Aapnu Gujarat
રાષ્ટ્રીય

મોરેટોરિયમમાં વ્યાજ વસૂલવા મામલે સુપ્રીમ કોર્ટે કરી ટિપ્પણી

સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, લોન મોરેટોરિયમની ૬ મહિનાની સમયમર્યાદા દરમિયાન લોન પર વ્યાજમાં રાહતને લઈને કેન્દ્ર સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, પ્રજાના હિત સાથે જોડાયેલા આ મહત્વના મુદ્દે સરકાર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની પાછળ છૂપાઈ શકતી નથી. જસ્ટિસ અશોક ભૂષણ અને એમ.આર. શાહની બેંચે જણાવ્યું કે, કેન્દ્ર સરકારની પાસે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત અનેક શક્તિઓ છે અને તેમણે તેમની સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ. કેન્દ્ર સરકારે માત્ર વેપાર જ નહીં પરંતુ પ્રજાના હિતને પણ ધ્યાનમાં રાખવું જોઈએ.
કેસની સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મેહતાએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે, કોર્ટે આવા પ્રકારની ટિપ્પણી કરવી જોઈએ નહીં કેમકે આને ખોટી રીતે રજૂ કરી શકાય છે.તુષાર મેહતાએ જણાવ્યું કે, આરબીઆઈએ ફાયનાન્શિયર રેગ્યુલેટર તરીકે કહ્યું છે કે, લોન મોરાટોરિયમ પર વ્યાદરાં બધાને છૂટ મળે તે યોગ્ય નથી. આપણે એવા એકાઉન્ટની શોધ કરવી જોઈએ જે સંકટમાં છે અને તેમની સ્થિતિને જોઈને તેમને છૂટછાટ આપવી જોઈએ પરંતુ આ પ્રતિ કેસ છૂટ અલગ હોવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણીને ૧ સપ્ટેમ્બર સુધી ટાળતા કેન્દ્ર સરકારને જણાવ્યું કે, સરકારે આ મામલે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ કેમકે આર્થિક સંકટ તેમના દ્વારા જ લાગુ કરવામાં આવેલા લોકડાઉનને કારણે જ પેદા થયો છે.

Related posts

મોદીના ખાસ મિત્ર અમેરિકાએ દગાબાજી કરી

editor

राजस्थान में बच्ची की रेप के बाद हत्या

aapnugujarat

ભારત બાયોટેકની વેક્સિન કોવેક્સિનના ત્રીજા ડોઝને મંજૂરી મળી

editor

Leave a Comment

UA-96247877-1