે છે.
વિચારના માધ્યમથી આપણે આદર્શ તંદુસ્તી, આદર્શ શરીર, આદર્શ વજન મેળવી શકીએ છીએ. જો આપણને કોઇ બિમારી હોય અને આપણે એનો જ વિચાર કર્યા કરીએ, લોકો સમક્ષ આપણી બીમારીના ગાણા ગાયા કરીએ તો આપણે રોગોના કોષોમાં વૃદ્ધિ કરીએ છીએ. તેની હંમેશા કોઇ પૂછી તો એમ જ જણાવો મજામાં છું બીમારીને તમારા મનના પ્રવેશદ્વારથી જ અટકાવી દો. હંમેશા એવું માનો કે મારી જિંદગી મારી સાથે છે એટલે એ મજામાં જ રહેવાની ને !

આલેખન : મનિષા નિમેષ વાઘેલા

Related posts

ધ્વનિ પ્રદુષણ અંગે જાગૃત્તિ અનિવાર્ય

aapnugujarat

શિવજીનું સ્વરૂપ

aapnugujarat

ડેન્ગ્યુથી હૃદયની કોશિકાઓને પણ નુકસાન પહોંચી શકે છે : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1