Aapnu Gujarat
મનોરંજન

સુશાંત સુસાઇડ કેસમાં બિહાર સરકારે કરી CBI તપાસની ભલામણ

બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ મામલે CBI તપાસની ભલામણ કરી છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે સીબીઆઇ તપાસની ભલામણ કરી છે. સુશાંત સિંહ રાજપૂતના પિતા કેકે સિંહે મંગળવારે જ સીએમ નીતિશ કુમારે સીએમ નીતીશ કુમાર સાથે વાત કરીને સીબીઆઇ તપાસની માંગ કરી હતી.

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે મારી વાત સુશાંત સિંહ રાજપૂતના પિતા સાથે થઇ. તેમણે સીબીઆઇ તપાસની માંગ કરી છે. તેમની માંગના આધારે બિહાર સરકાર, સીબીઆઇ તપાસની ભલામણ કરશે. આજે સાંજે તમામ પેપરવર્કની કાર્યવાહી થશે. સુશાંત સિંહ રાજપૂતના પરિવારના વકીલ વિકાસ સિંહે મુંબઇ પોલીસ પર તપાસમાં સહયોગ ન કરવા અને તપાસમાં વિધ્ન ઉભું કરવાનો આરોપ લગાવ્યો છે.

વિકાસ સિંહે કહ્યું કે મુંબઇ પોલીસ તપાસમાં અડચણ ઉભી કરે છે. પહેલીવાર એવું થયું છે કે તપાસ અધિકારીઓને કામ ન કરવા દેવામાં આવતું નથી. એવામાં આરોપીને ફાયદો મળે છે.

ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ મુંબઇ સ્થિત પોતાના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. તેના નિધનથી બોલીવુડ ઇંડસ્ટ્રી તેમજ તેના ફેન્સને પણ ઝટકો લાગ્યો હતો.

સુશાંત સિંહ રાજપૂત કેસને લઇને પરિવાર, મિત્રો અને ફેન્સ સતત સોશિયલ મીડિયા પર સીબીઆઇ તપાસની માંગ કરી રહ્યા છે. હવે સુશાંતની બહેન શ્વેતા સિંહ કિર્તીએ પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક ટ્વિટ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના મનની વાત કહી છે.

Related posts

સગર્ભા હોવાનાં અહેવાલ પાયાવગરનાં : ઇલિયાના

aapnugujarat

अंकिता ने रिया के दावों को किया खारिज, कहा सुशांत कभी डिप्रेशन में नहीं थे

editor

એશ તેમજ અનિલ કપુર ફન્ને ખાનના શુટિંગમાં વ્યસ્ત થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1