Aapnu Gujarat
તાજા સમાચારમનોરંજન

સલમાનની જામીન અરજી પર આવતીકાલે સુનાવણી

બોલિવુડના સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાનને વધુ એક દિવસ સુધી જોધપુરની સેન્ટ્રલ જેલમાં જ રહેવુ પડશે. કારણ કે અભિનેતા સલમાન ખાનના વકીલ દ્વારા કરવામાં આવેલી જામીન અરજી પર આજે ફેસલો કરવામાં આવ્યો ન હતો. ચુકાદાને આજે એક દિવસ માટે ટાળી દેવામાં આવ્યો હતો. હવે આવતીકાલે શનિવારના દિવસે ૧૦.૩૦ વાગે જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે. સલમાનની જામીન ટાળી દેવા માટે વિરોધ પક્ષના વકીલોની સીજેએમ કોર્ટ પાસેથી રેકોર્ડ મંગાવવાની દલીલ મહત્વપૂર્ણ રહી હતી. કોર્ટે રેકોર્ડ મંગાવવાની માંગ કરીને સુનાવણી ટાળી દીધી હતી. માત્ર એક દલીલથી જામીન ટળી ગયા હતા. સલમાનના વકીલો વચ્ચે બિશ્નોઇ સમાજના વકીલે દલીલ મુકી હતી કે, સલમાનને સજા ત્રણ વર્ષથી વધારે થઇ છે જેથી આ મામલામાં સીજેએમ કોર્ટ દ્વારા રેકોર્ડ નિહાળવામાં આવે તે જરૂરી છે. જજે આ દલીલ સ્વીકારી લીધી હતી. વકીલ મહિપાલ બિશ્નોઇએ માહિતી આપતા કહ્યું હતું કે, મામલો લાંબા સમયથી ચાલી રહ્યો છે જેથી રેકોર્ડ નિહાળવામાં આવે તે જરૂરી છે. તેમણે કહ્યું હતુ ંકે, સલમાનના જામીન ટાળી દેવામાં આવે તેવા તેમના કોઇ ઇરાદા ન હતા. મામલો ગંભીર છે જેથી તમામ બાબતો ઉપર ધ્યાન આપવું જોઇએ. બીજી બાજુ વકીલોનું કહેવું છે કે, અન્ય આરોપીની જેમ સલમાનને પણ શંકાનો લાભ મળવો જોઇએ. ગઇકાલે રાત્રે જોધપુર સેન્ટ્રલ જેલમાં જ સલમાને રાત્રી ગાળી હતી. ગઇકાલે તેના વકીલ એચએમ સારસ્વત દ્વારા સલમાન ખાનને જામીન મળ્યા બાદ તરત જ સેશન્સ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સારસ્વતે કહ્યુ હતુ કે કોર્ટના ચુકાદા બાદ સલમાન ખાનને અપરાધી ઠેરવવા સામે પણ અપીલ દાખલ કરવામાં આવનાર છે. ગઇકાલે ચુકાદો આપતા કોર્ટે કહ્યુ હતુ કે સલમાન ખાનના લાખો ચાહકો છે. જેથી તેમને વધારે સાવધાન રહેવાની જરૂર છે. આરોપી લોકપ્રિય અભિનેતા છે. તેના માર્ગ પર લાખો ચાહકો આગળ વધવા માટે ઇચ્છુક છે. અત્રે નોંધનીય છે કે વર્ષ ૧૯૯૮ના કાળિયાર શિકાર કેસમાં જોધપુરની કોર્ટે ગુરૂવારના દિવસે તેનો ચુકાદો આપી દીધો હતો. કોર્ટે આ કેસમાં બોલીવુડના દબંગ સ્ટાર સલમાન ખાનને દોષિત જાહેર કર્યો હતો અને પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી. આ ઉપરાંત તેના ઉપર ૧૦૦૦૦ રૂપિયાનો દંડ પણ લાગૂ કર્યો હતો. સજા વધારે હોવાથી ચુકાદો આવ્યા બાદ સલમાનને તરત જ કસ્ટડીમાં લઇને જેલમાં લઇ જવામાં આવ્યો હતો. આ કેસમાં અન્ય આરોપીઓ નિર્દોષ જાહેર કર્યા હતા. આ કેસમાં સેફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, નીલમ અને તબ્બુને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ચુકાદા પહેલા સલમાને પોતાને નિર્દોષ હોવાની દલીલો કરી હતી. અગાઉ વર્ષ ૧૯૯૦ના આ કેસના મામલે જોધપુરની અદાલતે ૨૮મી માર્ચના દિવસે સુનાવણી પૂર્ણ કરી લીધી હતી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે આ મામલામાં તપાસ પૂર્ણ કરી લીધી હતી અને ચુકાદો પાંચમી સુધી અનામત રાખ્યો હતો. અંતિમ દલીલો પૂર્ણ કરી લેવામાં આવી હતી. છેલ્લા ૨૦ વર્ષથી આ કેસ ચાલી રહ્યો છે. ખાનના વકીલ એચએમ સરસ્વતે કહ્યું છે કે, ગયા વર્ષે ૧૩મી સપ્ટેમ્બરના દિવસે આ કેસમાં અંતિમ દલીલોની સુનાવણી શરૂ થઇ હતી. ૨૩મી ઓક્ટોબરના દિવસે પ્રોસીક્યુશનની દલીલો પૂર્ણ થઇ હતી. ગયા વર્ષે ૨૮મી ઓક્ટોબરે અમારી દલીલો શરૂ થઇ હતી અને ૪થી એપ્રિલે પૂર્ણ થઇ હતી. ૨૪મી માર્ચના દિવસે સહઆરોપી માટેના વકીલોએ દલીલો શરૂ કરી હતી જે હવે પૂર્ણ થઇ છે. કાળિયારના શિકાર મામલે આરોપી સલમાન ખાન સહિત તમામ પક્ષોની સુનાવણી ગયા બુધવારે પૂરી થઈ ગઈ હતી સલમાન ઉપરાંત આ કેસમાં સૈફઅલી ખાન, નીલમ, તબ્બૂ અને સોનાલી બેન્દ્રે પણ આરોપી હતા. ૧૯૯૮માં ફિલ્મ હમ સાથ સાથ હૈના શૂટિંગ માટે સલમાન ખાન જોધપુર હતો. તેની સાથે ફિલ્મના અન્ય કલાકારો પણ હતા, આરોપ છે કે, સલમાને ધોડા ફાર્મ હાઉસ અને ભવાદ ગામમાં ૨૭-૧૮ સપ્ટેમ્બરની રાત્રે હરણનો શિકાર કર્યો હતો. કાંકાણી ગામમાં ૧લી ઓક્ટોબરે કાળા હરણના શિકારનો આરોપ છે. ૧૯૯૮માં ફિલ્મની શૂટિંગ સમયે સલમાન પર ૪ કેસ દાખલ થયાં હતા. ત્રણ કેસ હરણના શિકાર અને ચોથા કેસ આર્મ્સ એક્ટનો હતો. સલમાન ખાનને દોષિત જાહેર કરવામાં આવતા તેના કરોડો ચાહકો હતાશ થયા હતા. તેની પાસે હાલમાં કેટલીક ફિલ્મો રહેલી છે. તે હાલમાં રેસ-૩ ફિલ્મને લઇને વ્યસ્ત છે. ૨૫મી જુલાઇ ૨૦૧૬ના દિવસે રાજસ્થાન હાઇ કોર્ટે ઘોડા ફાર્મ હાઉસ અને ભવાદ ગામ ચિંકારા કેસમાં સલમાન ખાનને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.

Related posts

चीन की कश्मीर पर टिप्पणी: आपत्ति जताते हुए भारत ने बयान पर दी प्रतिक्रिया

aapnugujarat

ગુજરાતમાં ગરીબો માટે ૧૦ ટકા અનામત આજથી અમલી બનશે

aapnugujarat

સરકારી બેંકોએ રૂપિયા ૮૧,૬૮૩ કરોડની વિક્રમજનક લોન માફ કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1