Aapnu Gujarat
ગુજરાત

પંજાબી વેપારીઓનું અપહરણ કરી ખંડણી માંગનાર ઝડપાયો

શહેરમાં દિવસે ને દિવસે અપહરણ, લૂંટ અને ખંડણીનું પ્રમાણ વધી રહ્યું છે. ગુનેગારો હાલ બેફામ બની રહ્યા છે. તાજેતરમાં વધુ એક અપહરણ કરી ખંડણી માગવાની ઘટના સામે આવી છે. આ વખતે અપહરણ કરનાર કોઇ રીઢો ગુનેગાર કે અસામાજિક તત્વ નહી પરંતુ ખુદ સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ હતો. પંજાબના બે વેપારીઓને હવાલામાં કમીશન આપવાના બહાને અમદાવાદ ખાતે બોલાવી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને તેમને અમદાવાદની એક હોટલમાં ગેરકાયદે રીતે ગોંધી રાખી તેમની પાસેથી રૂ.૧૦ લાખની ખંડણી માંગી હતી. જો કે, બાદમાં એસીબી અને નવરંગપુરા પોલીસની સમયસૂચકતાના કારણે પોલીસે બંને વેપારીઓને હેમખેમ છોડાવી લીધા હતા અને આરોપી સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ ગજેન્દ્ર સિંહ વિહોલની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપી ગજેન્દ્રસિંહ વિહોલ પાસેથી રૂ.૩૯ હજારથી વધુની રોકડ સહિતનો મુદ્દામાલ પણ જ્પ્ત કર્યો હતો. દ્વારા એરપોર્ટ પરથી ૨ લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતુ. ત્યાર બાદ તેમની પાસે ૧૦ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. આ મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ ગુનામાં કોન્સ્ટેબલના સાગરિતોની શોધખોળ જારી રાખી છે. આ અંગેની વિગત એવી છે કે, મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે રહેતા ગુંજનભાઇ વૈદ્યના ચંદીગઢ ખાતે રહેતા મિત્ર શિવમ્‌ કૌશલનો ગઇકાલે ગુંજનભાઇ પર ફોન આવ્યો હતો કે, મારા કાકાને અમદાવાદ પોલીસે પકડયા છે અને આશ્રમરોડ પરની કદમ હોટલમાં ગોંધી રાખ્યા છે. પોલીસ દ્વારા રૂ. બે લાખની માંગણી કરાઇ છે અને તેમનો સંપર્ક કરી મદદની માંગ કરી હતી. શિવમના અમદાવાદમાં રહેતા પૂજન નામના મિત્રએ પંજાબના બળદેવસિંહ સાથે તા.૧૦મી એપ્રિલે વાત કરી જણાવ્યું હતું કે, તેના રૂપિયા દુબઇમાં પડયા છે અને આ રૂપિયા ભારતમાં લાવવા માટે જીએસટી વધુ લાગે તેમ છે , તેથી જો તમારા કોઇ ઓળખીતા દુબઇમાં હોય તો પૈસાનું સેટીંગ થઇ જાય તેમ છે અને આ માટે હું તમને પાંચ ટકા કમીશન આપીશ. જેથી બળદેવસિંહે પૂજનને તેમના ઓળખીતા દુબઇમાં હોવાનું જણાવ્યું હતું. હવાલા કમીશનની લાલચમાં બુધવારે બળદેવસિંહ અને તેમના મિત્ર સુરેન્દ્રસિંહ રાત્રે ૮-૪૫એ ફલાઇટમાં અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા. જયાં પૂજને બે યુવકોને તેમને રિસીવ કરવા મોકલ્યા હતા. આ બંને યુવક બળદેવસિંહ અને સુરેન્દ્રસિંહને ગાડીમાં લઇ જતા હતા તે દરમ્યાન રિવરફ્રન્ટથી ખેતલાઆપા ચાની કિટલી પાસે બે વ્યકિતઓએ ગાડી રોકાવી હતી અને ગજેન્દ્રસિંહ નામના શખ્સે કાર્તિક કોણ છે તેમ કહી તેઓને નીચે ઉતાર્યા હતા. રિસીવ કરવા આવેલા શખ્સે પોતે કાર્તિક હોવાનું જણાવ્યું હતું, તેથી ગજેન્દ્રસિંહે તારૂં નામ પૂજન છે અને અગાઉ તું હવાલાકાંડમાં ઝડપાઇ ગયો છે તેમ કહી ગાડીમાંથી બે વ્યકિતોને ઉતારી રવાના કરી દીધા હતા, જયારે પંજાબથી આવેલા બંને વેપારીઓને અપહરણ કરી શહેરના આશ્રમરોડ પરની હોટલ ક્રિસ્ટલમાં ગોંધી રખાયા હતા, જતાં તેમની મુકિત માટે તેમની પાસેથી રૂ. દસ લાખની ખંડણી માંગવામાં આવી હતી. ચંદીગઢના શિવમ્‌ે તેના કાકા બળદેવસિંહનો મોબાઇલ નંબર વિસનગરના ગુંજનભાઇને આપ્યો હતો. ગુંજનભાઇએ તેમના મિત્ર દેવેન્દ્રસિંહ અને લાલાભાઇને આ ઘટના અંગે જાણ કરી હતી, તેથી લાલાભાઇએ બળદેવસિંહને ફોન કરી વાતચીત કરી હતી, તેથી સમગ્ર મામલો જાણમાં આવ્યો હતો. બાદમાં દેવેન્દ્રસિંહે એસીબીમાં નોકરી કરતાં તેમના સગા ભાવનાબહેનને વાત કરતાં આ પ્રકરણમાં ગાંધીનગર એસીબીના અધિકારીઓએ નવરંગપુરા પોલીસની મદદથી સમગ્ર ઓપરેશન પાર પાડી પંજાબના અપહ્યુત વેપારીઓને છોડાવ્યા હતા અને આરોપી સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહ વિહોલની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી સાથે આ ગુનામાં સંડોવાયેલા તેના સાગરિતોની પણ ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

રૂપાણી કેબિનેટમાં ફેરફાર : સાત મંત્રીઓ ઘરભેગા થાય તેવી શક્યતા

editor

સાલોજ ગામ પાસેથી વિદેશી દારૂ ઝડપાયો

editor

વયોવૃદ્ધ પટેલને લાફો મારનાર રાવળનું નામ ફરી ચર્ચામાં રહ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1