Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં ૧૪૫ બીઆરટીએસ સ્ટેન્ડ્‌સ પર મળશે વાઈ-ફાઈની સુવિધા

શહેરના બીઆરટીએસ બસ સ્ટેન્ડ્‌સ પર સવારે ૬ વાગ્યાથી રાતે ૧૧ વાગ્યા સુધી ફ્રી વાઈ-ફાઈની સુવિધા આપવામાં આવશે. આ સર્વિસનું નામ ‘જનમિત્ર’ આપવામાં આવ્યું છે. અહીં ૨એમબીપીએસની ડાઉનલોડ સ્પીડ સાથે ઈન્ટરનેટની સુવિધા આપાવમાં આવશે. ઉલ્લેખનીય છે કે, નેટવર્કમાં લોગ-ઈન થવા માટે એક ઓટીપી આપવામાં આવશે જેની મદદથી એક અઠવાડિયા સુધી બે ડિવાઈસમાં તમે ઈન્ટરનેટ વાપરી શકશો. એટલે કે એક ઓટીપીથી તમે બે ડિવાઈસમાં વાઈ-ફાઈ કનેક્ટ કરી શકશો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર મુકેશ કુમાર જણાવે છે કે, સેવાનો દુરુપયોગ ન થાય તે માટે યુઝરની પ્રોફાઈલ ડિટેલ જાળવી રાખવીમાં આવશે અને લોકો પોર્નોગ્રાફી અથવા અન્ય વાંધાજનક વસ્તુઓ ડાઉનલોડ ન કરે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. મુકેશ કુમાર આગળ જણાવે છે કે, અમે આવી વાંધાનજર સાઈટ્‌સ બ્લોક કરી નાખી છે, છતાં અમે યુઝરની ડેટા પ્રોફાઈલ પર નજર રાખીશું. અમારો હેતુ છે કે નાગરિકોની પ્રાઈવસીનો ભંગ થયા વિના તેમને ઈન્ટરનેટની સુવિધા પૂરી પાડવામાં આવે. વિદ્યાર્થીઓ પોતાના રીસર્ચ પ્રોજેક્ટ્‌સ, ડિઝર્ટેશન્‌ વગેરે પર કામ કરી શકશે અને મિત્રો સાથે કનેક્ટ થઈ શકશે. એએમસી આ સર્વિસ માટે માસિક ૫ લાખ રુપિયા આપશે, એટલે દર વર્ષે કુલ ૬૦ લાખ રુપિયા ખર્ચ થશે.

Related posts

ઉંઝામાં વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરાઈ

editor

શ્રમદાન સાથે ઘરઆંગણે રોજગારી મેળવી જળસંચયના કાર્યમાં ઉત્સાહભેર સહભાગી બનતાં સિસોદરાના ગ્રામજનો

aapnugujarat

હિંસાની દહેશતની વચ્ચે હાર્દિકના ઉપવાસ શરૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1