Aapnu Gujarat
રમતગમત

આઈપીએલ-૧૧ : ધોનીની બેટિંગથી ચાહકો રોમાંચિત

કેપ્ટન કુલના નામથી લોકપ્રિય મહેન્દ્રસિંહ ધોની જ્યારે વિકેટ ઉપર હોય છે ત્યારે કરોડો ચાહકોને તેમની પાસેથી રોમાંચક અપેક્ષા રહે છે. કેટલાક મોટા શોર્ટ પણ જોવા મળે છે. ભારતને પોતાની કેપ્ટનશીપમાં વર્લ્ડકપ અપાવી ચુકેલા ધોની એક સમયે ટિકાકારોની ટિપ્પણી હેઠળ આવી ગયો હતો પરંતુ વર્તમાન આઈપીએલમાં તેની બેટિંગથી તમામને જવાબ મળી ગયા છે. ધોનીએ દિલ્હી ડેરડેવિલ્સની સામે ગઇકાલે આઈપીએલની એક મેચમાં ઝંઝાવતી ૫૧ રન ફટકાર્યા હતા. ૨૨ બોલમાં બે ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. તેની આ ઇનિંગ્સ જોઇને તમામ લોકો રોમાંચિત થઇ ગયા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સનું નેતૃત્વ કરી રહેલા ૩૬ વર્ષીય ધોની આઈપીએલની આ સિઝનમાં ધરખમ દેખાવ કરી રહ્યો છે. તે હજુ સુધી આઠ મેચોમાં ૨૮૬ રન બનાવી ચુક્યો છે જેમાં ત્રણ અડધી સદી સામેલ છે. તેનો સ્ટ્રાઇકરેટ ૧૬૯ રનનો રહ્યો છે. આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્‌સમેનોની યાદીમાં તે ટોપ પાંચમાં છે. ચેન્નાઈના અંબાતી રાયડુએ આ યાદીમાં સૌથી વધુ ઉપર રહીને આઠ મેચોમાં ૩૭૦ રન બનાવ્યા છે. કેપ્ટનશીપની વાત કરવામાં આવે તો ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈની ટીમ સતત શાનદાર દેખાવ કરી રહી છે. હજુ સુધી આઠ મેચો પૈકી છમાં જીત મેળવી છે. ચેન્નાઈના નેટ રનરેટનો આંકડો પણ સૌથી વધારે છે. ચેન્નાઈને ધોનીના નેતૃત્વમાં બે વખત ચેમ્પિયન બનાવવામાં સફળતા મળી છે. છેલ્લી સિઝનમાં રાઇઝિંગ પુણે ટીમ તરફથી ધોની રમ્યો હતો અને કેપ્ટન તરીકે હતો પરંતુ ખરાબ ફોર્મના કારણે તે ૧૬ મેચોમાં ૨૯૦ રન બનાવી શક્યો હતો. તે પહેલાની સિઝનમાં ૧૪ મેચોમાં ધોનીએ ૨૮૪ રન કર્યા હતા.

Related posts

विश्व कप के लिए हमारी तरकश में हैं काफी तीर : रवि शास्त्री

aapnugujarat

फिक्सिंग पर सुनील गावसकर ने कहा, लालच का इलाज नहीं

aapnugujarat

આવતીકાલે ચૈન્નઈ-હૈદરાબાદ વચ્ચે ફાઈનલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1