Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારત બાયોટેકની વેક્સિન કોવેક્સિનના ત્રીજા ડોઝને મંજૂરી મળી

દેશમાં કોરોના વાયરસની વેક્સીનના હાલ બે ડોઝ આપવામાં આવી રહ્યાં છે. હહે ત્રીજો ડોઝ પણ આપવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. તેને બૂસ્ટર ડોઝ કહેવામાં આવશે. નિષ્ણાંતોની એક પેનલે ભારત બાયોટેકની વેક્સીન કોવેક્સીનના ત્રીજા ડોઝને મંજુરી આપી દીધી છે. ત્રીજો બૂસ્ટર ડોઝ બીજા ડોઝ લીધાના ૬ મહિના બાદ આપવામાં આવશે.
આ ત્રીજા ડોઝથી એ ફાયદો થશે કે, કોરોના વાયરસના નવા વેરએંટથી સુરક્ષા મળશે અને નવા સ્ટ્રેન મ્યૂટેશન કરી પેદા નહીં થઈ શકે. નિષ્ણાંતોનું કહેવું છે કે, ભારત બાયોટેક પોતાની વેક્સીન કોવેક્સીનનો તીજો બુસ્ટર ડોઝ એ વોલિંટિયર્સને પહેલા આપવામાં આવે જે તેમના ક્લીનિકલ ટ્રાયલનો ભાગ રહ્યાં છે. ભારત બાયોટેકે સરકાર સામે પ્રસ્તાવ પણ મુક્યો હતો કે, ત્રીજા ડોઝ બાદ કોરોના વિરૂદ્ધ શરીરની ઈમ્યુનિટી અનેક વર્ષો સુધી વધી જશે. ત્યાર બાદ જ નિષ્ણાંતોની પેનલે બૂસ્ટર ડોઝની મંજુરી આપી દીધી છે.
ભારત બાયોટેકના પ્રસ્તાવ પર સબ્જેક્ટ એક્સપર્ટની કમિટીએ કહ્યું હતું કે, બુસ્ટર ડોઝની સ્ટડી બીજા ફેઝના ક્લીનિકલ ટ્રાયલ વાલા વોલિંટિયર્સ પર કરવામાં આવે. આ વોલિંટિયર્સને કોવેક્સીનની ૬ માઈક્રોગામના બે ડોઝ મળી ચુક્યા છે. બૂસ્ટર ડોઝ એ લોકોને પહેલા આપવામાં આવશે જેમને કોવેક્સીનનો બીજો ડોઝ ગત વર્ષે સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં લીધો હતો.
ભારત બાયોટેક આ વોલિટિયર્સનો ત્રીજો બુસ્ટર ડોઝ આપ્યા બાદ છ મહિના સુધી તેમના પર નજર રાખશે. જેથી કરીને તેમના શરીરમાં કોરોના વિરૂદ્ધ થતા ફેરફારો, ઈમ્યુનિટી ઘટના કે વધવાની સાથે સાથે નવા વેરિએંટથી બચવામાં કેટલી મદદ મળે છે તે જાણી શકાય. સાથે જ થનારી આડ અસરની પણ તપાસ કરવામાં આવશે.
આ સ્ટડી રિપોર્ટ ભારત બાયોટેક દ્વારા સરકારની નિષ્ણાંતોની પેનલ સામે રજુ કરવામાં આવશે. કંપની ક્લિનિકલ ટ્રાયલની રિવાઈઝ્‌ડ રિપોર્ત એક્સપર્ટ પેનલ સામે તપાસ માટે રજુ કરશે. ઉલ્લેખનીય છે કે, લગભગ ૧૯૦ વોલિંટિયર્સે કોવેક્સીનને ૬ માઈક્રોગ્રામના ડોઝ ટ્રાયલના બીજા ફેઝમાં આપવામાં આવ્યા હતાં. આ જાણકારીને કંપની પોતાના ડેટા સાથે સાર્વજનિક પણ કરવામાં આવ્યો હતો.

Related posts

ચિદમ્બરમે કેન્દ્ર પર નિશાન સાધ્યું, કહ્યું – પેગાસસ મુદે પ્રધાનમંત્રી મોદી ચૂપ કેમ?

editor

પ્રધાનમંત્રીએ નમામી ગંગે કાર્યક્રમની પ્રગતિની સમીક્ષા કરી

aapnugujarat

राष्ट्रपति चुनाव के लिए भाजपा अध्यक्ष शाह ने कसी कमर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1