Aapnu Gujarat
બ્લોગ

ગુજરાતમાં શિક્ષણની અવદશા

ગુજરાત સરકાર દ્વ્રારા શિક્ષણ માટે કરોડોનું બજેટ ફાળવામાં આવે છે તેમ છતા ગુજરાતમાં શિક્ષણની સ્થતિ સતત કથળી રહી છે. ગુજરાત માં ધોરણ ૩-૫ અને ૮ નાં ૩૦ ટકાથી વધુ વિદ્યાર્થીઓને ભાષા, ગણીત અને અન્ય વિષયોમાં વાંચતા ન આવડતુ હોવાનુ સામે આવ્યુ છે.ગુણોત્સવ, પ્રવેશોત્સવ સહીતનાં ઉત્સવો કરીને રાજ્યમાં શિક્ષણનુ સ્તર સુધર્યુ હોવાના દાવાઓ રાજ્ય સરકાર ભલે કરતી હોય પરંતુ સ્થિતી કંઇક અલગ જ છે. કેન્દ્ર સરકાર દ્વારા કરવામા આવેલ નેશનલ એચીવમેન્ટ સર્વેના આંકડાઓ રાજ્યના શિક્ષણની સ્થિતી છતી કરે છે. રાજ્યમાં શિક્ષકો પાસે શિક્ષણ સિવાયના કાર્યો કરાવવામાં આવતા હોવાને લઇને વિવિધ ધોરણોમાં ૪૦ ટકા વિદ્યાર્થીઓને લેખનને વાંચનમાં મુશ્કેલીઓ પડી રહી છે. ગુજરાત માં ધોરણ ૩, ૫ અને ૮નાં ૩૦ ટકાથી વધુ વિધાર્થી ભાષા, એન્વાર્યમેન્ટ સાયન્સ અને ગણિત જેવા વિષયમાં નિષ્ફળ રહે છે. ધોરણ -૫માં એન્વાયરમેન્ટ સાઈન્સ, ભાષા તથા ગણિતનાં વિષયો માં ૪૦ ટકાથી વધારે વિધાર્થી નિષ્ફળ રહે છે. ધોરણ ૫નાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારના ૪૦ ટકાથી વધારે વિધાર્થીઓ એન્વાયરમેન્ટ સાયન્સ, ભાષા તથા ગણિતનાં વિષયોમાં નિષ્ફળ રહે છે.એટલેકે ધોરણ ૮ માં સાયન્સ વિષયમાં ૪૮ વિધાર્થીઓ ભાષા નાં વિષયમાં ૪૦ ટકા વિધાર્થીઓ અને ગણિતમાં ૫૦ ટકા વિધાર્થીઓ સફળ થઇ સકતા નથી એટલેકે તેમેને પૂછાયેલા પ્રશ્નો નો જવાબ આપી સકતા નથી.ધોરણ ૩ના ૩૦ ટકા કરતા વધુ વિધાર્થીઓ અને ધોરણ ૫ અને ૮નાં ૪૦ ટકાથી વધુ વિધાર્થીઓ આ ૩ વિષય માં નિષ્ફળ રહે છે એટલેકે આ ૩ વિષય સંબધીત પ્રશ્નોનો જવાબ વિદ્યાર્થીઓ આપી શકતા નથી.નેશનલ અચીવમેંટ સર્વે મુજબ ગુજરાત સરકારનાં શિક્ષણ ખાતાની ખામીઓ પર નજર કરવામાં આવે તો ૧૮ ટકા સ્કુલોમાં રિપેરિંગની જરૂરિયાત હોવાનુ તેમજ શિક્ષકોએ જે વિષયમાં અભ્યાસ કર્યો છે તેના કરતા અન્ય વિષયોનો અભ્યાસ કરાવવામાં આવતો હોવાનુ સામે ખુદ શિક્ષકોએ કબુલ્યુ છે. એટલે કે સ્પષ્ટ સમજી શકાય છે કે શિક્ષણનુ સ્તર રાજ્યમા સુઘરવાને બદલે કથળી રહ્યુ છે. ત્યારે રાજ્યસરકારના શિક્ષણ વિભાગે અસરકારક પગલા લેવાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે.ગુજરાત સરકાર માટે શિક્ષણ એ પ્રાથમિક્તાનો વિષય જ નથી. શિક્ષણ માટે જે ખર્ચની જોગવાઈ કરવામાં આવે છે તેના પરથી આ પ્રમાણપત્ર તેમને સહેલાઈથી આપી શકાય. શિક્ષણ પાછળના ખર્ચમાં રાજ્ય સરકારની આળસ સ્પષ્ટ પણે દેખાઈ આવે છે. સરકાર શિક્ષણ પાછળ ઓછો ખર્ચ કરે તેનું પરિણામ ગંભીર આવે છે. વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શક્તા નથી. કારણકે, તેમાં ખાનગીકરણ વધ્યું છે. જેઓ માત્ર પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ જ મેળવે છે તેઓ સામાજીક અને આર્થિક રીતે ઊંચા આવી શક્તા નથી. કારણકે, અઢળક પૈસા ખર્ચીને તેમને માટે આગળ ભણવાનું શક્ય જ નથી અને સહેલું પણ નથી.શિક્ષણ એ માનવ વિકાસનું એક અગત્યનું અંગ છે. ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે મોટો વિકાસ થયાના બણગા સરકાર ફૂંક્યા કરે છે પણ વાસ્તવિક્તા તદ્દન જુદી છે. કોલેજમાં આચાર્યો સહીત પુરતાં અધ્યાપકો જ હોતાં નથી. સ્કુલમાં પણ શિક્ષકોની તંગી સ્પષ્ટપણે નજર સમક્ષ હોય છે. ઉપરાંત શિક્ષકને ગુજરાત સરકારે વિદ્યા સહાયકો બનાવીને ખુબ જ શોષણ કર્યું છે. માસીક રૂ. ૨૫૦૦ થી માંડીને અધ્યાપકોને કે શિક્ષકોને ૧૦ થી ૧૫ હજારનો પગાર ચુકવાય તે ક્યાંનો ન્યાય છે ? ૨૦૧૭ની ચુંટણી આવતા પાર્ટટાઈમ કર્મચારીઓ અને વાઉચર પર કામ કરતાં અધ્યાપકો તથા શિક્ષકોનો પગાર થોડો ઘણો વધારાયો છે. તે સારી વાત છે. ખરેખર તો, આ લોકોને કાયમી કરીને તેમનું જીવન ધોરણ સુધારવાની જરૂર હતી. પ્રાથમિક શાળાઓમાં આશરે ૪૦,૦૦૦થી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે. નાના બાળકોના શિક્ષણની સરકારને કાંઈ જ પડી નથી તેવી સ્થિતી છે. ઘણી સ્કુલો અને કોલેજોમાં શિક્ષકો જે વિષયમાં નિષ્ણાંત હોય તે વિષય તેમને ભણાવવાનો ન હોય અને અન્ય વિષયો ભણાવવાનો તેમને આગ્રહ કરવામાં આવે. કોલેજોમાં પણ આશરે ૫,૦૦૦થી વધારે અધ્યાપકોની જગ્યાઓ ખાલી છે. ટેક્‌નીકલ શિક્ષણમાં પણ ૩૦ સરકારી પોલિટેક્‌નીકોમાં ૧,૦૦૦થી વધારે અધ્યાપકોની જગ્યાઓ ખાલી છે અને ૧૬ સરકારી ઈજનેરી કોલેજોમાં અધ્યાપકોની ૫૦૦ થી વધારે જગ્યાઓ ખાલી છે. આ બધી જગ્યાઓ ન ભરવાનું કારણ તેમને ખાનગી કોલેજો અને તેમના માલિકોને માલેતુજાર કરવાનો હેતુ હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. શિક્ષણના ખાનગીકરણથી ઉચ્ચ શિક્ષણની દશા નજરે બગડેલી જણાઈ આવે છે. સરકારે ઈરાદાપૂર્વક ગ્રાન્ટેડ કોલેજોને મારી નાંખવાનો કારસો રચ્યો છે અને નવી ગ્રાન્ટેડ કોલેજો ઊભી થવા દીધી જ નથી. એટલે બીજા શબ્દોમાં કહીએ તો, શિક્ષણનું ખાનગીકરણ લગભગ સંપૂર્ણ પણે કરી નાંખ્યું છે.ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે શું સુધારા હોઈ શકે ? એક કર્મશીલ તરીકે નીચેના મુદ્દાઓ દ્રષ્ટિગૌચર થાય છે. ૧. આગામી ૫ વર્ષ દરમ્યાન કોઈપણ વિદ્યાશાખામાં એક પણ ખાનગી શાળા, કોલેજ કે યુનિવર્સિટીને મંજુરી આપવામાં આવે નહીં. આ વિભાગમાં જેટલી પણ જરૂરીયાત હશે તે બધી જ શિક્ષણ સંસ્થાઓ સરકાર ખોલશે અને નિભાવશે. ૨. જેની પણ સરકાર રચાય તેના ૧૦૦ દિવસમાં રાજ્યની શિક્ષણનિતી જાહેર કરાશે. તે વધુને વધુ લોકકેન્દ્રી શિક્ષણના ઉચ્ચસ્તરો સિધ્ધ કરવાનું ધ્યેય રાખનારી હશે. ખાસ કરીને ખાનગીકરણને પ્રોત્સાહન આપવામાં આવશે નહીં. તેવું તેમાં સ્પષ્ટ પણે જાહેર કરવું પડશે. ૩. આવનાર નવી સરકારે ૧૦૦ દિવસમાં તમામ શિક્ષકોની અને અધ્યાપકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક અસરથી ભરી દેશે. ખરેખર તો, વ્યવસ્થા એવી ગોઠવવી જોઈએ કે, શિક્ષક કે અધ્યાપક નિવૃત થતા હશે તેજ દિવસથી બીજા શિક્ષકની ભરતી થઈ જાય તે અનિવાર્ય છે. ૪. કોઈપણ શિક્ષક કે અધ્યાપકની ઉચ્ચક પગાર ધોરણે નિમણુંક નહીં થાય એટલે કે કાયમી ધોરણે જ નિમણુંક કરવી અનિવાર્ય છે. ૫. કોલેજોમાં અને શાળાઓમાં બિનશૈક્ષણિક કર્મચારીઓની તમામ ખાલી જગ્યાઓ ૧૦૦ દિવસમાં ભરી દેવામાં આવશે.૬. શિક્ષણક્ષેત્રે સરકારની દખલગીરી નહીવત્‌ હોવી જોઈએ. શિક્ષણ વિશેના નિર્ણયો શિક્ષણ શાસ્ત્રીઓ જ કરશે, રાજકારણીઓ નહી. શિક્ષકો અને અધ્યાપકોને પોતાની સંસ્થામાં પોતાના વિચારો રજૂ કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ અને વહીવટદારો અને સરકારે તેમના મંતવ્યો કે વિચારોને સાંભળીને કામ કરવું જોઈએ. ૭. સરકાર દર વર્ષે ગુજરાતના જીડીપીના ૬ ટકા જેટલો ખર્ચ શિક્ષણ પાછળ કરશે અને કોઠારી પંચની ભલામણોનો અમલ કરશે. આતો થોડા ઘણાં શિક્ષણની અવદશા સુધારવાના મુદ્દાઓ લખ્યા છે.

Related posts

प्रशांत भूषण को दंड देना जरुरी है ?

editor

લોકસભા ચૂંટણીમાં ૬૦% સાંસદો બીજી વખત ચૂંટાવામાં નિષ્ફળ

aapnugujarat

પ્રથમ હિન્દુ સાંસદ તુલસી ગબ્બાર્ડ લડશે અમેરિકી પ્રમુખ પદની ચૂંટણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1