Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હોબાળાનાં પરિણામે બજેટ સત્રમાં ખુબ ઓછું કામ થયું

વર્ષ ૨૦૧૮નુ બજેટ સત્ર સંપૂર્ણ પણે ધાંધલ ધમાલના કારણે કામ વગર પૂર્ણ થયુ છે. બજેટ સત્રના બીજા તબક્કામાં પણ કોઇ વધારે કામ થયુ ન હતુ. બીજો તબક્કો શુક્રવારના દિવસે પૂર્ણ થઇ રહ્યો છે. આવી સ્થિતીમાં આ બજેટ સત્ર વર્ષ ૨૦૦૦ બાદથી સૌથી ઓછુ બજેટ સત્ર તરીકે રહેશે. વર્ષ ૨૦૦૦ બાદથી સૌથી ઓછુ કામ આ સત્ર દરમિયાન થયુ છે. સંસદમાં ભલે ૨૪ લાખ કરોડ રૂપિયાનુ બજેટ પાસ કરવામાં આવ્યુ છે પરંતુ તેના પર એંકદરે એક દિવસ પણ ચર્ચા કરવામાં આવી નથી. સાંસદોએ જ્યાં એકબાજુ લોકસભામાં બજેટ પર ચર્ચામાં માત્ર સાઢા ૧૪ કલાકનો સમય લગાવ્યો હતો. જ્યારે રાજ્યસભામાં આ આંકડો ૧૦.૯ કલાકનો રહ્યો છે. આના પહેલા બજેટ સત્રની વાત કરવામા ંઆવે તો સામાન્ય રીતે સત્રના કુલ સમય પૈકી ૨૦ ટકા અથવા તો ૩૩ કલાક બજેટ પર ચર્ચામાં ખર્ચ થાય છે. આ ઉપરાંત પ્રોડક્ટીવિટિની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૧૮નુ સત્ર ચોથુ સૌથુ ખરાબ સત્ર રહ્યુ છે. સાંસદોએ ભારે ધાંધલ ધમાલ જુદા જુદા વિષયને લઇને કરી હતી.બજેટ રજૂ કરવામાં આવ્યા બાદથી જ સતત ધાંધલ ધમાલ થઇ હતી. સંસદના બજેટ સત્ર દરમિયાન ધાંધલ ધમાલની અપેક્ષા હતી.પ્રશ્ન કલાકનો ઉપયોગ પણ ખુબ ઓછો થયો છે. લોકસભામાં નક્કી કરવામાં આવેલા સમય પૈકી ૧૬ ટકા હિસ્સો જ પ્રશ્ન પુછવા માટે ઉપયોગ કરાયો હતો. રાજ્યસભામાં આ આંકડો પાંચ ટકાનો રહ્યો હતો. પ્રશ્નકલાકનો ઉપયોગ સામાન્યરીતે સાંસદો દ્વારા સરકાર પાસેથી પુછવામાં આવેલા પ્રશ્નો માટેનો હોય છે. સંસદમાં ઓછા કામ માટે સરકાર અને વિપક્ષ બંને જવાબદાર છે. બીજી બાજુ ભાજપ અને એનડીએના તમામ સાંસદોએ એવા ૨૩ દિવસ માટે વેતન ભથ્થા નહીં લેવાનો નિર્ણય કર્યો છે જે ગાળા દરમિયાન સંસદની કાર્યવાહી થઇ શકી નથી.

Related posts

શિવપાલ ભાજપના ઇશારે ચાલી રહ્યા છે : અખિલેશ

aapnugujarat

મુંબઇ ફુટ ઓવરબ્રિજ દુર્ઘટના : એફઆઇઆર દાખલ કરી તપાસ જારી

aapnugujarat

पाकिस्तान को एक और एयर स्ट्राइक का डर हैं

aapnugujarat

Leave a Comment

UA-96247877-1