Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકા તાલિબાન સાથે વાતચીત કરવા તૈયાર

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નોર્થ કોરિયાના શાસક કિમ જોંગ સાથે કરેલી શિખર મંત્રણા બાદ દુનિયાને એક નવુ સરપ્રાઈઝ આપવાની હિલચાલ શરુ કરી છે.
અમેરિકન અખબારના અહેવાલ પ્રમાણે અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓ સામે ૧૭ વર્ષથી લડાઈ લડી રહેલુ અમેરિકા હવે તાલિબાન સાથે વાતચીત માટે તૈયાર થયુ છે.
૨૦૦૧ના સપ્ટેમ્બરમાં ન્યુયોર્ક પર થયેલા આતંકવાદી હુમલા બાદ અમેરિકાએ અફઘાનિસ્તાનમાં એન્ટ્રી કરી હતી. એ પછી તાલિબાનને બરબાદ કરવામાં અમેરિકાએ કોઈ કસર બાકી રાખી ન હતી.
જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પ તાલીબાન સાથે વાતચીત કરવા માટે રાજી છે. જોકે તાલીબાનનુ કહેવુ છે કે હજી સુધી અમેરિકન સરકારના કોઈ પ્રતિનિધિએ અમારો સંપર્ક કર્યો નથી.તાલીબાન લાંબા સમયથી અફઘાનિસ્તાનની સરકારની જગ્યાએ સીધી અમેરિકન સરકાર સાથે વાટઘાટો કરવા માટે આગ્રહ રાખી રહ્યુ છે.
અફઘાનિસ્તાન સરકારે રમઝાન મહિના દરમિયાન એક તરફી સીઝફાયરનુ એલાન કર્યુ હતુ પણ તાલીબાને વાતચીત માટે રાજી થવાની જગ્યાએ હુમલા ચાલુ રાખ્યા હતા.
જો અમેરિકા તાલીબાન સાથે સીધી વાતચીત શરુ કરશે તો અફઘાનિસ્તાનમાં તાલીબાનની ભૂમિકા વધશે.જે ભારત માટે બહુ મોટો ધક્કો સાબીત થશે.કારણકે અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રક્રિયામાં તાલીબાનને સામેલ કરવા સામે ભારત પહેલેથી જ વિરોધ કરતો આવ્યુ છે.
કારણકે ભારતનુ માનવુ છે કે અફઘાનિસ્તાનમાં તાલીબાનની એન્ટ્રીનો મતલબ છે કે પાકિસ્તાનનુ અફઘાનિસ્તાનમાં વર્ચસ્વ વધવુ .જે ભારત માટે કોઈ રીતે ફાયદાકારક નથી.

Related posts

करतारपुर कॉरिडोर से पीछे हट रहा है अब पाकिस्तान

aapnugujarat

ઇરાનથી તેલની આયાતમાં ઘટાડો કરવા ભારત તૈયાર

aapnugujarat

चीन : कोयला खदान में गैस का रिसाव, 18 की मौत

editor

Leave a Comment

UA-96247877-1