Aapnu Gujarat
ગુજરાત

શ્રમદાન સાથે ઘરઆંગણે રોજગારી મેળવી જળસંચયના કાર્યમાં ઉત્સાહભેર સહભાગી બનતાં સિસોદરાના ગ્રામજનો

રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં રાજ્ય સ્થાપના દિનથી સુજલામ-સુફલામ જળસંચય અભિયાનરૂપી જળ યજ્ઞ નર્મદા જિલ્લામાં પણ આરંભાયો છે. જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓની સાથે ધર્મ સંસ્થાઓ અને ઉદ્યોગ ગૃહો પણ જોડાઇને સમાજ પ્રત્યેનું તેમનું ઉત્તરદાયિત્વ નિભાવી રહ્યાં છે, ત્યારે નર્મદા જિલ્લાના લોકો પણ સરકારના જળસંચયના આ કાર્યમાં જોડાઇને શ્રમદાનની સાથે રોજગારી મેળવી જળસંચયના કાર્યમાં સહભાગી બની રહ્યાં છે.

નર્મદા જિલ્લામાં પણ ગુજરાત સ્થાપના દિનથી જળસંચય અભિયાનનો પ્રારંભ થયો છે. નાંદોદ તાલુકાનાં સીસોદરા ગામે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા કાર્યક્રમ અંતર્ગત ગઇકાલથી જ ગામ તળાવ ઉંડુ કરવાનો પ્રારંભ કરાયો છે, જેમાં આશરે ૫૩ જેટલા શ્રમિકો તેમના શ્રમદાનની સાથોસાથ રોજગારી પણ મેળવી રહ્યાં છે. અંદાજે ૩૭૫૦ ઘનમીટર વિસ્તારમાં થનારા આ તળાવ ખોદકામ થકી ૨૫૦૦ માનવદિન રોજગારી ઉત્પન્ન થશે અને તે દ્વારા આશરે રૂા.૪ લાખ જેટલી માનવદિન રોજગારી પણ પૂરી પડાશે.

રાજ્ય સરકાર દ્વારા સુજલામ-સુફલામ યોજના અંતર્ગત હાથ ધરાયેલા જળસંચયના વિવિધ પ્રકારના કામોને લીધે સીસોદરા ગામના ગ્રામજનોનું જંગલની-ડુંગરાળ ૯૦૦ એકર જમીનમાં વોટર હાર્વેસ્ટીંગનું સપનું વર્ષો બાદ સાકાર થવાની આશા બંધાતા ગ્રામજનોમાં પણ ખુશીની લહેર પ્રસરી છે. ગામના ઉપસરપંચશ્રી નિલેશભાઇ પટેલ જણાવે છે કે, અંદાજે ૫૦૦ ઘરની વસ્તી ધરાવતાં આ ગામમાં સરકારે સુજલામ-સુફલામ યોજના હેઠળ જળસંચયનો હાથ ધરેલો કાર્યક્રમ ખૂબ જ પ્રસંશનીય અને આવકારદાયક છે. સરકારે અહીંયા જ ગામમાં રોજગારી આપવાને લીધે રોજગારી માટે લોકોને હવે બહાર જવું પડતું નથી. આ ગામમાં બીજા પણ બે તળાવ છે, તે પણ ઉંડા કરવા માટે હાથ ઉપર લેવા તેમજ ગામમાં ૯૦૦ મીટર જેટલી જંગલ-ડુંગરાળ વિસ્તારમાં યોગ્ય પ્લાનીંગ કરીને વોટર હાર્વેસ્ટીંગ કરવા અને હીલ સ્ટેશન વચ્ચે પણ પાણી રોકીને આ જળ પાતાળમાં અને તેનું સંચય થાય તેવું સીસોદરા ગામનું વર્ષો જુનું સપનું સાકાર કરવા નરેગાના ઉપસ્થિત એફ.પી.ઓ. શ્રી મોહમંદસોયેબ શેખને કરાયેલી રજૂઆત સંદર્ભે તુરત જ આ અંગેનો ઠરાવ કરી દરખાસ્ત રજૂ કર્યેથી સરકારશ્રીના ધારાધોરણ અને જોગવાઇ મુજબ સત્વરે વોટર હાર્વેસ્ટીંગ કામગીરીનું આયોજન હાથ ધરાશે તેમ તેમણે જણાવ્યું હતું.

સીસોદરા ગામે તળાવ ઉંડુ કરવાના કામે શ્રમદાન દ્વારા રોજગાર મેળવી રહેલાં દિવ્યાંગ અકતરખાન દાઉદખાન સોલંકી જણાવે છે કે, પોતે હેન્ડીકેપ વિકલાંગ હોવા છતાં સરકારની તળાવ ઉંડુ કરવાની કામગીરીને લીધે મારા જેવા વિકલાંગને પણ ઘરઆંગણે રોજગારી મળી રહી છે. હું છેલ્લા દસેક વર્ષથી નરેગામાં રોજગારી મેળવીને પરિવાર માટે બોજારૂપ ન બનતાં સહાયરૂપ બની રહ્યોં છું.

તળાવ ઉંડુ કરવાના કામમાં શ્રમદાન સાથે રોજગારી મેળવનાર અન્ય લાભાર્થી ઝાકીર હુસૈન તાહીરખાન સોલંકી કહે છે કે, તળાવ ઉંડુ કરવાના કે અન્ય કોઇપણ પ્રકારના કામને લીધે અહીં સ્થાનિક કક્ષાએ અમે ગામ લોકો રોજગારી મેળવી રહ્યાં છે અને તેનાથી મારા ઘરનું ગુજરાન ચલાવવામાં હું મદદરૂપ બની રહ્યોં છું. આમ, આ યોજના અમારા માટે તો આશિર્વાદરૂપ બની છે.

સીસોદરા ગામે શ્રમદાન થકી રોજગારી મેળવી રહેલા શ્રી ઝાકીરહુસેન નાસીરખાન સોલંકી જણાવે છે કે, સરકારશ્રીની તળાવ ઉંડા કરવાની આ કામગીરીને લીધે અમોને ઘરઆંગણે જ રોજગારી મળતી હોવાથી રોજગારી માટે હવે બહાર જવું પડતું નથી. અમારા ઘરનું ગુજરાન ચલાવીએ છીએ અને બાળકોને શિક્ષણ પણ આપીએ છીએ એટલે આ યોજના માટે અમે સરકારના આભારી છીએ.

Related posts

પાવીજેતપુરમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મ જ્યંતિ ઉજવાઈ

editor

પદયાત્રીઓની સલામતી માટે પગદંડી બનાવાશેઃ રૂપાણી

aapnugujarat

કચ્છના જામકુનરિયામાં તીડનો આતંક!

editor

Leave a Comment

UA-96247877-1