Aapnu Gujarat
બ્લોગ

’ભાઇજાન’ માટે લકી છે ઇદ

સલમાન ખાન માટે ઇદ હંમેશાથી ખાસ રહી છે. ઇદને સલમાન મટે ખૂબ જ લકી માનવામાં આવે છે. કારણ કે વર્ષ ૨૦૦૯થી સલમાન બોક્સ ઓફિસને ’ઇદી’ આપતો આવ્યો છે. વર્ષ ૨૦૦૯થી ફિલ્મ વોન્ટેડની સાથે આ સિલસિલો શરૂ થયો. પ્રભુદેવાની આ ફિલ્મમાં સલમાનના એક્શન અવતારે એને લાંબા સમય બાદ એક હિટ અપાવી. ૯૦ કરોડની કમાણીની સાથે ’ભાઇજાન’ની વાપસી આ ઇદ રિલીઝથી થઇ. સલમાન સતત ફ્લોપ ફિલ્મોથી પરેશાન હતો. એવામાં ઇદ રિલીઝે એને નવી લાઇફલાઇન આપી.
વર્ષ ૨૦૦૯માં ૫૨ કરોડના ખર્ચથી બનેલી વોન્ટેડે ૧૩૦ કરોડનો બિઝનેસ કર્યો.
૨૦૧૦માં દબંગની રિલીઝ કમાણીનો રેકોર્ડ તોડ્યો અને ૧૪૪ કરોડ કમાણી કરી. ત્યારબાદથી ’ઇદ’ ભાઇજાનના નામ થઇ ગઇ.
વર્ષ ૨૦૧૧માં આવેલી બોડીગાર્ડે ૧૪૯ કરોડનો બિઝનેસ કર્યો.
પછી આવી એક થા ટાઇદર જેને સલમાનને બોક્સ ઓફિસનો સુલતાન બનાવી દીધો.
નિર્માતા અને નિર્દેશકો સલમાન માટે ઇદ લકી માનવા લાગ્યા.
વર્ષ ૨૦૧૪માં કિકના ૨૦૦ કરોડ અને પછી ૨૦૧૫માં બજરંગી ભાઇજાને ૩૩૦ કરોડનો ઇતિહાસ રચ્યો.
સલમાન અહીં નથી અટક્યો, વર્ષ ૨૦૧૬માં સુલ્તાનની ૩૦૦ કરોડે એક નવા ક્લબની શરૂઆત કરી.
પરંતુ સલમાનનું ઇદ મેજિક ટ્યૂબલાઇટ સાથે ચાલ્યું નહીં. ફિલ્મએ ૧૨૦ કરોડની કમાણી કરી પરંતુ દરેક લોકોએ આ ફિલ્મની ટીકા કરી.
જો કે હવે સલમાનને પોતાની આગળની ઇદ રિલીઝ ’રેસ ૩’થી ઘણી આશાઓ છે. જોવાનું એ છે કે સલમાનનું ઇદ મેજિક આ વખતે કામ કરશે કે નહીં. હમેંશાની જેમ ઇદ પર વધુ એક ફિલ્મ સલમાન ખાનની રજૂ કરવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. સલમાન ખાન હવે અતુલ અગ્નિહોત્રીની ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે. આ ફિલ્મ એક કોરિયન ફિલ્મની હિન્દી રીમેક હશે. અન્ય કલાકારોના નામની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. જો કે તૈયારી જોરદારરીતે શરૂ કરાઇ છે. વર્ષ ૧૯૪૭થી વર્ષ ૨૦૦૦ વચ્ચેના ગાળાને રજૂ કરનાર કોરિયન ફિલ્મની હિન્દી રીમેક બનશે. ફિલ્મના નિર્માતા તરીકે અતિલ અગ્નિહોત્રી રહેશે. જ્યારે નિર્દેશન તરીકેની જવાબદારી અલી અબ્બાસ ઝફર સંભાળનાર છે. એપ્રિલ ૨૦૧૮માં આ ફિલ્મનુ શુટિંગ શરૂ કરવામાં આવનાર છે. જ્યારે આને વર્ષ ૨૦૧૯માં ઇદ પર રજૂ કરાશે. વર્ષ ૨૦૧૪ની દક્ષિણ કોરિયન ડ્રામા ફિલ્મ પરથી આ ફિલ્મ બનશે. ઓડ ટુ માય ફાદર નામની ફિલ્મની હિન્દી રીમેક ફિલ્મ રહેશે. આ ફિલ્મમાં તમામ પાસાઓને આવરી લેવામાં આવ્યા છે. ભારત નામથી આ ફિલ્મનુ નિર્માણ કરવામાં આવનાર છે. અતુલે બોડીગાર્ડ જેવી ફિલ્મ સલમાન સાથે મળીને બનાવી હતી. જે બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. આ ફિલ્મ વર્ષ ૨૦૧૧માં રજૂ કરવામાં આવી હતી. બોડીગાર્ડ-૨ ફિલ્મને લઇને હજુ કોઇ વાત અતુલે કરી નથી. જો કે તે આ ફિલ્મનો બીજો ભાગ પણ બનાવવા માટે ઇચ્છુક છે. ફેમિલી ફિલ્મ તરીકે સલમાનની ભારત ફિલ્મ રહેશે તેવી ખાતરી અતુલ આપે છે. અન્ય કલાકારો અને અભિનેત્રીના સંબંધમાં હાલમાં કોઇ વાત કરવામાં આવી રહી નથી. સલમાન પોતે પણ હાલમાં જુદા જુદા પ્રોજેક્ટને લઇને ખુબ વ્યસ્ત છે. શુટિંગ માટે સલમાન પાસેથી સમય મેળવી લેવાના બાબત હાલમાં સરળ નથી. બોલિવુડમાં દબંગ ખાન હાલમાં સૌથી લોકપ્રિય સ્ટાર તરીકે છે. તેની તમામ ફિલ્મો હિટ રહી છે.શ્રીલંકન બ્યૂટી તરીકે ઓળખાતી ટોચની અભિનેત્રી જેક્લીન ફરનાન્ડિસે કહ્યું હતું કે મને સદા સિક્વલ ફિલ્મો ફળતી રહી છે એટલે હું કોઇ સિક્વલની ઑફર આવે તો ના નથી પાડતી. હાલ જેક્લીન સુપર સ્ટાર સલમાન ખાન સાથે રેસ સિરિઝની ત્રીજી કડી કરી રહી છે. રમેશ તૌરાની નિર્મિત આ ફિલ્મનું ડાયરેક્શન રેમો ડિસોઝા કરી રહ્યા છે.જેક્લીને કહ્યું કે અગાઉ મેં કીક, રેસ, હાઉસફૂલ વગેરેની સિક્વલો કરી હતી જે બધી સુપરહિટ નીવડી હતી. છેલ્લે છેલ્લે મેં સલમાન ખાનની જુડવા પરથી બનેલી જુડવા ટુ સિક્વલ કરી હતી અને એ પણ બોક્સ ઑફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી.એટલે મને લાગે છે કે મારા માટે સિક્વલો લકી સાબિત થતી રહી છે. હાલ હું સલમાન ખાન સાથે રેસ થ્રી કરી રહી છું. જુડવા ટુ ફિલ્મે ૨૨૫ કરોડથી વધુ આવક રળવા ઉપરાંત જેક્લીનને સમીક્ષકો અને દર્શકો તરફથી જબ્બર પ્રશંસા સાંપડી હતી. જો કે એની કીક, રેસ ટુ અને હાઉસફૂલ ટુ પણ બોક્સ ઑફિસ પર ૧૦૦ કરોડથી વધુ આવક રળી હતી. જેક્લીને કહ્યું કે સિક્વલો સાથેની મારી નિયતિ મર્ડર ટુથી શરૃ થઇ હતી. ત્યારપછી એવું બનતું રહ્યું કે મારી કરેલી સિક્વલો હિટ નીવડતી રહી એટલે મને એમ લાગ્યું કે સિક્વલો મારા માટે લકી છે.સુપર સ્ટાર સલમાન ખાને કહ્યું હતું કે બોબી દેઓલ હવે બોડી દેઓલ બની ચૂક્યો છે. રેસ થ્રીમાં તમે એ જોઇ શકશો. આ ફિલ્મ માટે બોબીએે ખાસ વર્ક આઉટ દ્વારા પોતાની કાયા બનાવી છે. રેસ થ્રીમાં પહેલીવાર બોબી અને સલમાન બંને ખુલ્લા ડિલે નજરે પડશે. આ ખુલ્લા ડિલમાં બોબીએ કસરત અને પૌષ્ટિક આહાર દ્વારા બોડી બનાવી છે એ જોઇ શકાય છે. એ સંદર્ભમાં સલમાને આ ટકોર કરી હતી.સલમાન તો અગાઉ એક કરતાં વધુ વખત પરદા પર ખુલ્લા શરીરે રજૂ થઇ ચૂક્યો છે. બોબી પહેલીવાર ખુલ્લા ડિલે રજૂ થઇ રહ્યો છે. એક અભિપ્રાય મુજબ ખુદ સલમાને બોબીને કસરતી કાયા બનાવવા માટે કેવો વ્યાયામ કેટલો કરવો અને કેવો આહાર લેવો એની વિગતો સમજાવી હતી અને એે રીતે બોબીએ સખત વર્ક આઉટ કરીને બોડી બનાવી હતી. સલમાને કહ્યું કે અગાઉ ધર્મેન્દ્ર અને બચ્ચન સા’બે જે પ્રકારની એક્શન ફિલ્મો બનાવી હતી એવી ફિલ્મ મેં રેસ થ્રી દ્વારા બનાવવાનો પ્રયાસ કર્યો હતો. અમે બે વર્ષ પહેલાં આ ફિલ્મની સ્ક્રીપ્ટ સાંભળી હતી. ત્યારબાદ મેં રમેશ તૌરાનીને કેટલાક ફેરફાર સૂચવ્યા હતા. એ ફેરફાર થઇ ગયા બાદ ફરી સ્ક્રીપ્ટ સાંભળી હતી અને ત્યારબાદ ફિલ્મ સાઇન કરી હતીઅત્રે એ યાદ રહે કે ખુદ ધર્મેન્દ્રે સલમાનને પોતાના પુત્ર બોબીની ડામાડોળ કારકિર્દીને વેગ આપવા મદદ કરવાની વિનંતી કરી હતી.અભિનેતા સકીબ સલીમે કહ્યું હતું કે સુપર સ્ટાર સલમાન ખાન સાથેની મારી આગામી ફિલ્મ રેસ થ્રી મારી કારકિર્દીને વેગ આપવામાં નિમિત્ત બનશે એવી મને ખાતરી છે.૨૦૧૧માં મુઝ સે ફ્રેન્ડશીપ કરોગી ? ફિલ્મથી અભિનય ક્ષેત્રે પ્રવેશેલા સકીબને હજુ સુધી સુપરહિટ કહેવાય એવી એક્કે ફિલ્મ મળી નથી.એ ઘણા સમયથી બીગ બજેટ કે એ લિસ્ટના કલાકારની ફિલ્મ મેળવવા ઉત્સુક હતો. સદ્ભાગ્યે એને સલમાન ખાને રેસ થ્રીમાં સાથે લીધો. એટલે એ ખૂબ ઉત્તેજિત હતો.સકીબે કહ્યું કે આ લાઇનમાં યોગ્ય વ્યક્તિનું પીઠબળ તમારી કારકિર્દીને વેગ આપવામાં નિમિત્ત બનતી હોય છે. અગાઉ મેં કેટલીક એવી ફિલ્મો કરી જેમાં પાછળથી નિર્માતા પાણીમાં બેસી ગયા હોય. એટલે મારી કારકિર્દીને જોઇતો વેગ મળતો નહોતો. સલમાનભાઇએ મારો હાથ પકડયો એટલે હવે મને લાગે છે કે મારી કારકિર્દીને રેસ થ્રીથી જરૃર વેગ મળશે.આ ફિલ્મમાં સલમાન ખાને ધર્મેન્દ્રના પુત્ર બોબીને પણ તક આપી હતી. છેલ્લા કેટલાક સમયથી બોબીની કારકિર્દી પણ ડામાડોળ હતી. સલમાન ખાન સાથે સારો મનમેળ હોવાથી ધર્મેન્દ્રે એની મદદ માગી અને સલમાને તરત બોબીને રેસ થ્રીમાં લઇ લીધો એટલું જ નહીં પણ ફિટનેસ માટે ખાસ વર્ક આઉટ પણ કરાવ્યો. ત્યારબાદ મિડિયાને કહ્યું કે હવે આ બોબી દેઓલ નથી, બોડી દેઓલ છે.

Related posts

शिवसेना ने मुस्लिम समुदाय का पक्ष लिया….

aapnugujarat

EVENING TWEET

aapnugujarat

EVENING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1