Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૨૦૧૯ની તૈયારીઓ શરૂ, શાહે પાર્ટી મોર્ચાના અધિકારીઓ સાથે ઘડ્યો પ્લાન!

ભાજપા અધ્યક્ષ અમિત શાહે પાર્ટી મહાસચિવો અને વિભિન્ન મોર્ચોના અધ્યક્ષોની સાથે ચૂંટણી રણનીતિને લઈને વિચાર-વિમર્શ શરૂ કરી દીધા છે. મહાસચિવો પાસેથી તેમની સાતે જોડાયેલા રાજ્યોની જાણકારી લેવામાં આવી હતી. તેની સાથે મોર્ચોને કહેવામાં આવ્યું છે કે દરેક રાજ્યમાં પોતાના સંગઠનોને ચૂંટણીની તૈયારીઓનું કામ સોંપવામાં આવે. ભાજપા મુખ્યાલયમાં મહાસચિવો અને મોર્ચા અધ્યક્ષોની સાથે બેઠક મળી હતી.
સૂત્રો અનુસાર, મહાસચિવો પાસેથી રાજ્યોની રાજનૈતિક અને ગઠબંધનની સ્થિતિ, તૈયારી, સરકાર અને સંગઠનના કામોની જાણકારી અને ભાવી રણનીતિ પર ચર્ચા થઈ હતી. મહાસચિવોની પાસે રોટેશનના આધાર પર વિભિન્ન રાજ્યોની જવાબદારી છે અને આ રીતે તમામ મહાસચિવ દરેક રાજ્યો સાથે જોડાયેલા છે. લોકસભાની તૈયારી માટે તમામ મોર્ચોને કહેવામાં આવ્યું છે કે તે પોતાના વિસ્તાર માટે યોજના બનાવીને દરેક રાજ્ય, જિલ્લા સ્તર અને દરેક લોકસભા વિસ્તારમાં લાગૂ કરે.
ભાજપાના યુવા, મહિલા, પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અલ્યસંખ્યક મોર્ચા પોતાના વિસ્તારમાં બેઠકો, સંમેલનો મારફતે લોકો સાથે જોડાવવાની કોશિશ કરશે. પાર્ટી તે રાજ્યો માટે વિશેષ રણનીતિ બનાવી રહી છે જ્યાં વિપક્ષી પક્ષોનું ગઠબંધન સંભવ છે. બિહાર-યૂપીમાં એવી સંભાવના સેવવામાં આવી રહી છે કે, પછાત વર્ગ, અનુસૂચિત જાતિ અને અલ્પસંખ્યક મોર્ચાને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.

Related posts

PM मोदी के खिलाफ बोलने पर जेल में डाला जाता है : राहुल गांधी

aapnugujarat

भारतीय नौसेना की समुद्र में बढ़ी ताकत

editor

महबूबाबाद में सड़क हादसा, 6 लोगों की मौत,

editor

Leave a Comment

UA-96247877-1