Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપનો સુવર્ણ યુગ લાવો અને પછી જ કાર્યકરો આરામ કરે : અમિત શાહ

ભાજપના અધ્યક્ષ અમિત શાહે કેન્દ્રીય પ્રધાન વિજય ગોયલના ઘરે નમો યોજના કેન્દ્રનું ઉદઘાટન કરતા પૂર્વોત્તર રાજ્યોમાં ભાજપને સાંપડેલા ઐતિહાસિક વિજય માટે ભાજપના કાર્યકરોને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું છે કે હજુ તેમણે આરામ કરવાનો નથી.અમિત શાહે જણાવ્યું હતું કે જે રાજ્યોમાં આશા પણ ન હતી ત્યાં ભાજપની સરકાર રચાઈ છે. કેરળ, કર્ણાટક, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં વિજય પછી જ ભાજપનો સુવર્ણ કાળ હશે. જ્યાં સુધી આમ થાય નહીં ત્યાં સુધી ભાજપના કાર્યકરોને આરામ કરવાનો અધિકાર નથી.અમિત શાહે જણાવ્યું હતું કે વર્તમાન યુગમાં મોબાઈલ પર અનેક માહિતી મળે છે, પરંતુ સમાજનો વિશાળ વર્ગ ટેકનોલોજીથી દૂર છે. અનેક લોકો સહાયતા મેળવવાને યોગ્ય હોય છે, પરંતુ તેમને વ્યવસ્થાની જાણકારી હોતી નથી. આવા તમામ લોકોને સરકારની ૧૧૨ યોજનાઓ સાથે જોડવાનું વિજય ગોયેલનું મિશલ લાભદાયક બની રહેશે. દિલ્હીની આસપાસના વિસ્તારોમાં પણ આ નવા પ્રકારના વિચારના ફેલાવાથી સહયતા મળી રહેશે.

Related posts

બાબરી ચુકાદો મુસ્લિમ તરફી આવે તો પણ જમીન હિંદુઓને આપવી જોઈએઃ શિયા ધર્મગુરૂ

aapnugujarat

रायबरेली हादसा : मरने वालांे की संख्या बढ़कर अब ३१ हुई

aapnugujarat

મોરેટોરિયમમાં વ્યાજ વસૂલવા મામલે સુપ્રીમ કોર્ટે કરી ટિપ્પણી

editor

Leave a Comment

UA-96247877-1