Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદીઓ માટે વધુ એક બોજો : રિક્ષા ભાડું વધ્યું

ગુજરાતની ૧૬ લાખ રિક્ષાઓના માલિકોને માટે લધુત્તમ ભાડુ રૂ.૧૩ થી વધારીને રૂ.૧૫ કરાયું છે અને દર ૧ કી. મી. રૂ.૧૦નું ભાડું વધારી અપાયું છે. પ્રજા પર રોજના લગભગ રૂ.૨૦ કરોડનો ભાડા વધારો સરકારે કર્યો છે.પણ કાયદા મુજબ ફ્લેગ મીટર રિક્ષા ચાલકો લગાવતાં ન હોવાથી વર્ષે રૂ.૫૦૦ કરોડથી પણ વધારે ભાડું લઈને ગ્રાહકોની લુંટ ગાંધીનગર, સુરત, રાજકોટ, ૩૦ જિલ્લા મથકો અને ૨૨૬ નાના શહેરોમાં ફ્લેગ મિટરથી રિક્ષા ચલાવતા નથી. અહીં મીટરથી રિક્ષા ચલાવાતી ન હોવાં છતાં આરટીઓ, પોલીસ, કલેકટર પગલાં ભરતાં નથી. કાયદા મુજબ તો ઈલેક્ટ્રોનિક ફ્લેગ મિટર હોય તો જ રિક્ષા ચલાવી શકાય છે પણ મીટરના ચક્રમાં ચેડાં કરીને કરોડો રૂપિયાની છેતરપીંડી થઈ રહી હોવાં છતાં ભાજપ સરકાર કોઈ પગલાં ભરતી નથી.
૪૫ રિક્ષા ડ્રાઈવર એસોસિએશન દ્વારા રચાયેલી ગુજરાત રાજ્ય ઓટો ડ્રાઇવર પગલાં સમિતિના પ્રમુખ અશોક પંજાબીએ સરકારના નિર્ણયને આવકાર્યો હતો અને કહ્યું હતું કે અમે ૪ વર્ષથી સરકાર સામે ભાડા વધારવા લડી રહ્યા હતા. સરકારે મોડું કર્યું છે.
મીટર અંગે પૂછવામાં આવેલાં એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે કાયદા મુજબ ફ્લેગ મીટર લગાવવું ફરજિયાત છે. ગોળ ડબ્બા મીટર કરતાં ઈલેક્ટ્રોનિક ફ્લેગ મિટર લગાવવાથી ગ્રાહકોને સારો ફાયદો છે. સરકાર દ્વારા આવા ફ્લેગ મિટર લગાવવા જોઈએ.
ગુજરાત રાજ્ય ઓટોરીક્ષા ડ્રાયવર્સ એક્શન કમિટીના સભ્યએ જણાવ્યું કે, રાજ્યના લાખો રીક્ષા ચાલકો છેલ્લા ચાર વર્ષથી રીક્ષા ભાડામાં વધારાની માંગણી કરી રહ્યાં હતાં અને ભાડા વધારા માટે રીક્ષા ચાલકોના વિવિધ સંગઠનો છેલ્લા ચાર વર્ષથી સરકારના ઉચ્ચ સ્તરે રજૂઆત કરી રહ્યાં હતાં અને છેલ્લે સરકારે યોગ્ય પગલા ભર્યા પણ આ દરમ્યાન સરકારના વિલંબના કારણે લાખો ગરીબ શ્રમિક રીક્ષા ચાલકોને કરોડો રૂપિયાનું નુકસાન થયેલ છે.તેમણે વધુમાં જણાવ્યું કે, સરકાર દ્વારા બહાર પાડેલા જાહેરનામામાં વેઈટીંગ ચાર્જ અને લગેજ ચાર્જમાં કોઇ વધારો કરવામાં આવેલ નથી. જે ખરેખર દુખઃદ છે.

Related posts

દિવાળીના તહેવારોને લઈ વધારાની એસટી બસો દોડાવવાની માંગ

editor

આગામી બે દિવસ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડવાની કરાઈ આગાહી

editor

नवरंगपुरा की दर्शन सोसायटी में रहते रसिक मेहता हत्या में पुराने नौकर के शामिल होने की आशंका

aapnugujarat

Leave a Comment

UA-96247877-1