Aapnu Gujarat
બ્લોગ

જશવંત બીડીના માલિકના આપઘાતથી ચકચાર

શહેરના કર્ણાવતી કલબ પાછળના વૈભવી બંગલામાં રહેતા બહુ જૂની અને જાણીતી જશવંત બીડીના માલિક જીતેન્દ્રભાઇ પટેલ ઉર્ફે રાજાભાઇ બીડીવાળાએ આજે રહસ્યમય સંજોગોમાં તેમની રિવોલ્વર વડે આત્મહત્યા કરી લેતાં સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને વેપારી આલમ અને ઉદ્યોગકારોમાં જશવંત બીડીના માલિકની આત્મહત્યાને લઇ અનેક સવાલો અને તર્ક વિતર્કો ચાલ્યા હતા. બીજીબાજુ, સરખેજ પોલીસે સમગ્ર મામલામાં સઘન તપાસ હાથ ધરી છે પરંતુ હજુ સુધી આપઘાત પાછળનું સાચુ કારણ સામેે આવ્યુ નથી, તેથી પોલીસે તે દિશામાં તપાસ આરંભી છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના એસ.જી હાઇવે પર આવેલી કર્ણાવતી કલબની પાછળ આવેલા સ્પ્રિંગવિલા બંગલોઝમાં રહેતા અને બીડી-ફાર્મસીના વ્યવસાય સાથે સંકળાયેલા જશવંત બીડીના માલિક જીતેન્દ્રભાઇ પટેલ ઉર્ફે રાજાભાઇ બીડીવાળાએ ૬૬ વર્ષની ઉમંરે પોતાની લાયસન્સવાળી રિવોલ્વર વડે લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. શહેર પોલીસ કંટ્રોલ રૂમને કોઇ આધેડે આત્મહત્યા કર્યા હોવાના મેસેજ મળ્યા હતા પરંતુ થોડીવારમાં વાત વહેતી થઇ ગઇ હતી કે, આત્મહત્યા કરનાર આધેડ બીજુ કોઇ નહી પરંતુ એક જમાનાની જૂની અને જાણીતી જશવંત બીડીના માલિક જીતેન્દ્રભાઇ પટેલ ઉર્ફે રાજાભાઇ બીડીવાળા જ છે. સમાચાર વાયુવેગે ફેલાતાં મૃતકના પરિવારજનો, સ્વજનો અને મિત્રવર્તુળના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બીજીબાજુ, સરખેજ પોલીસનો સ્ટાફ અને કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો અને પંચનામું કરી જરૂરી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે, જશવંત બીડીના માલિક જીતેન્દ્રભાઇ પટેલ દ્વારા રાત્રે ૧-૩૦થી સવારે ૬-૦૦ વાગ્યા સુધીના સમયમાં આત્મહત્યા કરી હોવી જોઇએ. જો કે, હત્યાનું સાચુ કારણ સામે આવ્યું નથી. પોલીસના પ્રાથમિક અનુમાનમાં મૃતક જીતેન્દ્રભાઇ છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશન અને માનસિક તાણમાં રહેતા હતા અને તેના કારણે તેમણે રિવોલ્વરથી આત્મહત્યા કરવાનું અંતિમ પગલું ભર્યું હોઇ શકે. જો કે, પોલીસે સમગ્ર મામલામાં સત્ય કારણ શોધવાની દિશામાં તપાસ ચાલુ રાખી છે. બીજીબાજુ, જશવંત બીડીના માલિકની રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરવાની ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને વેપારીઆલમ અને ઉદ્યોગકારોમાં આ આત્મહત્યાને લઇ અનેક સવાલો અને તર્ક વિતર્કો ચાલ્યા હતા. પોલીસે હાલ તો મૃૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી જરૂરી ગુનો દાખલ કરી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

૪૨ + તાપમાનમાં વસવાટ કરનારા કિશોર-કિશોરીઓએ હિમાલયના શુન્યથી નીચે ૩ ડિગ્રી તાપમાનમાં સાહસિક પરિભ્રભણ કર્યુ

aapnugujarat

Maturity અને વધું પડતી સભ્યતા

aapnugujarat

અલવિદા અહેમદ પટેલ : તાલુકા અધ્યક્ષથી સોનિયા ગાંધીના સલાહકાર સુધી

editor

Leave a Comment

UA-96247877-1