કેનેડામાં ભારતીય મૂળના બિઝનેસમેનના ઘર પર નિશાન સાધવામાં આવ્યું છે. તેમને ટાર્ગેટ કરીને અંધાધૂંધ ફાયરિંગ ઘર પર કરવામાં આવ્યું છે. આ ઘટનાને સવારનાં સમયે અંજામ અપાયો હતો જેમાં હુમલો કરનારે હિન્દુ બિઝનેસમેનના ઘર પર એક પછી એક 11થી વધુ રાઉન્ડ ફાયર કર્યા હોવાના મીડિયા અહેવાલો અત્યારે સામે આવી રહ્યા છે. જોકે આ હુમલામાં હજુ સુધી તપાસ ચાલી રહી છે અને પ્રાથમિક માહિતી પ્રમાણે કોઈને નુકસાન નથી પહોંચ્યું. જોકે ઘરની હાલત જોઈએ તો હુમલા પછી ખંડેર થઈ ગયું છે.
ફાયરિંગની આ ઘટના કેનેડાનાં બ્રિટિશ કોલંબિયા પ્રોવિન્સનાં સરે શહેરમાં ઘટી છે. હુમલો કરનારે આ ઘટનાને 27 ડિસેમ્બરની સવારે લગભગ 8 વાગ્યે હુમલો કરીને અંજામ આપ્યો હતો. સરે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલસના નિવેદન પ્રમાણે જે ઘરને નિશાન બનાવાયું હતું તે ભારતીય બિઝનેસ મેન અને એક પ્રખ્યાત મંદિરના અધ્યક્ષના દીકરાનું છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટી નથી થઈ પ્રાથમિક તપાસમાં બધુ સામે આવ્યું છે.