Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઈતિહાસના સૌથી મોટા જળ સંકટ સામે ઝઝૂમી રહ્યો છે દેશઃ નીતિ આયોગ

પીવાનું ચોખ્ખુ પાણી ન મળવાના કારણે દર વર્ષે બે લાખ લોકોના મોત નીપજે છે

દેશના ઘણા રાજ્યોમાં પાણીની અછતથી લોકો ઝઝુમી રહ્યાં છે ત્યારે નીતિ આયોગના રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. નીતિ આયોગ દ્વારા ગુરુવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે દેશની અડધી વસ્તી પાણીની અછત સહન કરી રહી છે. જ્યારે ૭૫% વસ્તીને પીવાના પાણી માટે દરરોજ ભટકવું પડે છે. તેમજ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે,વર્ષે લગભગ ૨ લાખ લોકો પાણીની અછતથી મરી રહ્યાં છે. નીતિ આયોગના જળ વ્યવસ્થાપન આંક પ્રમાણે, દેશ ઇતિહાસના સૌથી મોટા જળ સંકટથી ઝઝુમી રહ્યું છે.
જળ સંસાધન મંત્રી નિતિન ગડકરીએ નીતિ આયોગનો જળ વ્યવસ્થાપન આંક જાહેર કર્યો છે. જે બાદ આ વાત સામે આવી છે. આ રિપોર્ટ પ્રમાણે લગભગ ૬૦ કરોડ લોકો પાણીની ભયંકર અછતથી ઝઝુમી રહ્યાં છે. જ્યારે ૭૫% લોકોના ઘરોમાં પીવાનું પાણી નથી મળી રહ્યું. ૮૪% ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં પાઇપ લાઇનથી પાણી નથી પહોંચી શકતું. દેશમાં લગભગ ૭૦% પાણી પાવા લાયક નથી. જ્યારે વૈશ્વિક જળ ગુણવત્તા સુચકઆંકમાં કુલ ૧૨૨ દેશોમાં ભારત ૧૨૦માં સ્થાને છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે, દેશ હાલ સૌથી મોટા જળસંકટથી ઝઝુમી રહ્યું છે. જ્યારે આ રિપોર્ટમાં સામે આવ્યું છે કે, દેશમાં પાણીની સૌથી સારી વ્યવસ્થા ગુજરાતમાં છે. જ્યારે બેઠક બાદ નિતિન ગડકરીએ દિલ્હીમાં જળ વાયુ પ્રદુષણને લઇને કહ્યું કે, હું દિલ્હીના મુખ્યમંત્રી અને પર્યાવરણ મંત્રી હર્ષવર્ધન સાથે એક વિશેષ બેઠક બોલાવવાનો નિર્ણય કર્યો છે જેમાં દિલ્હીને બે વર્ષમાં વાયુ અને જળ પ્રદુષણ ફ્રી કરવા માટે એક પ્લાન તૈયાર કરવામાં આવશે. આયોગે ૨૪ રાજ્યોના આંકડા જાહેર કર્યા છે. જેમાં મોટા રાજ્યોની શ્રેણીમાં નીચે ચાર રાજ્યો ઝારખંડ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને બિહાર છે. જ્યારે પૂર્વોત્તર અને હિમાલયી રાજ્યોમાં મેઘાલયનું પ્રદર્શન સૌથી ખરાબ છે. જ્યારે વર્ષ ૨૦૧૫-૧૬ની તુલનાએ ૨૦૧૬-૧૭માં સૌથી વધારે સુધારો રાજસ્થાન, મેઘાલય, સિક્કિમ, ત્રિપુરા, ઝારખંડ, હરિયાણા અને ગુજરાતમાં જોવા મળી રહ્યો છે.

Related posts

વ્યાજદર હાલ આરબીઆઈ યથાવત રાખે તેવા સંકેત

aapnugujarat

ડૂબતા રાજવંશને બચાવવા રાહુલ ખોટા નિવેદન કરે છે : અરુણ જેટલી

aapnugujarat

દેશના ઘણાં રાજ્યોમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1