Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

તમામ ડેટા ભારતમાં સ્ટોર કરવા ઓપરેટર્સને આદેશ : આરબીઆઈ પોતાની ડિજિટલ કરન્સી લાવશે

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આજે પોલિસી સમીક્ષા જારી કરતી વેળા મોટાભાગના રેટ યથાવત રાખ્યા છે. રિવર્વ બેંકે વર્તમાન નાણાંકીય વર્ષમાં મોંઘવારીનો દર ઘટાડીને ૪.૭ ટકાથી ૫.૧ ટકા કરી દીધો છે. પહેલા મોંઘવારીનો દર ૫.૧થી ૫.૬ ટકા હતો. કેન્દ્રીય બેંકના કહેવા મુજબ પ્રથમ છ માસના ગાળા એટલે કે એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૧૮ દરમિયાન મોંઘવારીનો દર ૪.૭ ટકાથી ૫.૧ ટકા રહી શકે છે જ્યારે બીજા ત્રિમાસિક ગાળા એટલે કે ઓક્ટોબર ૨૦૧૮થી માર્ચ ૨૦૧૯ દરમિયાન મોંઘવારીનો દર ૪.૪ ટકા રહી શકે છે. આરબીઆઈનો અંદાજ છે કે, પ્રથમ ત્રિમાસિક ગાળામાં મોંઘવારીનો દર ૫.૧ ટકા, બીજા ત્રિમાસિક ગાળામાં ૪.૭ ટકા અને ત્રીજા ત્રિમાસિક ગાળામાં ૪.૪ ટકા રહી શકે છે. રિઝર્વ બેંકનું કહેવું છે કે, ડિજિટલ પેમેન્ટના ક્ષેત્રમાં વર્ચ્યુઅલ કરન્સીના મહત્વને નકારી શકાય નહીં. આરબીઆઈ તરફથી ડિજિટલ કરન્સી જારી કરવાની શક્યતા ચકાસવામાં આવી રહી છે. આના માટે એક કમિટિની રચના કરવામાં આવી છે. જે આ મુદ્દા પર રિઝર્વ બેંકને માર્ગદર્શન આપશે. ઉદ્યોગમંડળ ફિક્કીએ પણ નાણાંકીય નીતિમાં નરમ વલણ માટે તરફેણ કરી હતી. ફિક્કીનું કહેવું છે કે, અર્થવ્યવસ્થામાં સુધારા દેખાઈ રહ્યા છે. બીજી બાજુ આરબીઆઈએ પેમેન્ટ ઓપરેટરોને તમામ ડેટા ભારતમાં સ્ટોર કરવા માટે સૂચના આપી છે. સિસ્ટમના તમામ ડેટા ભારતમાં રહે તેની ખાતરી થઇ રહી છે. આરબીઆઈએ આના માટે પેમેન્ટ ઓપરેટરોને છ મહિનાનો સમય આપ્યો છે. આરબીઆઈના ડેપ્યુટી ગવર્નરનું કહેવું છે કે, તમામ પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરો તમામ ડેટા ભારતમાં રાખે તેવા પ્રયાસ થઇ રહ્યા છે.

Related posts

સેન્સેક્સમાં ૨૨ અંકનો ઘટાડો

aapnugujarat

क्या सरकार के गलत रवैये से देश को मिल पाएगी मुक्ति : मायावती

aapnugujarat

कांग्रेस पार्टी की न्यूनतम आय योजना NYAY संभव : राजन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1