Aapnu Gujarat
ગુજરાત

વાસ્મોએ શરૂ કર્યુ છે જળ સંચય અને જળ સંરક્ષણ જનજાગૃતિ અભિયાન

રાજ્ય સરકારના સુજલામ સુફલામ જળ સંચય અભિયાન-૨૦૧૮ને વેગ અને પીઠબઢ આપવા તેમજ લોકોને પાણી બચાવવા અને સ્વચ્છ રાખવાની બાબતમાં સતર્ક કરવા જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ(વાસ્મો), વડોદરાએ માહિતી અને શિક્ષણનું જિલ્લાવ્યાપી અભિયાન શરૂ કર્યુ છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૨૩૩ ગામો અને ૯૩ વસાહતો(પરાઓ)ને આવરી લઇને ‘ જલ હી જીવન હૈ ’નો સંદેશ આપીને, લોકોમાં જાગૃતિનો સંચાર કરવામાં આવ્યો છે.

વાસ્મોના શ્રી ભરતભાઇએ જણાવ્યુ હતું કે ઉપરોક્ત ગામો અને પરાઓમાં પાણીની કરકસર અને જળ સંચયનું મહત્વ, જળ સંચયની પધ્ધતિઓ અને તેના લાભો, પાણીની ગુણવત્તા, પાણી પુરવઠાને લગતી ફરિયાદો નોંધાવવા માટે ટોલ ફ્રી નંબરની વ્યવસ્થા ઇત્યાદિની જાણકારી આપતા બ્રોશર અને પોસ્ટર્સનું વિતરણ કરવામાં આવ્યુ છે.

જિલ્લાના ગામોમાં ગ્રામ પાણી પુરવઠા યોજનાઓનું સંચાલન કરવા ગ્રામ પંચાયતોની પેટા સમિતિ તરીકે પાણી સમિતિઓ કાર્યરત કરવામાં આવી છે. અભિયાનના ભાગરૂપે ૫૩ સમિતિઓની જળ સભા(બેઠક) યોજીને તળાવને ઉંડા કરવાથી થતા લાભો, તેમાં લોક સહયોગથી જરૂર જેવી બાબતોની સમજણ આપવામાં આવી છે. જ્યારે ૫૨ ગામોમાં જળ બચાવો, જળ સ્વચ્છ રાખોનો સંદેશ આપતા ભીંતસૂત્રો લખાવવામાં આવ્યા છે. હાલમાં પણ જનજાગૃતિ અભિયાન જોશભેર ચલાવવામાં આવી રહ્યુ છે.

ઘણાં ગામો પાણી બચાવવા, કરકસરભર્યો ઉપયોગ કરવા અને પાણીને સ્વચ્છ રાખવાની બાબતમાં પ્રેરણાપ્રદ કામો કરી રહ્યા છે. વાસ્મો ધ્વારા ૦૨ ગામોની પાણી સમિતિના સદસ્યો અને ગ્રામજનોને આવા ગામોનો પ્રેરણા પ્રવાસ કરાવીને, તેમની જળસિધ્ધિથી માહિતગાર કરવામાં આવ્યા છે અને પોતાના ગામોમાં આ પરંપરાઓ અપનાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. આવા વધુ ૪ પ્રેરણા પ્રવાસો યોજવામાં આવી રહ્યા છે.

ગ્રામ પાણી પુરવઠા યોજનાના પ્રસ્થાપનો એટલે કે વોટર વર્કસ, કુવા, બોરવેલ અને ચેકડેમ્સ ઇત્યાદિથી સ્વચ્છતાની જાળવણી સ્વચ્છ અને આરોગ્યપ્રદ પાણી મળવાની ખાત્રી આપે છે. દુષિત પાણી ઘણાં રોગોનુ મૂળ છે એટલે વાસ્મો ધ્વારા અભિયાન હેઠળ ૫૦ ગામોમાં પાણી સમિતિઓના સદસ્યો અને ગ્રામજનોના સહયોગથી પાણી પુરવઠાના ઘટકોની સફાઇના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આ રીતે લોકોને પાણી યોજનાના ઘટકોની સફાઇ કરવા અને જાળવવા પ્રેરીત કરવામાં આવ્યા છે. આમ, વાસ્મો, વડોદરા ધ્વારા સુજલામ સુફલામ જળ સંચય અભિયાન : ૨૦૧૮ને સફળ બનાવવા સઘન જન જાગૃતિ અને જન શિક્ષણ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે.

Related posts

રાજ્યમાં વેરઝેર ફેલાવવાના ષડયંત્રમાં કોંગ્રેસ ખુલ્લી પડી ગઈ

aapnugujarat

બોલો..ઉર્જા મંત્રીની હાજરીમાં જ ધોળા દિવસે લાઇટ ચાલુ રાખી ઉર્જાનો વ્યય કરાયો

aapnugujarat

પંજાબી વેપારીઓનું અપહરણ કરી ખંડણી માંગનાર ઝડપાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1