Aapnu Gujarat
મનોરંજન

સલમાન ઉપર ૬૦૦ કરોડ રૂપિયા લાગેલ છે : અહેવાલ

વર્ષ ૧૯૯૮ના કાળા હરણ શિકાર કેસમાં બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાનને આજે પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવતા બોલિવુડમાં આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ્‌માં સલમાન ખાન હાલનો સૌથી મોંઘો સ્ટાર છે. તેની તમામ ફિલ્મો રેકોર્ડ સફળતા હાંસલ કરી રહી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તે સૌથી લોકપ્રિય સ્ટાર છે. તેની છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી વધારે માંગ પણ રહી છે. ઇન્ડસ્ટ્રીઝમાં તેના પર આશરે ૬૦૦ કરોડ રૂપિયા લાગેલા છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે જોધપુર કોર્ટના ચુકાદાના કારણે ત્રણ મોટા પ્રોજેક્ટ પર માઠી અસર થઇ શકે છે. ૫૨ વર્ષીય સ્ટાર હાલમાં રેસ-૩ ફિલ્મના શુટિંગમાં છે. રેમો ડિસુઝા દ્વારા તૈયાર કરવામાં આવેલી ફિલ્મ રેસ-૩ ફિલ્મને લઇને તેના હિસ્સાનુ શુટિંગ પૂર્ણ કરાયુ છે કે કેમ તે અંગે કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી. રેસ-૩ ફિલ્મ રજુ થઇ રહી છે. આ ફિલ્મ જૂન મહિનામાં રજુ થવા જઈ રહી છે.
કિક-૨, દબંગ-૩ અને ભારત નામની ત્રણ ફિલ્મોનું શૂટિંગ હજુ શરૂ કરવામાં આવ્યું નથી. આવી સ્થિતિમાં જો તેને જામીન નહીં મળે તો ભારે નુકસાન થશે. ઇન્ડસ્ટ્રીને ભારે નુકસાન થવાની શક્યતા દેખાઈ રહી છે. સલમાન ખાન કોઇપણ ફિલ્મમાં રહેતા ફિલ્મની સફળતા એક ગેરન્ટી સમાન બની ગઈ છે. રેસ-૩ ઉપર જ ૧૨૫થી ૨૦૦ કરોડનો દાવ છે. અન્ય ફિલ્મો માટે પણ જંગી દાવ રહેલો છે. પાંચમી એપ્રિલના દિવસે ચુકાદો જાહેર કરવામાં આવ્યા બાદ આવતીકાલે જામીન ઉપર જ્યારે સુનાવણી થશે ત્યારે તમામની નજર રહેશે. મોટાભાગની તેની ફિલ્મો ૨૦૦ કરોડની કમાણી કરી રહી છે. ઇદ ઉપર રેસ-૩ ફિલ્મ રજૂ થવા જઇ રહી છે. આશરે ૬૦૦ કરોડ રૂપિયા તેના ઉપર લાગેલા છે. ટીવી કોમર્શિયલમાં પણ તે ચમકી રહ્યો છે.

Related posts

ड्रग्स केस : रिया, शौविक समेत 6 लोगों की जमानत याचिका कोर्ट ने की खारिज

editor

અર્જુન પટિયાળા ફિલ્મમાં કૃતિ સનુન દેખાશે

aapnugujarat

રાજુ શ્રીવાસ્તવની હાલત ક્રિટિકલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1