Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ તરફથી રિવરફ્રન્ટ પર ઘણાં રંગારંગ રાજસ્થાની કાર્યક્રમો યોજાયા

અખિલ ભારતીય ગુજરાત હિન્દી સમાજ પ્રાયોજિત ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ તરફથી આજે રિવરફ્રન્ટ ખાતે ફાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજસ્થાન સમાજના અગ્રણી લોકો અને અન્ય સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ફાગ મહોત્સવને લઇને રિવરફ્રન્ટ ખાતે જોરદાર તૈયારીઓ કરવામાં આવી હતી. વિશેષરીતે સજાવટ પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેબિનેટના અન્ય મંત્રીઓની ઉપસ્થિતિ હોવાથી પહેલાથી જ આની તૈયારીઓ કરવામાં આવી હતી. રાજસ્થાનથી આવેલા ડઝનથી વધુ એવોર્ડ વિજેતા કલાકારોએ રંગબેરંગી કાર્યક્રમો આપીને ઉપસ્થિતિ લોકોના મન જીતી લીધા હતા. નાચવા-ગાવવાના રંગારંગ કાર્યક્રમ વચ્ચે અનોખીરીતે કલાપ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત-રાજસ્થાન મૈત્રી સંઘ તરફથી દર વર્ષે પ્રવાસી ભારતીયોની સાથે ફાગ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. કાર્યક્રમના સંદર્ભમાં આયોજક નરેન્દ્રસિંહનું કહેવું છે કે, આ વર્ષે કાર્યક્રમનું સ્વરુપ ખુબ મોટું રહ્યું છે. આ કાર્યક્રમમાં રાજસ્થાનની અને ગુજરાતી ફિલ્મોના કલાકારોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ૧૫૦૦૦થી ૨૦૦૦૦ જેટલા પ્રવાસી રાજસ્થાની અને ઉત્તર ભારતીય તતા ગુજરાતી સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હોવાનો અંદાજ છે. સમારોહ દરમિયાન જુદા જુદા પ્રકારના કલાકારો પણ પહોંચ્યા હતા. જોધપુરથી પહોેંચેલા કલાકારો રંગબેરંગી પાઘડીઓમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. બેટી બચાવો, ગૌરક્ષાના પ્રદર્શન પણ યોજાયા હતા. રિવરફ્રન્ટ પર ફન ફુડ માટે પણ કેટલાક સ્ટોલ મુકવામાં આવ્યા હતા.

Related posts

ડભોઇથી કેવડિયા સુધીની રેલવે લાઈનનું નિરીક્ષણ કરતા વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ

editor

ચીખલી તાલુકામાં ૫ મે સુધી સ્વૈચ્છિક લૉકડાઉન

editor

રાજપીપલાના આંગણે યોજાયો જિલ્લાકક્ષાનો મેગા જોબ ફેર : અંદાજે ૩૫૫ જેટલા ઉમેદવારની પ્રાથમિક પસંદગી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1