Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૧૦ કરોડ સુધી રોકાણવાળા સ્ટાર્ટઅપને ટેક્સમાં છુટછાટ

સરકારે એન્જલ ઇન્વેસ્ટરના કન્ટ્રીબ્યુશન સહિત ૧૦ કરોડ સુધીના કુલ રોકાણવાળા સ્ટાર્ટઅપને ટેક્સ છુટછાટની મંજુરી આપીને ઉભરી રહેલા કારોબારીઓને મોટી રાહત આપી દીધી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, સ્ટાર્ટઅપમાં હિસ્સેદારી મેળવવાને ઇચ્છુક એન્જલ ઇન્વેસ્ટર્સની લઘુત્તમ સંપત્તિ બે કરોડ રૂપિયા અથવા તો છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષમાં ૨૫ લાખ રૂપિયાથી વધારાની સરેરાશ રિટર્ન આવક રહે તે જરૂરી છે. મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, નોટિફિકેશન મારફતે આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે, સુધારાની સાથે હવે સ્ટાર્ટઅપ માટે ફંડનું મૂલ્યાંકન પણ કરવામાં આવશે અને આ પ્રક્રિયા સરળ બનશે. ટેક્સમાં રાહત આપવાના નિર્ણયથી સ્ટાર્ટઅપને વધુ પ્રોત્સાહન મળી શકે છે. આમા એમ પણ જણાવવામાં આવ્યું છે કે, નવા કારોબાર શરૂ કરવામાં મદદ મળશે. સ્ટાર્ટઅપ અર્થશાસ્ત્રીઓ અને ઉદ્યોગ કારોબારને પ્રોત્સાહન મળશે. દેશમાં રોજગારીની તકો પણ મળશે. ઇન્કમટેક્સ એક્ટ ૧૯૬૧ની કલમ ૫૬ હેઠળ અનેક સ્ટાર્ટઅપે એન્જલ ફંડથી જોડાયેલા કરવેરાને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. આ સેક્શનની જોગવાઈ એનટીટીને મળેલા ફંડના ટેક્સેસન સાથે જોડવામાં આવ્યા છે. સ્ટાર્ટઅપને સતત સાત મૂલ્યાંકન વર્ષમાં ત્રણમાં ઇન્કમટેક્સ બેનિફિટ મળી શકે છે. આ છુટછાટનો લાભ લેવા માટે સ્ટાર્ટઅપને આઠ સભ્યોવાળા ઇન્ટર મિનિસ્ટ્રીયલ બોર્ડ ઓફ સર્ટિફિકેશન સાથે સંપર્ક કરવાનો રહેશે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશનના જાહેરનામામાં કેટલીક બાબતોનો ઉલ્લેખ કરાયો છે.

Related posts

બજારમાં તેજી : સેંસેક્સ ૧૬૨ પોઇન્ટ સુધરી બંધ રહ્યો

aapnugujarat

मुंगेर गोलीकांड पर बोले राउत – ऐसी घटना दूसरे राज्य में होती तो भाजपा राष्ट्रपति शासन की मांग करती

editor

सेना का मनोबल गिराने की कर रहे प्रतियोगिता : कांग्रेस नेताओं पर बरसे रविशंकर प्रसाद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1