Aapnu Gujarat
ગુજરાત

બિટકોઇન કેસ : આરોપીઓ સોમવાર સુધી રિમાન્ડ ઉપર

સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી બિટકોઇન પડાવી રૂ.૩૨ કરોડની હવાલા મારફતે ટ્રાન્સફર કરવાની માંગણીના ચકચારભર્યા પ્રકરણમાં અત્રેની સ્પેશ્યલ એસીબી કોર્ટે આજે આરોપી હેડ કોન્સ્ટેબલ બાબુ વાજસુર ડેર, વિજય મૂળજી વાઢેર અને કેતન ધીરૂભાઇ પટેલને વધુ ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો. અગાઉ કોર્ટે આપેલા પાંચ દિવસના રિમાન્ડની મુદત પૂરી થતાં સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ આજે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તેમના વધુ રિમાન્ડ માંગ્યા હતા, જેમાં કોર્ટે ત્રણેય આરોપીઓને વધુ ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપ્યા હતા. આરોપી હેડ કોન્સ્ટેબલ બાબુ વાજસુર ડેર, વિજય મૂળજી વાઢેર અને કેતન ધીરૂભાઇ પટેલને આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સ્પેશ્યલ એસીબી કોર્ટમાં રજૂ કરાયા હતા, જયાં મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે આરોપીઓના વધુ રિમાન્ડની માંગણી કરતાં જણાવ્યું હતું કે, આરોપીઓના અગાઉના પાંચ દિવસના રિમાન્ડ દરમ્યાન બીટ કોઇન કેસમાં ઘણી ચોંકાવનારી અને સંવેદનશીલ માહિતીઓનો ખુલાસો થયો છે. આ સમગ્ર મામલામાં મોટાપાયે આંગડિયા મારફતે રોકડ રૂપિયાની હેરાફરી થયાની પૂરી શકયતા હોઇ તે દિશામાં તપાસ કરવાની છે. આરોપીઓને સાથે રાખી મુંબઇ સહિતના સ્થળોએ મામલાના મૂળ સુધી પહોંચવા તપાસ કરવી જરૂરી છે અને તેથી તેઓના વધુ રિમાન્ડ કોર્ટે મંજૂર કરવા જોઇએ. ઉલ્લેખનીય છે કે, સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટની ફરિયાદના આક્ષેપો મુજબ, અમરેલી પોલીસના આરોપી કર્મચારીઓ અને અધિકારીઓએ ગત તા.૧૧-૨-૨૦૧૮ના રોજ તેમનું અપહરણ કરી, તેમની પાસેથી ૨૦૦ બિટકોઇન પડાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, એ વખતે રૂ.૩૨ કરોડ હવાલાથી ટ્રાન્સફર કરી આપવાની ખાતરી આપતાં તેમને પાછળથી છોડી મૂકાયા હતા. તાજેતરમાં જ આ સમગ્ર મામલામાં સીઆઈડી ક્રાઇમના અધિકારીઓની જુદી જુદી છ ટીમોએ અમરેલીમાં પોલીસ પર અચાનક દરોડા પાડ્‌યા હતા. જેને પગલે રાજયભરના પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી. સીઆઈડી ક્રાઈમ દ્વારા એલસીબી પી.આઈ. અનંત પટેલ સહિત ૮ પોલીસકર્મી પર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ઉપરોકત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

Related posts

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ટોલટેક્સમાં વધારો

aapnugujarat

ભૂજ સ્વામિનારાયણ મંદિર દ્વારા માંડવી તાલુકાના પીયાવા ખાતે નવનિર્મિત કન્યાવિદ્યામંદિરનું મુખ્યમંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું

aapnugujarat

ચેઇન સ્નેચિંગના ગુનામાં પાંચથી દસ વર્ષની સજા થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1