Aapnu Gujarat
મનોરંજન

બોલિવુડના ભાઇ સલમાન સામે અનેક વિવાદ રહ્યા છે

સલમાન ખાનની સામે વિતેલા વર્ષોમાં પણ કેટલાક કેસ રહ્યા છે. જેના કારણે તે સતત કાયદાકીય ગુંચમાં રહ્યો છે. જેલની હવા પણ તેને ખાવાની ફરજ પડી છે. ભારે સનસનાટીપૂર્ણ અને ચર્ચા જગાવી ચુકેલા વર્ષ ૧૯૯૮ના કાળિયાર શિકાર કેસમાં જોધપુરની કોર્ટે આજે તેનો ચુકાદો આપી દીધો હતો. કોર્ટે આ કેસમાં સલમાન ખાનને દોષિત જાહેર કર્યો હતો. જ્યારે અન્ય કલાકારોને નિર્દોષ જાહેર કર્યા હતા. આ કેસમાં સેફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, નીલમ અને તબ્બુને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ચુકાદા પહેલા સલમાને પોતાને નિર્દોષ હોવાની દલીલો કરી હતી. સલમાન ખાન બોલિવુડમાં ભાઇ તરીકે વધારે જાણીતો રહ્યો છે. તેની ક્રાઇમ કુન્ડલીની વાત કરવામાં આવે તો તેની સામે સપ્ટેમ્બર ૧૯૯૮માં બનેલા કાળિયાર શિકાર કેસ, આર્મ્સ એક્ટ ૧૯૯૮નો કેસ, વર્ષ ૧૯૯૮ના જ ચિકારા શિકાર કેસ અને વર્ષ ૨૦૦૨ના હિટ એન્ડ રન કેસનો સમાવેશ થાય છે. ડિસેમ્બર ૨૦૧૫માં હિટ એન્ડ રન કેસમાં તે નિર્દોષ છુટી ગયો હતો. જ્યારકે ૧૮મી જાન્યુઆરી ૨૦૧૭ના દિવસે આર્મ્સ એક્ટ કેસમાં પણ તે નિર્દોષ છુટી ગયો હતો. ચિંકારા કેસમાં પણ તે નિર્દોષ છુટી ગયો હતો. સલમાન ખાનના મામલે ચુકાદના કારણે આજે કોર્ટ રૂમમાં સોંપો પડી ગયો હતો. તેના વકીલ સલમાન ખાનને બચાવી લેવા માટે તમામ તૈયારી કરી ચુક્યા છે.

Related posts

સુશાંત સુસાઇડ કેસમાં બિહાર સરકારે કરી CBI તપાસની ભલામણ

editor

અર્જુન કપુર અને પરિણિતી દિબાન્કરની ફિલ્મમાં રહેશે

aapnugujarat

सब चीजों का श्रेय किस्मत को नहीं दूंगी : मिथिला पालकर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1