Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

શેરબજાર કર્ણાટકના પરિણામ પહેલા ફ્લેટ : વેપારી સાવચેત

શેરબજારમાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામના એક દિવસ પહેલા ફ્લેટ સ્થિતિ રહી હતી. બીએસઈ સેંસેક્સ ૨૧ પોઇન્ટ ઉછળીને ૩૫૫૫૭ની સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૧૦૮૦૬ની સપાટીએ રહ્યો હતો. તેમાં કોઇ ફેરફારની સ્થિતિ જોવા મળી ન હતી. બેંકિંગ શેરોમાં આજે બાવન સપ્તાહની નીચી સપાટી જોવા મળી હતી. આવતીકાલે ચાવીરુપ પરિણામો જાહેર કરવામાં આવનાર છે. કોર્પોરેટ કમાણીના આંકડા બજારની દિશા નક્કી કરશે. આવતીકાલે ૧૫મીના દિવસે લ્યુપિન, પંજાબ નેશનલ બેંક, બ્રિટાનિયા, રિલાયન્સ કોમ્યુનિકેશન અને સિન્ડિકેટ બેંકના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. આઈટીસી, જેએસડબલ્યુ સ્ટીલ, તાતા સ્ટીલના પરિણામ બુધવારે જાહેર થશે. જેકે ટાયર અને વોલ્ટાજના ૧૭મીએ જાહેર થશે. અશોલ લેલેન્ડ, બજાજ ઓટો, દાલમિયાં ભારત, ડેન નેટવર્કના પરિણામ ૧૮મી મેના દિવસે જાહેર કરવામાં આવનાર છે. આવી જ રીતે ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટના પરિણામને લઇને પણ ચર્ચા છે. વૈશ્વિક બજારોની વાત કરવામાં આવે તો ૪ મહાકાય બેંકોના પરિણામ પણ આશ્ચર્ય સર્જી રહ્યા છે. શુક્રવારના દિવસે ક્રૂડની કિંમતોમાં ઘટાડો થયો હતો. જો કે, ક્રૂડની કિંમત ટૂંકા ગાળામાં બેરલદીઠ ૮૦ ડોલરની સપાટી ઉપર પહોંચી શકે છે. આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધુ ભડકો થઇ શકે છે. છેલ્લા સપ્તાહમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન પરમાણુ સમજૂતિમાંથી બહાર નિકળી જવાનો નિર્ણય કર્યો હતો. જો ઇરાનમાં અંધાધૂંધીના લીધે તેલ કિંમતો નવેસરથી ઉંચી સપાટી ઉપર જશે તો ભારત સહિત વૈશ્વિક અર્થતંત્ર ઉપર તેની પ્રતિકુળ અસર થશે. દરમિયાન ડબલ્યુપીઆઈ ફુગાવો એપ્રિલ મહિનામાં ચાર મહિનાની ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. માર્ચ મહિનામાં ૨.૪૭ ટકા ડબલ્યુપીઆઈ ફુગાવો હતો જે વધીને હવે ૩.૧૮ ટકા થઇ ગયો છે. શાકભાજી ઘઉંના ભાવમાં ઘટાડો થયો છે. આજે જારી કરવામાં આવેલા આંકડા મુજબ ડબલ્યુપીઆઈ ફુગાવો ગયા વર્ષે એપ્રિલ મહિનામાં ૩.૮૫ ટકા હતો. માર્ચ ૨૦૧૮માં સીપીઆઈ અને ડબલ્યુપીઆઈના આંકડા ક્રમશઃ ૪.૨૮ અને ૨.૪૭ ટકા રહ્યા હતા. કઠોળ, શાકભાજી અને ઘઉં તેમજ ઇંડાની કિંમતોમાં ઘટાડો થયો છે. કિંમતોમાં ઘટાડો થતાં સામાન્ય લોકોને રાહત પણ થઇ છે. શાકભાજીના ભાવમાં પણ ઘટાડો થયો છે.
મેન્યુફેક્ચર્ડ વસ્તુઓમાં ફુગાવો વધીને ૩.૧૧ ટકા રહ્યો છે. જે એક મહિના પહેલાના ગાળામાં ૩.૦૩ ટકા હતો. ઇંડા, ફિશ માટેના ફુગાવામાં પણ ઘટાડો થયો છે. ડબલ્યુપીઆઈ ફુગાવામાં વધ્યા બાદ આરબીઆઈ અને સરકારને રાહત મળી શકે છે. ડબલ્યુપીઆઈ ફુગાવો વધતાં આરબીઆઈ અને સરકારની ચિંતામાં વધારો થયો છે. આજે ડબલ્યુપીઆઈ ફુગાવાના આંકડા શેરબબજારના કારોબાર બાદ જારી કરવામાં આવ્યા હતા. હાઈસ્પીડ ડિઝલની કિંમતમાં એપ્રિલ મહિનામાં વધારો થયો છે. એપ્રિલમાં પેટ્રોલની કિંમતમાં ૯.૪૫ ટકાનો વધારો થયો છે જે માર્ચ મહિનામાં ૨.૫૫ ટકાનો વધારો હતો. બીજી બાજુ એલપીજીની કિંમતમાં ૧૧ ટકાના દરે ઉલ્લેખનીય ઘટાડો થયો છે. એનર્જી કેટેગરીમાં ફુગાવો ચાર મહિનાની ઉંચી સપાટીએ છે.
અગાઉના મહિનામાં આ આંકડો ૪.૭૦ ટકા હતો જેની સામે વધીને ૭.૮૫ ટકા થયો છે.

Related posts

घोटाले से उबरने में नाकाम रही पंजाब नैशनल बैंक ?

aapnugujarat

ઈતિહાસના સૌથી મોટા જળ સંકટ સામે ઝઝૂમી રહ્યો છે દેશઃ નીતિ આયોગ

aapnugujarat

अब तीन तलाक बिल को राष्ट्रपति कोविंद ने दी मंजूरी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1