Aapnu Gujarat
રાષ્ટ્રીય

બંગાળમાં ઓવૈસીની પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવશે

પશ્ચિમ બંગાળ ચૂંટણીના ચોથા તબક્કાના નામાંકનના અંતિમ દિવસે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન એઆઇએમઆઇએમએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. અસદુદ્દીન ઓવૈસીએ અત્યારે એ નથી જણાવ્યું કે, તેમની પાર્ટી બંગાળમાં કેટલી સીટો પર ચૂંટણી લડશે. ઓવૈસીએ કહ્યું કે, ૨૭ માર્ચની જનસભામાં આ વિશે બોલીશ. આ પહેલા સમાચાર હતા કે ઇન્ડિયન સેક્યુલર પાર્ટીના બંગાળમાં ચૂંટણી લડવાના કારણે એઆઇએમઆઇએમ મેદાનમાં નહીં ઉતરે. અંતિમ સમયમાં પહેલા તબક્કાની વોટિંગ પહેલા ઓવૈસીની આ જાહેરાતથી બંગાળમાં હવે કોનો ખેલ ખરાબ થશે તે રસપ્રદ બન્યું છે.
બંગાળ ચૂંટણીમાં અત્યારે મુખ્ય મુકાબલો મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી અને બીજેપીની વચ્ચે જોવા મળી રહ્યો છે. કૉંગ્રેસ-લેફ્ટ ગઠબંધનનું જોર જોવા મળી રહ્યું નથી. ઓવૈસીએ ફુરફુરા શરીફ દરગાહના પીરજાદા અબ્બાસ સિદ્દીકીની સાથે ચૂંટણી મેદાનમાં ઉતરવાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ અંતિમ સમયે વાત ના બની અને કૉંગ્રેસની સાથે જતા રહ્યા. જો કે કહેવામાં આવી રહ્યું છે કે ગઠબંધનમાં ઓછી સીટો મળવાથી અબ્બાસ સિદ્દીકી કૉંગ્રેસથી નારાજ છે. બંગાળમાં મુસ્લિમ વોટ શેર ૩૧ ટકાની આસપાસ છે. આ વોટો પર ખુલીને હજુ કોઈ બોલી નથી રહ્યું.
બંગાળ ચૂંટણીમાં એઆઇએમઆઇએમના લડવાની વાત પર મમતા બેનર્જીએ નિશાન સાધ્યું હતુ, ત્યારબાદ ઓવૈસીએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, મમતા બેનર્જીને હજુ સુધી સારા મુસલમાનો સાથે ભેટો નથી થયો.

Related posts

જમ્મુ કાશ્મીર : સ્થાનિક લોકો આતંકવાદ તરફ વળી રહ્યા છે : રિપોર્ટ

aapnugujarat

Centre’s ‘one-nation-one-ration-card’ scheme that would have adverse impact on PDS : MNM

aapnugujarat

સરકારે ક્યારેય ઉર્જિત પટેલને રાજીનામું આપવાની માંગ કરી નથી : જેટલી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1