Aapnu Gujarat
ગુજરાત

પોલીસે ફરજિયાત ખાખી ગણવેશ પહેરવો પડશે

ખાનગી પહેરવેશ પહેરીને ફરજ બજાવતા પોલીસકર્મીઓે હવેથી ખાખી ગણવેશ ફરજીયાતપણે પહેરવો પડશે.  નવ નિયુક્ત ડીજીપી શિવાનંદ ઝાએ એક પરિપત્ર બહાર પાડીને લાલ આંખ કરતા પોલીસ વિભાગમાં સન્નાટો છવાઈ ગયો છે. કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સક્રિય ફરજ પર હોય ત્યારે પણ તેમના માટે નિયત કરવામાં આવેલા ગણવેશ પહેરતા નથી અને ખાનગી કપડામાં પોતાના ફરજ પરના ઠેકાણે ફરજ બજાવે છે. આ કાર્યપધ્ધતિ ચલાવી શકાય તેમ નથી, એમ ડીજીપી શિવાનંદ ઝાએ જારી કરેલા એક પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે.
આથી દરેક જિલ્લા, એકમોનાં વડાઓને સુચિત કરાયા છે કે તેના તાબા હેઠળ ફરજ બજાવતા તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તેમની ફરજ પર ગણવેશ પહેરીને જ આવે તે સુનિશ્ચિત કરવું અને આ માટે જાતે તેમજ તાબા હેઠળના સુપરવાઈઝરી અધિકારીઓ મારફતે સમયાંતરે ચકાસણી કરાવવી.  આ પરિપત્ર તમામ કચેરીઓ અને પોલીસ સ્ટેશનોમાં પાઠવવાની સુચના અપાઈ છે ઊપરાંત સ્ટેશન ડાયરીમાં નોંધ કરાવવા પણ સુચિત કરવામાં આવ્યું છે. આ સુચનાનો ચુસ્તપણે અમલ કરાવવા તથા તેનો ભંગ કરાય તો સુપરવાઈઝરી અધિકારીઓની જવાબદારી નકકી કરવા અને ભંગ કરનાર અધિકારીઓ અને કર્મચારીઓ વિરૃધ્ધ ઓર્ડરલી રૃમ મારફતે શિસ્ત સંબંધી કાર્યવાહી હાથ ધરવાની રહેશે, એમ જણાવાયું છે.

Related posts

नारायण स्पेशल अवार्ड – 2020 से जयपुर में होंगे सम्मानित डॉ गुलाब चंद पटेल सामाजिक कार्यकर

editor

સાબરકાંઠા ગ્રામ કોમ્પ્યુટર સાહસિક ઓપરેટર મંડળ દ્વારા સરકારને પોસ્ટકાર્ડ લખાયા

editor

गुजरात में 80 लाख से ज्यादा लोगों का कोरोना टेस्ट

editor

Leave a Comment

UA-96247877-1