Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાહુલ નામદાર છે કામદાર નહીં જેથી અપેક્ષાઓ ન રાખી શકાય : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. આની સાથે જ કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય ગરમી ચરમસીમા ઉપર પહોંચી ગઈ છે. મોદીએ આજે મૈસુરુ, ઉડુપ્પી અને બેલગામીમાં ચૂંટણી સભા સંબોધી હતી અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના ૧૫ મિનિટના પડકારને સ્વિકારતા તેમને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. કર્ણાટકના ચામરાજનગરના સંધામારાહલ્લીની ચૂંટણી સભામાં મોદીએ રાહુલ ગાંધી પર એક પછી એક પ્રહારો કર્યા હતા. છેલ્લા કેટલાક સમયથી રાહુલ દ્વારા આપવામાં આવેલા નિવેદનોના એક પછી એક જવાબ મોદીએ આપ્યા હતા. મોદીએ ૧૫ મિનિટના પડકારને સ્વિકારતા કહ્યું હતું કે, તેમને પણ કર્ણાટકના ચૂંટણી અભિયાનમાં કોઇપણ કાગળ જોયા વગર ૧૫ મિનિટ રાજ્ય સરકારની સિદ્ધિઓ ગણાવી દેવા મોદીએ પડકાર ફેંક્યો હતો. મોદીએ પોતાના અંદાજમાં કહ્યું હતું કે, કોંગ્રેસ પ્રમુખે હાલમાં જ તેમને પડકાર ફેંક્યો હતો જેમાં તેમને કહ્યું હતું કે, જો તેઓ સંસદમાં ૧૫ મિનિટ બોલશે તો મોદી બેસી પણ શકશે નહીં. આ સાંભળીને તેમને યાદ આવે છે કે, વાહ ક્યા સીન હૈ. કોંગ્રેસના પ્રમુખ બિલકુલ યોગ્ય વાત કરી રહ્યા છે. અમે તેમની સામે બેસવાની સ્થિતિમાં નથી. તમે નામદાર છો. જ્યારે અમે કામદાર છીએ. નામદારની સામે કામદાર બેસી શકવાની સ્થિતિમાં હોઈ શકે નહીં. આપની સામે બેસવાના અધિકાર અમારી પાસે નથી. મોદીએ રાહુલને ૧૫ મિનિટના પડકારને સ્વિકાર કરતા કહ્યું હતું કે, રાહુલને તેઓ પડકાર ફેંકે છે કે, હિન્દી, અંગ્રેજી અથવા તો તેમની માતા સોનિયા ગાંધીની ઇટાલીની ભાષામાં પણ માત્ર ૧૫ મિનિટ કાગળ લીધા વગર રાજ્ય સરકારની સિદ્ધિઓ રાજ્યના લોકોની વચ્ચે રાહુલ ગાંધી જો વાંચી બતાવે તો રાજ્યની પ્રજા સમજી જશે કે તેમની વાતમાં દમ છે. આ ભાષણ દરમિયાન રાહુલ ત્રણ વખત વિશ્વ સરૈયા પણ બોલીને પણ બતાવે. રાહુલ ગાંધી નામદાર છે અમે કામદાર છીએ. નામદારની વાતોથી અમને પીડા થતી નથી. કારણ કે, આ પીડા સદીઓથી ઝેલી રહ્યા છીએ. કર્ણાટકમાં ભ્રષ્ટાચાર ચરમસીમા ઉપર હોવાની વાત કરતા મોદીએ કહ્યું હતું કે, અહીં બે પ્લસ એકની ફોર્મ્યુલા ચાલી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી બે જગ્યાએથી ચૂંટણી લડી રહ્યા છે. એક સીટ પર પહેલા પણ લડી ચુક્યા છે પરંતુ આ વખતે પોતાના પુત્રની પણ મુખ્યમંત્રીએ બલી આપી દીધી છે. તેમને એવો ડર છે કે, કોઇ જગ્યાએથી પરિવારની વિરાસત હાથમાંથી નિકળી જશે. મોદીએ કહ્યું હતું કે, કર્ણાટકમાં ભાજપની હવા નહીં બલ્કે આંધી છે. અમારી સરકારે દેશના ૧૮૦૦૦ ગામડાઓમાં વિજળી પહોંચાડી દીધી છે. ૨૮મી એપ્રિલનો દિવસ ઇતિહાસમાં હંમેશા યાદ રહેશે. મણિપુરના લિસાન ગામમાં વિજળી પહોંચાડતાની સાથે જ દેશના તમામ ગામોમાં વિજળી પહોંચાડવાનું કામ પૂર્ણ થઇ ગયું છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી ઘણી વખત ઉત્સાહમાં ઘણી મર્યાદા તોડી નાંખે છે. મજુર દિવસના પ્રસંગે ૧૮૦૦૦ ગામડામાં વિજળી પહોંચાડનાર લોકો માટે કોઇ શબ્દની વાત કરી હોત તો લોકોને રાહત થઇ હોત પરંતુ રાહુલ નામદાર છે કામદાર નથી જેથી તેમની પાસેથી અપેક્ષા કરવી યોગ્ય નથી. અમારાથી પહેલા યુપીએની સરકાર હતી. ૨૦૦૫માં મનમોહનસિંહે ઉંચા અવાજથી કહ્યું હતું કે, ૨૦૦૯માં દરેક ગામડામાં વિજળી પહોંચી જશે. મનમોહનસિંહની વાત કોંગ્રેસના લોકો માનતા નથી પરંતુ સોનિયા ગાંધીની વાત તમામ લોકો માને છે. સોનિયા ગાંધીએ પણ મનમોહનસિંહથી એક કદમ આગળ વધીને કહ્યું હતું કે, દરેક ઘરમાં ૨૦૦૯ સુધી વિજળી પહોંચી જશે. ૨૦૧૪ સુધી કોંગ્રેસના લોકો સત્તામાં હતા પરંતુ કોઇ જગ્યાએ વિજળી પહોંચી શકી ન હતી. કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસના અન્ય નેતાઓ દેશના લોકોને ગેરમાર્ગે દોરતા થાકી રહ્યા નથી. તેમને દરરોજ ગાળો આપનાર કોંગ્રેસના નેતાઓ છેલ્લા ૭૦ વર્ષમાં પુરતા લોકો સુધી વિજળી પહોંચાડી શક્યા નથી. કમનસીબ બાબત છે કે દેશમાં ચાર કરોડ લોકો આજે પણ અંધારપટ હેઠળ છે. આ સમય મર્યાદામાં સૌભાગ્ય યોજના હેઠળ ચાર કરોડ પરિવારોને વિજળી કનેક્શન આપવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ વખતે કર્ણાટકના લોકો કોંગ્રેસની સરકારને સજા આપવા માટે તૈયાર છે. ૧૨મી મેના દિવસે આની તૈયારી કરી ચુક્યા છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું સ્વપ્ન હતું કે, સ્વતંત્રતા બાદ કોંગ્રેસને વિખેરી નાંખવામાં આવે. અનેક રાજ્યોને ગાંધીજીના સપનાને પૂર્ણ કરવાની તક મળી ચુકી છે. હવે કર્ણાટકનો નંબર છે. આ સરકારમાં અપરાધીઓની બોલબાલા છે અને સરકારથી મુક્તિ મેળવવી ખુબ જરૂરી બની ગ છે. રાજકીય મતભેદોના લીધે ભાજપના કાર્યકરોની હત્યાઓ થઇ રહી છે. મુદ્રા યોજના હેઠળ લોકોને પુરતી કારોબાર કરવાની તક મળી છે.

કર્ણાટકના ૩૯ ગામોમાં ભાજપે વિજળી આપી…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરતા કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, અમારી સરકારે દેશના ૧૮૦૦૦ ગામોમાં વિજળી પહોંચાડી દીધી છે. યુપીએ સરકારમાં ૨૦૦૫માં મનમોહનસિંહે કહ્યું હતું કે, ૨૦૦૯માં દરેક ગામ સુધી વિજળી પહોંચાડી દેશે. સોનિયા ગાંધીએ તેમનાથી આગળ વધીને કહી દીધું હતું કે દરેક ઘરમાં ૨૦૦૯માં દરેક ઘરમાં વિજળી પહોંચી જશે. રાહુલ ગાંધીને યાદ રાખી લેવું જોઇએ કે, ૨૦૧૪ સુધી તેમની સરકાર હતી પરંતુ વિજળી પહોંચાડવાનું કોઇ કામ થયું ન હતું. કર્ણાટકમાં ૨૦૧૪ સુધી ૩૯ ગામો એવા હતા જ્યાં વિજળી ન હતી જ્યાં હવે ભાજપે વિજળી પહોંચાડી છે. માત્ર બોલવાથી કામ ચાલશે નહીં. લોકો કામ પણ જોઈ રહ્યા છે. તે બાબતની નોંધ લેવાની કોંગ્રેસને જરૂર છે.

Related posts

તિરુમાલા મંદિરના ૨૪૩ વાળંદોને કામમાંથી બરતરફ કરાયા

aapnugujarat

तोगड़िया के अयोध्या कूच ने बढ़ाई प्रशासन की मुश्किल

aapnugujarat

બંગાળમાં ઓવૈસીની પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવશે

editor

Leave a Comment

UA-96247877-1