Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કાશ્મીર : અથડામણમાં બે કુખ્યાત આતંકવાદી ઠાર, વિસ્ફોટકો કબજે

જમ્મુ કાશ્મીર સ્થિત બાંદીપોરા જિલ્લાના પનારના વન્ય વિસ્તારોમાં ત્રાસવાદીઓ અને સેના વચ્ચે ભીષણ અથડામણ થઇ હોવાના હેવાલ મળ્યા છે. જેમાં બે ત્રાસવાદીઓ માર્યા ગયા છે. આ ઉપરાંત આર્મીના એક જવાનનુ પણ મોત થયુ છે. ઠાર થયેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો અને હથિયારનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કાશ્મીર ખીણમાં છેલ્લા દિવસોમાં સુરક્ષા દળો ઉપર અનેક મોટા હુમલા કરવામાં આવી ચુક્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા રમઝાનમાં યુદ્ધવિરામની જાહેરાત બાદ પણ ખીણમાં હિંસાઓની ઘટનાઓ બની છે. ઉત્તરીય કાશ્મીરના બાંદીપોરામાં છેલ્લા છ દિવસમાં અનેક વખત સેના અને ત્રાસવાદીઓ વચ્ચે અથડામણ થઇ છે. એવા ઇન્ટેલિજન્સ હેવાલ મળ્યા છે કે આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદ હાલના દિવસેમાં પાંચ મોટા હુમલાને અંજામ આપવાની તૈયારીમાં છે. સોમવારના દિવસે પણ કુપવારામાં ઘુસણખોરીનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો. રવિવારના દિવસે છ આતંકવાદીઓ ઠાર થયા હતા. રમઝાનના યુદ્ધવિરામના ગાળા દરમિયાન છેલ્લા ૨૦ દિવસમાં ત્રણ ડઝનથી વધુ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. શ્રીનગરમાં જુદી જુદી જગ્યાઓએ ૧૮ ગ્રેનેડો ઝીંકવામાં આવ્યા છે જેમાં ૨૪થી વધુ લોકોના મોત થયા છે. આ વર્ષે જાન્યુઆરીથી હજુ સુધી ૧૪૩ લોકોના મોત થયા છે. જેમાં ૩૭ નાગરિકોનો સમાવેશ થાય છે. ૩૩ સુરક્ષા જવાનો પણ શહીદ થયા છે. ૧૪૩ પૈકી ત્રણ ડઝન લોકોના મોત રમઝાન દરમિયાન થયા છે.બીજા બાજુ સરહદ પર પાકિસ્તાને નાપાક હરકત કરીને ગોળીબાર જારી રાખ્યો છે. ગોળીબાર હેઠળ ત્રાસવાદીઓને ઘુસાડી દેવાના પ્રયાસ થઇ રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં મંગળવારના દિવસે સવારે સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવીને ત્રાસવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બે પોલીસ જવાન શહીદ થયા હતા. અને સીઆરપીએફના ૧૦ જવાન ઘાયલ થયા હતા. પુલવામાં અને અનંતનાગમાં હુમલા કરવામાં આવ્યા હતા. પુલવામામાં કોર્ટ સંકુળની નજીક તૈનાત જમ્મુ કાશ્મીર પોલીસની એક ટીમને ટાર્ગેટ બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો. અનંતનાગમાં પણ સીઆરપીએફની ટીમ પર ગ્રેનેડ હુમલો કર્યો હતો. સરહદ પર એકવાર ફરી પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કરીને ગઇકાલે બુધવારના દિવસે ભીષણ ગોળીબાર કર્યો હતો. જેમાં બીએસએફના ચાર જવાન શહીદ થયા હતા અને અન્ય પાંચ ઘાયલ પણ થયા હતા. જમ્મુના રામગઢ સેક્ટરના ચમલિયાલ પોસ્ટ પર પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરમાં રમઝાનના પવિત્ર મહિના દરમિયાન સ્થિતિમાં સુધારો થયો છે. જેના પરિણામ સ્વરુપે સંઘર્ષ વિરામના ગાળાને વધારવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. સારા પરિણામો મળી રહ્યા છે. સ્થાનિક લોકો પણ સંતુષ્ટ દેખાઈ રહ્યા છે. રમઝાનના ગાળા દરમિયાન સુરક્ષા દળોએ એક સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યા નથી. આ ઉપરાંત કોઇપણ નિવાસી વિસ્તારને ખાલી કરાવ્યા નથી. આનુ પરિણામ એ થયું છે કે, સુરક્ષા દળો અને નાગરિકો વચ્ચે કોઇ અથડામણ પણ થઇ નથી. છેલ્લા ચાર સપ્તાહના ગાળામાં પથ્થરબાજીની ઘટનાઓમાં ૯૦ ટકાનો વધારો થયો છે. સુરક્ષા સ્થળોની સાથે સાથે રાજકીય નેતૃત્વમાં પણ આ બાબતને લઇને ચર્ચા ચાલી રહી છે કે રમઝાનમાં લાગૂ કરવામાં આવેલા સંઘર્ષ વિરામને વધુ આગળ વધારવામાં આવશે.
પાકિસ્તાન તરફથી ત્રાસવાદીઓના ઘુસણખોરીના પ્રયાસને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. આતંકવાદીઓની ઉપસ્થિતિની સ્થિતિમાં પણ સાવચેતી રાખવામાં આવી રહી છે. પાકિસ્તાન તરફથી સરહદ ઉપર સતત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. જો કે પહેલા કરતા સ્થિતીમાં સુધારો થયો છે જેથી નવી આશા દેખાય છે.

Related posts

एलओसी पर पांच साल में २,२२५ बार हुआ सीजफायर उल्लंघन

aapnugujarat

મોદીની પ્રચંડ સફળતા બાદ ભાગવતનો આશાવાદઃ હવે રામનું કામ અવશ્ય થશે

aapnugujarat

We would like to tie up with VBA for Maharashtra Assembly polls : Ajit Pawar

aapnugujarat

Leave a Comment

UA-96247877-1