Aapnu Gujarat
Uncategorized

૪૯માં અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા સંમેલનનો સમાપન કાર્યક્રમ તા.૨૦-૦૫-૨૦૧૮નાં રોજ સવારે ૧૧:૦૦ થી બપોરે ૦૧:૦૦ કલાક દરમ્યાન યુનિવર્સિટી પરિસરમાં યોજાઇ ગયો

સમાપન સમારોહમાં આશીર્વાદપ્રદાતારૂપે દેશ-વિદેશમાં અતિપ્રસિદ્ધ એવા ગુજરાતનાં કથાકાર  પૂજ્ય રમેશભાઇ ઓઝા (પૂ.ભાઇશ્રી) ઉપસ્થિત રહ્યાં. 49માં AIOC સંમેલનમાં થયેલ ગહન ચિંતન સમાજની વ્યાવહારિક મુશ્કેલીઓને દૂર કરવામાં કારગત નીવડે એવી આશા વ્યકત કરી. ત્રિદિવસીય સંમેલનના સમાપન કાર્યક્રમમાં આમંત્રણ આપવા બદલ તેમણે યુનિવર્સિટીનો આભાર વ્યકત કર્યો અને યુનિવર્સિટી સાથે કેવી રીતે ભાવનાત્મક રીતે તેઓ જોડાયેલાં છે તેવી લાગણીઓ તેમણે વ્યકત કરી. તેઓશ્રીએ સંસ્કૃત અને સંસ્કૃતિનાં વિટંબણાઓ સાથે મૂલ્યોને ખૂબ જ ભાવાત્મક શૈલીમાં ભાવકોને પીરસ્યાં.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિરૂપે ગુજરાત રાજ્યનાં પૂર્વ-મુખ્ય સચિવ અને હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટનાં સચિવ શ્રી પી.કે.લહરી ઉપસ્થિત રહ્યાં. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળમાં આયોજન કરવા બદલ યુનિવર્સિટીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યાં. તેમનાં વકતવ્યમાં પ્રસિદ્ધ નવલકથાકાર કનૈયાલાલ મુનશીનાં સંસ્કૃત-સંસ્કૃતિ સંવર્ધનનાં પ્રયત્નોને યાદ કરતાં શ્રી સોમનાથ ટ્રસ્ટની ગતિવિધિઓની રૂપરેખા આપી.
49th AIOC સંમેલનના મહાસચિવ સરોજા ભાટેએ વિવિધ સેકશનોમાં એવોર્ડ પ્રાપ્ત કરનારા વિજેતાઓનાં નામ પ્રસિદ્ધ કર્યાં. આગામી ૫૦માં AIOCનાં વિવિધ સેકશન પ્રેસિડેન્ટો તથા AIOCનાં EC સભ્યોનાં નામ પ્રસિદ્ધ કર્યાં. આગામી ૫૦મું AIOC સંમેલન કવિ કાલિદાસ સંસ્કૃત વિશ્વવિદ્યાલય, રામટેક (મહારાષ્ટ્ર)માં યોજાશે એવી જાહેરાત પણ કરી.
સમગ્ર કાર્યક્રમનાં અધ્યક્ષશ્રી એવાં અત્રેની યુનિવર્સિટીનાં કુલપતિ પ્રો.અર્કનાથ ચૌધરીએ સૌનો આભાર વ્યકત કર્યો. સૌની વ્યવસ્થામાં કોઇ ક્ષતિ રહી ગઈ હોય તો બધા વતી તેમણે સૌની ક્ષમા માંગી. ત્રિદિવસીય 49મું અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા સંમેલન સફળ બનાવવા બદલ તમામ પ્રતિભાગીઓ, ઉપસ્થિત મહેમાનો અને સમગ્ર યુનિવર્સિટી પરિવારનો આભાર વ્યક્ત કર્યો.
તમામ દાતા/સહયોગી સંસ્થાઓનું સન્માન કરીને યુનિવર્સિટીએ તેમનો આભાર માન્યો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં કુચીપુડી નૃત્ય કરનાર ભારતની પ્રસિદ્ધ નર્તકી ડૉ.નલિની જોષી, ઉપસ્થિત તમામ AIOC એકઝીકયુટીવ સભ્યો તથા ઉપસ્થિત Sectional Presidentsનો પણ સન્માન કાર્યક્રમ યોજાઇ ગયો.
વિશેષાતિથિરૂપે ઉપસ્થિત વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકાના પ્રમુખ શ્રી જગદીશભાઇ ફ઼ોફંડીએ પ્રસંગોચિત્ત ઉદ્બોધન કરતાં સૌનું સ્વાગત કર્યું.
વિશિષ્ટાતિથિરૂપે ઉપસ્થિત રેયોન ઉદ્યોગના પ્રમુખ શ્રી હરેન્દ્રસિંહ ડાંગરે સૌને પ્રોત્સાહિત કરતાં આ સુંદર આયોજન બદલ યુનિવર્સિટીને અભિનંદન પાઠવ્યાં. તથા અને 49th AIOCના વિદ્વાનો, પ્રતિભાગીઓને પણ સફળતાપૂર્વક આ માંગલિક પ્રસંગને પૂર્ણ કરવાં બદલ અભિનંદન પાઠવ્યાં. મુલ્ય સંવર્ધનની વાત કરતાં તેમણે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની પ્રવૃત્તિઓને બિરદાવી.
મંચસ્થ વિદ્વાન અને 49th AIOCનાં ઉપપ્રમુખ ડૉ.રમાકાન્ત શુકલાએ ’भाति मे भारतम्’ નામની સ્વરચિત સંસ્કૃત કવિતાનું સુસ્વર ગાન કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધાં.
REPORT : BHASKAR VIADYA (SOMNATH)

Related posts

બે દીપડા કુવામાં ખબકયા

aapnugujarat

टेलिकॉम बिजनस से हाथ खींचने की तैयारी में टाटा

aapnugujarat

रवीश कुमार फिनलैंड में भारत के नए राजदूत नियुक्त

editor

Leave a Comment

UA-96247877-1