Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

યુરોપ-અમેરિકા ૫રમાણુ હથિયારોનો નાશ કરે ૫છી જ વાતચીત શક્ય : ઇરાન

ઈરાને પોતાના મિસાઈલ કાર્યક્રમને લઈને પશ્ચિમી દેશોને આંખો બતાવી છે. ઈરાને કહ્યું છે કે યુરોપ, અમેરિકા પરમાણુ હથિયારોનો નાશ કરે ત્યારે તેના મિસાઈલ કાર્યક્રમ મામલે વાતચીત થવી શક્ય છે. મહત્વપૂર્ણ છે કે ઓબામાના કાર્યકાળમાં ઈરાનનો યુએનના પાંચ કાયમી સદસ્ય દેશો અને જર્મની એમ ફાઈવ પ્લસ વન શક્તિશાળી દેશો સાથે પરમાણુ કરાર થયો હતો. જો કે અમેરિકાના હાલના રાષ્ટ્રપ્રમુખ ઈરાન સાથેના પરમાણુ કરારથી સંતુષ્ટ નથી.ઈરાન પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમ મામલે અમેરિકા અને યુરોપના દેશો દ્વારા થઈ રહેલા દબાણની સામે ઝુકવા માટે તૈયાર નથી. ઈરાનની સેનાના એક ટોચના અધિકારીએ કહ્યુ છે કે ઈરાન ત્યાં સુધી પોતાના મિસાઈલ કાર્યક્રમ પર વાતચીત નહીં કરે.. જ્યાં સુધી યુરોપ અને અમેરિકા પોતાના પરમાણુ હથિયારો અને મિસાઈલોનો નાશ કરી દે નહીં.ઈરાનની સેનાના નાયબ સેના પ્રમુખ બ્રિગેડિયર જનરલ મસૂદ જાજાયેરીએ કહ્યુ છે કે ઈરાનની પરમાણુ શક્તિને લઈને અમેરિકાની ચિંતા ક્ષેત્રમાં તેમની નિરાશા અને હારમાંથી ઉપજી છે. આ સિવાય ઈરાનની સંરક્ષણાત્મક શક્તિના વિકસિત થવાને કારણે અમેરિકા કમજોર સ્થિતિમાં આવી ગયું છે.
બ્રિગેડિયર જનરલ જાજાયેરીએ કહ્યુ છે કે અમેરિકા જે હતાશા સાથે ઈરાનની પરમાણુ ક્ષમતાઓ પર પ્રતિબંધ લગાવવાની વાત કરી રહ્યું છે.. તેનું આવું સપનું ક્યારેય પૂર્ણ થવાનું નથી.ઈરાનની સેનાના નાયબ સેના પ્રમુખ બ્રિગેડિયર જનરલ જાજાયેરીએ અમેરિકાને ક્ષેત્ર છોડી દેવાનો આગ્રહ કર્યો છે. જાજાયેરીએ કહ્યુ છે કે ઈરાનના મિસાઈલ કાર્યક્રમ માટે વાટાઘાટોની પૂર્વ શરત એ છે કે અમેરિકા અને યુરોપ પોતાના પરમાણુ હથિયારો અને લાંબા અંતરની મિસાઈલોને નષ્ટ કરે.અમેરિકાના દબાણમાં યુરોપે મિસાઈલ કાર્યક્રમો પર ફરીથી ચર્ચા માટે ઈરાન પર દબાણ વધાર્યું છે. ઈરાને પુનરોચ્ચાર કર્યો છે કે તેના સૈન્યદળો સુરક્ષાત્મક ક્ષમતાઓને વધારવાનું ચાલુ રાખશે. ઈરાનના વિદેશ પ્રધાને કહ્યુ છે કે ઈરાન પોતાના આંતરીક મામલાઓ અને સંરક્ષણાત્મક નીતિઓ ખાસ કરીને મિસાઈલ કાર્યક્રમમાં કોઈનો પણ હસ્તક્ષેપ સ્વીકારવાનું નથી. મહત્વપૂર્ણ છે કે ઓબામાના કાર્યકાળમાં ઈરાનની સાથેના પરમાણુ કરારને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નકારી રહ્યા છે.. પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમને બંધ કરવા માટે ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા ઈરાનને ચિમકી પણ આપવામાં આવી છે. જો કે ઈરાન રશિયાનું વ્યૂહાત્મક સાથીદાર છે.. તેને કારણે સીરિયામાં વિરોધી ખેમામાં રહેલા રશિયાએ પણ અમેરિકાને ઈરાન મામલે વળતી ચિમકી આપી છે.

Related posts

કેનેડામાં ભારતીય બિઝનેસમેનનાં ઘર પર ફાયરિંગ

aapnugujarat

અમેરિકા તાલિબાન સાથે વાતચીત કરવા તૈયાર

aapnugujarat

न्यू साउथ वेल्स के एक मकान में लगी आग, 3 मासूमों की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1