Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

IPL-૧૧ની આવતીકાલથી રોચક શરૂઆત

જેની ઉત્સુકતાપૂર્વક ક્રિકેટ ચાહકો રાહ જોઇ રહ્યા છે તે હાઇ પ્રોફાઇલ ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧ની આવતીકાલે રોમાંચક અને દિલધડક વાતાવરણમાં શરૂઆત થવા જઇ રહી છે. હાઈપ્રોફાઇલ ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧નો પ્રથમ તબક્કો આવતીકાલથી શરૂ થઇ રહ્યો છે.આઇપીએલની મેચો આવતીકાલે સાતમી એપ્રિલના દિવસે શરૂ થયા બાદ છેક ૨૭મી મે સુધી ચાલનાર છે. કરોડો ચાહકોમાં ભારે રોમાંચની સ્થિતી જોવા મળી રહી છે. ચેન્નાઇ સુપર અને રાજસ્થાન રોયલ્સ ટીમની આઇપીએલમાં ફરી એકવાર વાપસી થઇ છે. વર્ષ ૨૦૧૩ના આઇપીએલ બેટિંગ કેસના મામલે તેમના સંબંધિત માલિકો સામેલ રહ્યા બાદ આ બન્ને ટીમો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. બે વર્ષના પ્રતિબંધ બાદ આ ટીમો પરત ફરી છે. ડીઆરએસ સાથે આ પ્રથમ સિઝન રહેનાર છે. સ્ટાર સ્પોર્ટસે તમામ મિડિયા અધિકારો ખરીદી લીધા છે. છેલ્લે આઇપીએલ-૧૦માં રોમાંચકર ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સે રાઇઝિંગ પુણે સામે માત્ર એક રને જીત મેળવી હતી. આની સાથે જ મુંબઇએ ત્રીજી વખત આ ટ્રોફી જીતી લીધી હતી. તે તાજ જાળવી રાખવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરનાર છે. આવતીકાલે પ્રથમ મેચમાં જ મુંબઇ ઇન્ડિયન અને ચેન્નાઇ સુપર વચ્ચે જંગ ખેલાશે. જેમાં રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોની સામ સામે આવશે.અન્ય ટીમો પણ જોરદાર દેખાવ કરવા તૈયાર છે. ખાસ કરીને ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે. આઇપીએલ-૧૧ની મેચો દસ શહેરોમાં રમાનાર છે. આગામી સપ્તાહો સુધી હવે જોરદાર રોમાંચ રહેનાર છે.આઇપીએલ-૧૧માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળે તેવી શક્યતા છે. હવે આઇપીએલની રોમાંચકતા જોવા મળશે. તમામ ટીમોના સ્ટાર ખેલાડીઓ તેમાં ભાગ લેનાર છે. ઉદ્‌ઘાટન કાર્યક્રમ બાદ ટૂર્નામેન્ટની શરૂઆત આવતીકાલથી થશે. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. ઇન્ડિયન પ્રિમિયર લીગની અન્ય વિશેષતા એ છે કે, આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. અગાઉની સિઝન ઉપર નજર કરવામાં આવે તો જાણવા મળે છે કે, દરેક સિઝનમાં ગુજરાતના કોઇ ખેલાડીએ ભવ્ય દેખાવ કર્યો છે. આ તમામ ખેલાડીઓને પસંદગીકારોનુ ધ્યાન દોરવાની તક રહેલી છે. ગુજરાતના જે ખેલાડી રમાનાર છે જેમાં ઇરફાન, યુસુફ, પાર્થિવ પટેલ સિવાય જયદેવ ઉનડકટ, અક્ષર પટેલનો સમાવેશ થાય છે.તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. લીગ મેચો સાતમી એપ્રિલથી શરૂ થશે. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે. આ વખતે અનેક સ્ટાર ખેલાડી હાલમાં ઘાયલ હોવાથી ક્રિકેટ ચાહકો નિરાશ છે. પરંતુ તેમની શરૂઆતની કેટલીક મેચો બાદ વાપસી થનાર છે. કેટલાક ખેલાડી સમગ્ર શ્રેણીમાં પણ રમનાર નથી. આવી સ્થિતીમાં રોમાંચકતા પર માઠી અસર થઇ શકે છે. આઈપીએલની પ્રથમ મેચમાં આજે સનરાઈઝ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. આ મેચ હૈદરાબાદ ખાતે રમાનાર છે જેનો ભારે રોમાંચની સ્થિતિ પ્રવર્તી રહી છે. સ્ટાર સ્પોટ્‌ર્સ ઇન્ડિયાએ આગામી પાંચ વર્ષ માટે બીસીસીઆઈના મિડિયા અધિકાર ખરીદી લીધા છે. ઇ હરાજી મારફતે ગઇકાલે ત્રીજા દિવસે સ્ટારે રેકોર્ડ ૬૧૩૮.૧ કરોડ રૂપિયાની મોટી બોલી લગાવીને બોર્ડના મિડિયા અધિકારો ઉપર કબજો જમાવી લીધો હતો. આ રેસમાં સ્ટાર ઉપરાંત સોની અને રિલાયન્સ ગ્રુપની કંપની જીઓ પણ સામેલ હતી. હવે ભારતની આગામી પાંચ વર્ષમાં થનારી સ્થાનિક દ્વિપક્ષીય શ્રેણીનું પ્રસારણ સ્ટાર સ્પોટ્‌ર્સ દ્વારા કરવામાં આવશે. ૨૦૧૮થી ૨૦૨૩ના ગાળામાં રમાનારી મેચોનું પ્રસારણ સ્ટાર સ્પોટ્‌ર્સ ઇન્ડિયા દ્વારા કરવામાં આવશે. આ પહેલા વર્ષ ૨૦૧૨માં સ્ટાર ટીવીએ બીસીસીઆઈ પાસેથી આ અધિકાર ૩૮૫૧ કરોડ રૂપિયામાં બોલી લગાવીને ખરીદી લીધા હતા. આ વખતે બોર્ડને ઇ હરાજી પ્રક્રિયા ત્રણ દિવસ સુધી હાથ ધરી હતી.
હરાજીના બીજા દિવસે મિડિયા અધિકારો માટે થયેલી બોલી ૬૦૩૨.૫ કરોડ સુધી પહોંચી હતી. સ્ટારે આજે વધુ ઉપર પહોંચીને ૬૧૩૮.૧ની ઉંચી બોલી લગાવી હતી. હવે સ્ટારની પાસે બીસીસીઆઈના તમામ અધિકાર રહેશે જેમાં ભારત અને વર્લ્ડ ઇલેવનના પ્રસારણ તથા ડિજિટલ અધિકાર પણ રહેશે. આ પાંચ વર્ષના ગાળામાં ભારતીય ટીમ વનડે, ટેસ્ટ અને ટ્‌વેન્ટી મેચ ગણીને ૧૦૨ મેચો રમશે. બીસીસીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યું હતું કે, ભારતીય ક્રિકેટની તાકાત આનાથી દેખાઈ આવે છે. અહીં કોઇપણ પ્રકારની નકારાત્મકતા, વહીવટી ગેરરીતીઓ અને મોટા વિવાદનો સામનો કરી શકે છે પરંતુ બીસીસીઆઈના અધિકારોને આજે સ્ટાર સ્પોટ્‌ર્સ ઇન્ડિયાએ જંગી રકમમાં ખરીદી કરી હતી.વિરાટ કોહલી, એમએસ ધોની, રોહિત શર્મા સહિતના તમામ સ્ટાર ભારતીય ખેલાડીઓ અને દુનિયાના તમામ સ્ટાર ખેલાડી એક સાથે મેદાનમાં ઉતરનાર છે. બેન સ્ટોક્સ પર પણ તમામની નજર રહેનાર છે. સ્વી સ્મીથ અને જેવિડ વોર્નર ફસાઇ જવાના કારણે તેમનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

Related posts

૧૧ વર્ષમાં પહેલી વખત સુપ્રીમ કોર્ટના જસ્ટિસની સંખ્યા ૩૧ થઈ

aapnugujarat

વિશ્વમાં ભારત સૈન્ય શક્તિમાં ચોથા સ્થાને

aapnugujarat

અંકુશરેખા ઉપર પાકિસ્તાનનો ભીષણ ગોળીબાર : ચાર ભારતીય જવાન શહીદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1